મીડ-ડે માર્કેટ
ગેપ-અપ ઓપનીંગ બાદ નિફ્ટીમાં ધીમો ઘસારો
વૈશ્વિક બજારોની પાછળ તીવ્ર ગેપ-અપ ઓપનીંગ બાદ ભારતીય બજારમાં ધીમો ઘસારો જોવા મળ્યો છે અને નિફ્ટી હાલમાં 0.34 ટકા સુધારા સાથે 14771 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે ઊપરમાં 14875ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં 14758નું તળિયું બનાવ્યું હતું. સાપ્તાહિક ધોરણે બેન્ચમાર્ક 2.65 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. નિફ્ટી માટે 14721નું બુધવારનું બંધ મહત્વનું છે. જે તૂટશે તો નિફ્ટી ફ્રિ ફોલ દર્શાવી શકે છે.
મેટલ, બેંકિંગ, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસિસમાં ખરીદીનો ટ્રેન્ડ
વિવિધ સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી મેટલ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. તે 1.4 ટકા મજબૂતી સાથે 3804 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં હિંદાલ્કો 4 ટકા સુધારા સાથે રૂ. 339 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય વેલસ્પન કોર્પ(3 ટકા), એપીએલ એપોલો(2 ટકા), ટાટા સ્ટીલ(1.6 ટકા), સેઈલ(1.5 ટકા), જિંદાલ સ્ટીલ(1.5 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે.
ઓટો ક્ષેત્રે આઉટપર્ફોર્મર્સ
ઓટોમોબાઈલ શેર્સમાં ટાટા મોટર્સ 2.14 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે મારુતિ 2 ટકા, એમએન્ડએમ 1.4 ટકા, મધરસન સુમી 1 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગ આઉટપર્ફોર્મર્સ
બેંકિંગ ક્ષેત્રે પ્રાઈવેટની સરખામણીમાં પીએસયૂ શેર્સ સારો સુધારો દર્શાવે છે. જેમાં બેંક ઓફ બરોડા(1.4 ટકા), એસબીઆઈ(1.3 ટકા) મુખ્ય છે. ખાનગી બેંકિંગમાં એચડીએફસી બેંક(1.3 ટકા), આરબીએલ બેંક(1.2 ટકા) સારો સુધારો દર્શાવી રહ્યાં છે.
મિડિયા શેર્સમાં મજબૂતી
નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.7 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટ 5 ટકા સુધારા સાથે રૂ. 213 પર ટ્રેડ થઈ રહ્યો છે. સન ટીવી નેટવર્ક પણ 3.5 ટકા અને જાગરણ પ્રકાશન 1.9 ટકાનો સુધારો દર્શાવે છે.
ઈન્ડિયા વીક્સમાં વધુ ઘટાડો
વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીક્સ 5 ટકા ઘટી 19.17 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે છેલ્લા બે મહિનાનું તળિયું છે. આમ જાન્યુઆરી આખરથી બજારમાં શરુ થયેલી વોલેટિલિટી ઓછી થાય તેવા સંકેતો છે. તેજીવાળાઓ માટે આ રાહતની બાબત છે. જોકે બજાર જ્યાં સુધી 15000 અને ત્યારબાદ 15400 પાર ના કરે ત્યાં સુધી નવી રેંજમાં જાય તેવી શક્યતા ઓછી છે.
ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
વૈશ્વિક બજાર પાછળ એમસીએક્સ ખાતે પણ કિંમતી ધાતુઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સિલ્વર મે વાયદો રૂ. 999ની વૃદ્ધિ સાથે રૂ. 68226 પર જ્યારે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 429ના સુધારે રૂ. 45269 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેઝ મેટલ્સમાં 0.5થી 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ પણ સાધારણ ઘટાડા સાથે રૂ. 4655 પર ટ્રેડ દર્શાવે છે.
Midday Market 18 March 2021
March 18, 2021