Mid Day Market 26 April 2021

મીડ-ડે માર્કેટ

નિફ્ટી 14500ને પાર કરવામાં સફળ

યુએસ બજારોમાં મજબૂતી પાછળ એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજાર છેલ્લા બે દિવસની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી 14341ના બંધ સામે 14558ની ટોચ બનાવી 14519 પર ટ્રેડ કરી રહ્યો છે. તે દિવસનો મોટાભાગનો સમય 14500નું સ્તર સાચવીને બેઠો છે. આમ બજારમાં મજબૂતી જળવાય છે. જો નિફ્ટી 14550 પર બંધ આપશે તો તે 14700 સુધીનો સુધારો દર્શાવી શકે છે. જે સ્તરે તેને અવરોધ નડી શકે છે.



બેંક નિફ્ટીમાં અઢી ટકાનો ઉછાળો

શેરબજારને મુખ્ય સપોર્ટ બેંકિંગ તરફથી મળી રહ્યો છે. બેંક નિફ્ટી 2.5 ટકા મજબૂતી સાથે 32505ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે બેંકિંગમાં શોર્ટ ટર્મ માટે તેજીનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. માર્ચ ક્વાર્ટરના સારા પરિણામો પાછળ બેંક શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. શનિવારે આઈસીઆઈસીઆઈ બેંકે મજબૂત પરિણામો દર્શાવ્યાં બતાં. બેંક શેર 5 ટકાથી વધુ મજબૂતી સાથે રૂ. 600નું સ્તર પાર કરી ગયો છે. આ ઉપરાંત ફેડરલ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, આઈડીએફસી બેંક, કોટક મહિન્દ્રા વગેરેમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળી રહ્યો છે.

બજારમાં મજબૂતી વચ્ચે ઈન્ડિયા વિક્સમાં ઉછાળો

સોમવારે સ્થાનિક બજાર જ્યારે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યું છે ત્યારે વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકાની મજબૂતી સૂચવી રહ્યો છે. તે 23.47ના સ્તરે જોવા મળે છે. આમ બજારમાં આગામી દિવસોમાં વોલેટિલિટી જળવાશે અને તેથી ટ્રેડર્સે પૂરતી તકેદારી રાખવાની રહેશે.

ફાર્મા નરમ, આઈટીમાં પણ સાધારણ સુધારો

માર્કેટમાં ડિફેન્સિવ સેક્ટર્સનો દેખાવ નબળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ગયા સપ્તાહ સુધી મજબૂતી દર્શાવનાર ફાર્મા ઈન્ડેક્સમાં એકદમ વેચવાલી જોવા મળી રહી છે. કેડિલામાં સ્ટોક સ્પેસિફિક મજબૂતી જોવા મળે છે. જોકે સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, લ્યૂપિન વગેરેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટી ઈન્ડેક્સ પણ 0.2 ટકાનો સાધારણ સુધારો દર્શાવી રહ્યો છે. જેમાં એમ્ફેસિસ, માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, ઈન્ફોસિસ અને વિપ્રોનું યોગદાન છે. જ્યારે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને કોફોર્જમાં નરમાઈ જોવા મળી રહી છે.

બેઝ મેટ્લ્સમાં તેજી યથાવત, ગોલ્ડ-સિલ્વરમાં સાધારણ નરમાઈ

બેઝ મેટ્લ્સમાં મજબૂતી ટકેલી છે. એમસીએક્સ ખાતે કોપર તેની ઓલ-ટાઈમ હાઈ નજીક આવી ગયો છે. લેડ પણ મજબૂતી દર્શાવે છે. એલ્યુમિનિયમ નોંધપાત્ર સુધારા બાદ કોન્સોલિડેશનમાં છે પરંતુ તે રૂ. 200ના સ્તરને પાર કરે તેવી સંભાવના ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. એમસીએક્સ ગોલ્ડ જૂન વાયદો રૂ. 117ના ઘટાડે રૂ. 47517ના ભાવે જ્યારે ચાંદી રૂ. 420ના ઘટાડે રૂ. 68254 પર ટ્રેડ કરી રહી છે. ક્રૂડમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage