મીડ-ડે માર્કેટ
ભારતીય બજાર મજબૂત ઓપનીંગ બાદ મોટાભાગનો સમય રેડ ઝોનમાં ટ્રેડ થયું છે. લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જ્યારે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી જોવા મળી રહી છે. નિફ્ટી 13035ની ટોચ દર્શાવી 12945 પર જોવા મળી હતી. આમ હજુ પણ તે ટ્રેન્ડ રિવર્સલ ઝોનમાં નથી. 12730ના સ્ટોપલોસ સાથે ટ્રેડર્સે લોંગ પોઝીશન જાળવી રાખવાની સલાહ છે.
બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
માર્કેટમાં મીડ-કેપ્સ મોમેન્ટમ દર્શાવી રહ્યાં છે. બીએસઈ ખાતે 1700 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 960 કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી રહી છે. આમ માર્કેટ માર્કેટ બ્રેડ્થ મજબૂતી છે
ઓટો, ફાર્મા અને સ્ટીલમાં મજબૂતી
સેન્સેક્સ કાઉન્ટર્સમાં 11 કાઉન્ટર્સ સિવાય અન્ય તમામ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ઓટો શેર્સમાં બજાજ ઓટો 3.5 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે ટાટા સ્ટીલ, ટાઈટન, સન ફાર્મા, એનટીપીસી અને એશિયન પેઈન્ટ્સ એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે ટીસીએસ, એચસીએલ ટેક, પાવરગ્રીડ અને એચડીએફસી એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ મોમેન્ટમ
મીડ-કેપ્સમાં એમજીએલ, આઈજીએલ, વીબીએલ, જીએસપીએલ, ગ્રિવ્સકોટન, કમિન્સ ઈન્ડ., એલએન્ડટી ફાઈ., અદાણી ગેસ, બજાજ કન્ઝ્યમૂર, ઈન્ડિયાબુલ્સરિઅલ એસ્ટેટ, કેડિલા હેલ્થકેર અને જેએન્ડકે બેંકમાં 12 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે.
સોનું ફ્લેટ, ચાંદી નરમ
એમસીએક્સ ખાતે સોનુ સાધારણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ડિસેમ્બર ગોલ્ડ વાયદો રૂ. 48546ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ચાંદી 0.62 ટકાના ઘટાડે રૂ. 59500 પર ટ્રેડ થઈ રહ્યો છે. કોપર રૂ. 573ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે.