મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં નીચા મથાળેથી બાઉન્સ
નિફ્ટી ગેપ-ડાઉન ખૂલ્યાં બાદ ફરી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ નિફ્ટી નરમ ખૂલી વધુ ઘટાડે 14048નું તળિયું બનાવી 14155ની ટોચ દર્શાવીને હાલમાં 14130 પર ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. સેન્સેક્સ પણ 200થી વધુ પોઈન્ટ્સના ઘટાડા બાદ બપોરે ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે માર્કેટમાં તેજીવાળાઓ જબરદસ્ત પકડ ધરાવે છે અને તેઓ પ્રોફિટ બુકિંગ માટે હજુ પણ તૈયાર નથી.
ઈન્ડિયા વીઆઈએક્સ ફરી 20 ઉપર
ઈન્ડિયન વીઆઈએક્સ 2 ટકાથી વધુ ઉછળી 20. 46 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે માર્કેટમાં વોલેટિલિટી વધી શકે છે. ટ્રેડર્સે લોંગ પોઝીશન હળવી રાખવી જોઈએ. ચુસ્ત સ્ટોપલોસનું પાલન પણ કરવું જોઈએ. જોકે શોર્ટથી દૂર રહેવું જોઈએ.
માર્કેટને આઈટીનો મુખ્ય સપોર્ટ
નિફ્ટીને આઈટી કાઉન્ટર્સનો સપોર્ટ મળ્યો છે. નિફ્ટી આઈટી લગભગ 2 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. ટીસીએસનો શેર સવારે ખૂલતામાં રૂ. 3100ની ટોચને પાર કરી ગયો હતો. જ્યારે વિપ્રોનો શેર પણ 2 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 400ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
મેટલ, ઓટો, એનર્જિ, ઈન્ફ્રામાં નરમાઈ
સોમવારે 5 ટકાનો ઉછાળો દર્શાવનાર મેટલ ઈન્ડેક્સ 1.65 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે એનર્જિ ઈન્ડેક્સ એક ટકા ડાઉન છે. ઈન્ફ્રા. ઈન્ડેક્સ પણ નરમ ટ્રેડ થઈ રહ્યો છે.
માર્કેટબ્રેડ્થ પોઝીટીવ
બજારમાં શરૂઆત નરમાઈ સાથે થઈ હોવા છતાં મીડ અને સ્મોલ-કેપમાં લેવાલી જળવાય હતી. બીએસઈ ખાતે 3000થી વધુ ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1540માં પોઝીટીવ ટ્રેડ જોવા મળે છે. જ્યારે 1345માં નરમાઈ જોવા મળી રહી છે.
મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
મીડ-કેપ્સમાં ઘણા કાઉન્ટર્સ 10 ટકાથી વધુનો ઉછાળો દર્શાવી રહ્યાં છે. જેમાં આલ્કિલ એમાઈન્સ, ઈગારશી મોટર્સ ટ્રાઈડન્ટ, માસ્ટેક, રામ્કો સિસ્ટમ, ઈન્ડુસટાવર, નૌકરી, વૈભવ ગ્લોબલ અને બિરલા સોફ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વરમાં પોઝીટીવ ટ્રેડ
એમસીએક્સ ખાતે સોનું-ચાંદી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 41ના સુધારે રૂ. 51465 પર જયારે ચાંદી રૂ. 332ના સુધારે રૂ. 70368ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
|