મીડ-ડે માર્કેટ
ગેપ-ડાઉન ઓપનીંગ બાદ માર્કેટમાં રિકવરી
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ખૂલેલાં ભારતીય બજારમાં તળિયાના સ્તરેથી નોંધપાત્ર રિકવરી જોઈએ છે. બેન્ચમાર્ક નિફ્ટ 14416નું તળિયું દર્શાવી 14561ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે શુક્રવારના તેના 14631ના બંધથી 0.5 ટકાનો સાધારણ ઘટાડો સૂચવે છે. એશિયન બજારોમાં જોકે બાઉન્સના કોઈ સંકેતો નથી. આમ ભારતીય બજાર આઉટપર્ફોર્મન્સ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈન્ડિયા વીક્સ ટોચથી પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ સવારે ખૂલતાંમાં 5 ટકાની મજબૂતી દર્શાવતો હતો. જે બજારમાં બાઉન્સ બાદ 3 ટકાનો સુધારો દર્શાવે છે. ઈન્ડિયા વિક્સ 24.54ની તાજેતરની ટોચ બનાવી 23.68 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી સ્મોલ-કેપ્સમાં પોઝીટીવ ટ્રેન્ડ
લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ સ્મોલ-કેપ્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે 8612ની ટોચ બનાવી લગભગ ત્યાં જ ટ્રેડ થઈ રહ્યો છે. તે 8645ની ટોચથી 40 પોઈન્ટ્સ છેટે જોવા મળી રહ્યો છે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ 8 ટકા, ઈઆઈડી પેરી 7 ટકા, બલરામપુર ચીની 5 ટકા, લૌરસ લેબ 4 ટકા, દિપક નાઈટ્રેટ 3 ટકા, સ્પંદન સ્ફૂર્તિ 3 ટકા, હિંદુસ્તાન કોપર 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
બેંકિંગમાં ઊંચા સ્તરે વેચવાલી
માર્કેબેટને સૌથી વધુ ફટકો બેંક શેર્સ તરફથી પડી રહ્યો છે બેંક નિફ્ટી 1.7 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. જોકે તેણે રૂ. 32000નો સપોર્ટ જાળવ્યો છે. બેંક શેર્સમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 7 ટકા, બંધન બેંક 4 ટકા, એસબીઆઈ 2 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2 ટકા, પીએનબી 2 ટકા, ફેડરલ બેંક 2 ટકા, એક્સિસ બેંક 2 ટકા અને એચડીએફસી બેંક 1.6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ઓટો, ફાર્મા, એફએમસીજી અને મેટલમાં પોઝીટીવ ટ્રેન્ડ
બજારમાં નીચા સ્તરેથી ઓટો, ફાર્મા, એફએમસીજી અને મેટલ્સમાં ખરીદી જોવા મળી છે. ચારેય ઈન્ડેક્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. મેટલ્સમાં સેઈલ વધુ 4 ટકા સુધારા સાથે રૂ. 125 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે નાલ્કો 3 ટકા સાથે રૂ. 67 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત મોઈલ, વેદાંતા, હિંદાલ્કો અને ટાટા સ્ટીલ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
એફએમસીજીમાં વ્યાપક લેવાલી
નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ બજારને સપોર્ટ આપી રહ્યો છે. જે 0.85 ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં મેરિકો, વરુણ બેવરેજીસ, કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફૂડ્સ વગેરે અગ્રણી સુધારો દર્શાવી રહ્યાં છે.
Mid Day Market 3 May 2021
May 03, 2021