મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર શુક્રવારે વૈશ્વિક હરિફોની સામે આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. નિફ્ટી એક ટકાથી વધુનો સુધારો દર્શાવવા સાથે 12240ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે એશિયન બજારોમાં હેંગ સેંગ, સિંગાપુર અને ચીનમાં નરમાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાન, કોરિયામાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો છે.
નિફ્ટી 10 મહિનાની ટોચે
અગાઉ નિફ્ટી જાન્યુઆરીમાં 12200ના સ્તર પર ટ્રેડ થતો હતો. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટી અડધો ટકાનું પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યો છે. અંતિમ સપ્તાહમાં તે 5 ટકાનું જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં 9.22 ટકાનું રિટર્ન દર્શાવે છે. છ મહિનામાં તે 32 ટકાનું રિટર્ન સૂચવે છે.
ડાઉ ફ્યુચર્સમાં નરમાઈ
ડાઉ ફ્યુચર્સ 60 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રહ્યો છે અને 58238 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડ-સિવ્લરમાં મજબૂતી
એમસીએક્સ ખાતે સિલ્વર 0.8 ટકા અથવા રૂ. 503ની મજબૂતી સાથે રૂ. 64756ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનુ 0.2 ટકા અથવા રૂ. 94ના સુધારે રૂ. 52149ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
બેંકિંગ-એનબીએફસીમાં મજબૂતી
બજારમાં બેંકિંગ અને એનબીએફસી શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈ. 6.5 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે આરબીએલ બેંક 5.2 ટકા, બજાજ ફિનસર્વ 4.5 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 4.3 ટકા, એચડીએફસી બેંક 3 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2.6 ટકા અને પાવર ફાઈનાન્સ 2.5 ટકાનો સુધારો નોંધાવી રહ્યાં છે.
52-સપ્તાહની ટોચ
લિંડે ઈન્ડિયા, ફિલિપ્સ કાર્બન, ડિક્સોન ટેક્નોલોજી, એચડીફસી બેંક, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, એસઆરએફ, દાલમિયા ભારત, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, એજીએલ, લક્ષ્મી મશીન જેવા કાઉન્ટર્સ તેમના વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે ડિક્સોન ટેકનોલોજી જેવા કાઉન્ટર તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે. શુક્રવારે શેર રૂ. 10000ની સપાટીને પાર કરી ગયો હતો.