મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 13800નું સ્તર તોડ્યું
નિફ્ટીએ 13810ના સ્તરે ઓપન થઈને 13898ની ટોચ બનાવી 13746નું બોટમ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક 1.5 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. બેન્ચમાર્કને 13700નો સપોર્ટ છે. જે તૂટતાં બ્લડબાથની શક્યતા છે. સેન્સેક્સ પણ 700 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
આઈટી, રિઅલ્ટી, એફએમસીજી, બેંકિંગમાં ઘટાડો
બજારને ગબડાવવામાં આઈટી, એફએમસીજી અને બેંકિંગનું મુખ્ય યોગદાન છે. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. નિફ્ટી આઈટી 2 ટકા અને નિફ્ટી એફએમસીજી 1.7 ટકા ડાઉન છે. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને નિફ્ટી રિઅલ્ટી અનુક્રમે 2.11 ટકા અને 2.57 ટકાનો ઘટાડો સૂચવે છે.
સેન્સેક્સ કાઉન્ટર્સમાં એક્સિસને બાદ કરતાં બધાં નરમ
સેન્સેક્સના 30 શેર્સમાંથી 29 શેર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે એકમાત્ર એક્સિસ બેંક જેવું કાઉન્ટર 3.6 ટકાની મજબૂતી દર્શાવતાં હતાં. બુધવારે બજાર બંધ થયા બાદ વિપરીત પરિણામો રજૂ કરવા છતાં કાઉન્ટરમાં મજબૂતી જોવા મળી હતી. ફેડરલ બેંકમાં પણ 2 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. ઘટાડો દર્શાવતાં 29 કાઉન્ટર્સમાં એચડીએફસી બેંક 4.5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે ત્યારબાદ પાવરગ્રીડ કોર્પોરેશન, હિંદુસ્તાન યુનિલીવર, પાવરગ્રીડ, કોટક બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે.
કેટલાક એનએસઈ-500 કાઉન્ટર્સમાં મજબૂતી
કેટલાક પસંદગીના કાઉન્ટર્સમાં ખરાબ બજારે પણ લેવાલી જોવા મળી રહી છે. જેમાં હેવેલ્સ ઈન્ડિયાનો શેર 5.21 ટકાનો ઉછાળો દર્શાવે છે. પેટ્રોનેટ એલએનજી 1.5 ટકા, એચપીસીએલ 1.7 ટકા, બીપીસીએલ 1.4 ટકા, બાયોકોન 1.5 ટકા અને હીરોમોટોકોર્પ 1.75 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ઓટો શેર્સ પ્રમાણમાં મજબૂત છે અને તેથી નિફ્ટી ઓટો ફ્લેટ ટ્રેડ દર્શાવે છે.
ઈન્ડિયન વીક્સમાં સાધારણ વૃદ્ધિ
બુધવારે 4 ટકાથી વધુનો સુધારો દર્શાવનાર ઈન્ડિયન વીક્સમાં ગુરુવારે 0.9 ટકાની સાધારણ વૃદ્ધિ જોવા મળતી હતી. જે સૂચવે છે કે માર્કેટમાં કેટલોક સમય કોન્સોલિડેશન અપેક્ષિત છે. માર્કેટને 14200નો મુખ્ય અવરોધ રહેશે. જ્યારે નીચે 13100નો મહત્વનો સપોર્ટ રહેશે. બજેટને અનુલક્ષીને બજારમાં હળવી પોઝીશન રાખવી હિતાવહ છે.