ગયા વર્ષે આખું વર્ષ ઘટતા રહેલ આઈટી શેરો માં વર્ષાન્તે ઈન્ફોસીસ માં યુ-ટન આવ્યો અને પછી આઈટી શેરો માં જે તોફાન જોવાયું, એચસીએલ ટેક ભારત ની અગ્રેસર કંપનીઓ માં સામેલ થઇ, ટીસીએસ માર્કેટ કેપિટલાઈઝેશન માં સહુ થી મોટી કંપની બની અને સત્યમ જેવી દેવાળિયા કમ્પની હસ્તગત કરનાર ટેક મહિન્દ્ર માં હવે તેજી અટકવાનું નામ નથી લેતી. કારણ ગમે તે હોય, ડીસેમ્બર નો મહિનો મુખ્યત્વે રિવર્સલ અને બદલાવો નો મહિનો કહેવાય છે.
હાલ માં ઓઈલ અને ગેસ ક્ષેત્ર ના શેરો વેલ્યુએસન ની દ્રષ્ટીએ નિમ્ન સ્તરે છે. આ ક્ષેત્ર ના શેરો જ્યાં ૧૨-૧૪ ના પ્રાઈસ મલ્ટીપલ હતા, તે હાલ માં માંડ ૭-૭.૫ ના મલ્ટીપલ પર છે. રિલાયન્સ જેવા અગ્રેસર શેર ના ટ્રેન્ડ પર નજર કરીએ તો એમાં પણ છેલ્લા ત્રણ મહિના થી ૯૩૯ મોટો અવરોધ સાબિત થતો રહ્યો છે અને દરેક ઉછાળા આ સ્તરે અટવાયા છે. હાલ માં રિલાયન્સ ૮૬૪ ના અવરોધ પર અટવાઈ રહ્યો છે. પરંતુ, આજ ના દિવસે નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ માં જે ખુલ્યા-નીચા ભાવ નું ૮૩૯ નું સ્તર બન્યું છે, તે જોતા રિલાયન્સ નવાઈ સર્જી શકે છે.
હજી સુધી રિલાયન્સ નો સાપ્તાહિક ચાર્ટ મંદી ની લપેટ માંથી બહાર આવ્યો નથી. પરંતુ, ૮ કલાક ના ચાર્ટ પર રિલાયન્સ હાલ માં સુધારો નોધાવી રહ્યો હોઈ, હાલ માં રિલાયન્સ ૮૭૦ કે ૮૮૦ ના કોલ ઓપ્શન માં ખરીદી કરી શકાય. જયારે સાપ્તાહિક બંધ ૮૭૦ ની ઉપર જોવાય, તો કોલ ઓપ્શન માંથી પોઝીશન ફ્યુચર માં ફેરવી શકાય.
આજ તો નીચો ભાવ હવે રિલાયન્સ માં મુખ્ય ટેકો હોઈ, આ સ્ટ્રેટેજી નો સ્ટોપલોસ ૮૩૮ પર રાખવો હિતાવહ છે.