મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજાર પણ સાંકડી રેંજમાં અથડાઈ રહ્યું છે. નિફ્ટી 14918ની ટોચ બનાવી હાલમાં 14864 પર ટ્રેડ થઈ રહ્યો છે. નીચામાં તે 14806ના સ્તરે ટ્રેડ થયો હતો. બેન્ચમાર્કને 14900નો અવરોધ નડી રહ્યો છે અને તે ત્રણ દિવસથી આ સ્તરેથી પરત ફરે છે. કોઈ સ્થાનિક ટ્રિગર નથી જે બજારને અવરોધ પાર કરવામાં સહાયરૂપ બને. જોકે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી ચાલુ છે અને તેઓ ઝડપી સુધારો દર્શાવી રહ્યાં છે.
ફાર્મા શેર્સનો મજબૂત સપોર્ટ
ભારતીય બજારમાં આજે ફાર્માસ્યુટીકલ શેર્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. નિફ્ટી ફાર્મા 2.21 ટકા સુધારા સાતે 12899 પર ટ્રેડ કરી રહ્યો છે. ફાર્મા કાઉન્ટર્સમાં કેડિલા હેલ્થકેર 6 ટકા સાથે સૌથી મજબૂત કાઉન્ટર છે. જ્યારે ત્યારબાદ ઓરોબિંદો ફાર્મા 4 ટકા, સન ફાર્મા 3.7 ટકા, સિપ્લા 3 ટકા, લ્યુપિન 2.4 ટકા અને આલ્કેમ લેબોરેટરીઝ 1.8 ટકાની મજબૂતી દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ડિવિઝ લેબ 0.5 ટકાનો ઘટાડો સૂચવે છે.
પીએસયૂ બેંક શેર્સમાં પણ ભારે ખરીદી
એકબાજુ બેંક નિફ્ટી નરમાઈ દર્શાવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.5 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. ઘણા પીએસયૂ બેંક શેર્સ સર્કિટ ફિલ્ટરમાં બંધ જોવા મળી રહ્યાં છે. જેમકે સેન્ટ્રલ બેંક 10 ટકાની ઉપલી સર્કિટમાં બંધ છે. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંક તથા યૂકો બેંક પણ આ રીતે 10 ટકા સર્કિટમાં બંધ છે. બેંક ઓફ ઈન્ડિયા 8 ટકા, ઈન્ડિયાન બેંક 5 ટકા, કેનેરા બેંક 4 ટકા, યુનિયન બેંક 4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મેટલ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ
છેલ્લા એક મહિનાથી સતત સુધારતાં રહ્યાં બાદ મેટલ શેર્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટાડો સૂચવે છે. અગ્રણી સ્ટીલ શેર્સ ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે વેદાંત, સેલમાં પણ નરમાઈ જોવા મળે છે.
મીડ અને સ્મોલ-કેપમાં 0.7 ટકા સુધીનો સુધારો
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.7 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.61 ટકા મજબૂતી સૂચવે છે. મીડ-કેપ આઉટપર્ફોર્મર્સમાં અદાણી ટોટલ ગેસ 9 ટકાથી વધુ સુધારો સૂચવે છે. જ્યારે જેએસડબલ્યુ એનર્જી 9 ટકા, એલએન્ડટી ટેક્નોલોજી 5 ટકા, ગ્લેનમાર્ક 4 ટકાનો સુધારો સૂચવી રહ્યાં છે. સ્મોલ-કેપ્સમાં ગુજરાત આલ્કલીઝ 8 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 5 ટકા, મેટ્રોપોલીસ 4 ટકા, સન ફાર્મા એડવાન્સ 4 ટકા, વોખાર્ડ 4 ટકા અને કરુર વૈશ્ય બેંક 4 ટકાનો સુધારો સૂચવે છે.
Mid Day Market 9 April 2021
April 09, 2021