મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ જાળવેલું 15000નું લેવલ
એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં બાદ 15000નું સ્તર જાળવી રાખ્યું છે. નિફ્ટી 125 પોઈન્ટ્સના સુધારે 15082 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં તેણે 15119નું સ્તર દર્શાવ્યું હતું. નિફ્ટી 15000 પર ટકશે તો બુલ્સનો જુસ્સો મજબૂત બનશે અને આગામી દિવસોમાં તે વધુ સુધારા માટે તૈયાર થશે. હાલમાં તે કોન્સોલિડેશનમાં જોવા મળે છે અને 14900-15100ની સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે.
બેંક નિફ્ટીમાં 2 ટકાની મજબૂતી
બેંક નિફ્ટી 1.97 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. બેન્ચમાર્કે 36048ની ટોચ બનાવી છે અને દિવસની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ચમાર્કને પ્રાઈવેટ બેંક્સ તરફથી સારો સપોર્ટ સાંપડી રહ્યો છે. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક 3.25 ટકા સાથે ટોપ પર્ફોર્મર છે. જ્યારે આરબીએલ બેંક(3 ટકા), એચડીએફસી બેંક(3 ટકા), કોટક મહિન્દ્રા(2.34 ટકા), એક્સિસ બેંક(1.9 ટકા), એસબીઆઈ(1 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં છે. તમામ બેંકિંગ કંપનીઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહી છે.
ઈન્ડિયા વીક્સમાં 7 ટકાનો ઘટાડો
વોટેલિલિટી ઈન્ડેક્સમાં સતત ચોથા દિવસે નરમાઈ જોવા મળી રહી છે અને તે 7 ટકા ઘટાડા સાથે 23.03ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ અંતિમ ચાર દિવસોમાં તે 26 પરથી 3 પોઈન્ટ્સ નીચે આવી ચૂક્યો છે. જે સૂચવે છે કે ટૂંકાગાળામાં બજારમાં વોલેટિલિટીનું પ્રમાણ ઘટી શકે છે અને બજાર વધુ સુધારો દર્શાવી શકે છે.
ડિફેન્સિવ્સમાં નરમાઈ
આઈટી, ફાર્મા અને એફએમસીજી જેવા ડિફેન્સિવ ક્ષેત્રો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેનો અર્થ એવો થાય છે કે ઈન્વેસ્ટર્સ રિસ્ક ઓન મોડમાં છે અને તેઓ વધુ જોખમ લેવા માટે તૈયાર છે. નિફ્ટી આઈટી 0.43 ટકા, ફાર્મા 0.50 ટકા અને એફએમસીજી 0.31 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી એનર્જીમાં નરમાઈ
નિફ્ટી એનર્જી 1.21 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં નરમાઈ છે. બીપીસીએલ 4.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ગેઈલ 2.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન 2.5 ટકા, આઈઓસી 2.22 ટકા, એચપીસીએલ 1.3 ટકાનો ઘટાડો દર્શાવે છે.
સોનુ-ચાંદીમાં પોઝીટીવ ટ્રેડ
વૈશ્વિક બજારમાં સુધારા પાછળ સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે એપ્રિલ ગોલ્ડ ફ્યુચર રૂ. 96ના સુધારે રૂ. 44314 પર જ્યારે સિલ્વર રૂ. 191ના સુધારે રૂ. 66043ના સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે. ક્રૂડમાં પણ સાધારણ મજબૂતી જોવા મળે છે. જોકે કોપર, નીકલ, એલ્યુનિયમ, ઝીંકમાં નરમાઈ જોવા મળી રહી છે.