મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14100 અને સેન્સેક્સ 48000ને પાર
ભારતીય બજારમાં અપેક્ષા મુજબ જ ગેપ-અપ ઓપનીંગ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક્સ ટોચ પર જ ખૂલ્યાં હતાં અને ઘસાયાં હતાં. જોકે ઈન્ટ્ર-ડે કરેક્શન આપીને પોઝીટીવ ઝોનમાં પરત ફર્યાં હતાં. નિફ્ટી 14114ની ટોચ બનાવી નીચામાં 13954 થઈ 14074 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 48164ની ટોચ બનાવી 47594 સુધી ગગડ્યો હતો અને ફરી 48000 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ટીસીએસ રૂ. 3000ને પાર
આઈટી અગ્રણી ટીસીએસનો શેર પણ પ્રથવાર રૂ. 3000ની સપાટી કૂદાવી ગયો છે. 2 ટકાથી વધુ સુધારા સાથે કંપનીનો શેર તેના બાયબેક પ્રાઈસ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીની બાયબેક ઓફર ગયા શુક્રવારે બંધ થઈ હતી. કંપનીએ નવા વર્ષની ગિફ્ટ રૂપે રિટેલ પાસેની તમામ ઓફર્સ ખરીદશે એમ જણાવ્યું હતું.
જાહેર સાહસો ફરી ડિમાન્ડમાં
પબ્લિક સેક્ટર યુનિટ્સમાં સોમવારે ભારે ખરીદી જોવા મળી રહી છે. લાર્જ-કેપ્સ, મીડ-કેપ્સ સહિતના કાઉન્ટર્સ જબરદસ્ત સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં ઓએનજીસી 5 ટકા મજબૂતી ટ્રેડ દર્શાવી રહ્યો છે. એ સિવાય નેલ્કો, સેઈલ, ભેલ, ગેઈલ, એનએમડીસી, એમએમટીસી જેવા કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી રહી છે.
સ્ટીલ શેર્સો બે વર્ષની ટોચ પર
સ્ટીલ શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે અને ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, સેઈલ સહિતના શેર્સ તેમની બે-ત્રણ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે.
આઈટી-ફાર્મા કાઉન્ટર્સમાં પણ મજબૂતી
ટીસીએસ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી અને ટેકમહિન્દ્રા તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. ઉપરાંત સન ફાર્મા પણ રૂ. 600ની સપાટીને પાર કરી ગયો છે. લાર્સન પણ મજબૂતી દર્શાવે છે.
મીડ-કેપ્સમાં પણ ભારે લેવાલી
બીએસઈ એ જૂથના કેટલાક કાઉન્ટર્સ દ્વિઅંકી મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેમાં અશોલ લેલેન્ડ, ટ્રાઈડન્ટ, સનફ્લેગ આર્યન, એલાન્ટાસ, ગ્રિવ્ઝ કોટન, ટીન પ્લેટ અને જેકે પેપર જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
પોઝીટીવ માર્કેટ-બ્રેડ્થ
મીડ અને સ્મોલ-કેપ્સમાં ઊંચી લેવાલી પાછળ માર્કેટબ્રેડ્થ ખૂબ પોઝીટીવ જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 3088 કાઉન્ટર્સમાંથી 1931 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1008 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવે છે. આમ લગભગ બે શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 511 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ ફિલ્ટરમાં બંધ જોવા મળી રહ્યાં છે. જ્યારે 381 કાઉન્ટર્સ 51-સપ્તાહની ટોચ દર્શાવી રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વર સહિત કોમોડિટીઝમાં મજબૂતી
ગોલ્ડમાં 1.33 ટકાનો જ્યારે સિલ્વરમાં 2.7 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો ઈન્ટ્રા-ડે રૂ. 1900થી વધુના સુધારે રૂ. 70000ની સપાટીને પાર કરી ગયો હતો. જ્યારે સોનું રૂ. 50958 પર જોવા મળ્યું હતું. આ સિવાય નીકલમાં 4 ટકાથી વધુ અને નેચરલ ગેસમાં 3 ટકાથી વધુ સુધારો જોવા મળી રહ્યો છે.