મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 14350નો સપોર્ટ તોડ્યો
ભારતીય બજાર વચગાળા માટે મંદીમાં સરે પડે તેવા સંકેતો સાંપડ્યાં છે. નિફ્ટીએ ગયા સપ્તાહે દર્શાવેલા 14350ના મહત્વનો સપોર્ટને તોડ્યો છે અને 14285નું લો દર્શાવ્યું છે. હાલમાં તે 14318 પર ટ્રેડ થઈ રહ્યો છે. હવે નિફ્ટીને 14000 અને 13600ના સપોર્ટ સાંપડી શકે છે. વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેડ વચ્ચે ભારતીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સૂચવે છે કે બજાર હજુ નીચે તરફ ગતિ જાળવી રાખશે. લોંગ ટ્રેડર્સે તેમની પોઝીશનમાંથી એકવાર બહાર નીકળી જવુ હિતાવહ છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સ 14700ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન લઈ શકે છે.
કેશ સેગમેન્ટમાં પસંદગીના મીડ-કેપ્સ ભેગા કરવાનો સમય
લાર્જ-કેપ્સ જ્યારે ડૂબકી લગાવી રહ્યાં છે ત્યારે મંદીનો લાભ લઈ પસંદગીના મીડ-કેપ્સ ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. ઘણા ક્વોલિટી કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટીએથી 30-40 ટકા જેટલો કરેક્ટ થઈ ચૂક્યાં છે અને તેમાં મધ્યમથી લાંબાગાળા માટે ઈન્વેસ્ટ કરવાની તક ઊભી થઈ છે. ઈન્વેસ્ટર્સ બે તબક્કામાં ખરીદીનું વિચારી 50 ટકા રકમને હાલના સમયે બજારમાં રોકી શકે છે.
ઈન્ડિયા વીક્સમાં ચોથા દિવસે સુધારો
સપ્તાહના ચોથા દિવસે બજાર નરમ રહેલાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ડિયા વીક્સ 2.18 ટકાના સુધારે 22.95 પર જોવા મળી રહ્યો છે. જે અંતિમ સપ્તાહની ટોચ છે.
ઓટો, બેંકિંગ, મેટલ સહિત તમામ ક્ષેત્રોમાં નરમાઈ
નિફ્ટીના સેક્ટરલ સૂચકાંકોમાં ઓટો ઈન્ડેક્સ 2.72 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે તે સિવાય મેટલ 1.7 ટકા, નિફ્ટી એફએમસીજી 1.7 ટકા, નિફ્ટી રિઅલ્ટી 2.31 ટકા, નિફ્ટી એનર્જી 2.07 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ઓટો ક્ષેત્રે મધરસન સુમી 5.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે એ સિવાય મારુતિ સુઝુકી 3.7 ટકા, અશોક લેલેન્ડ 3.7 ટકા, આઈશર મોટર 3.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. નિફ્ટી એનર્જી ક્ષેત્રે અદાણી ટ્રાન્સમિશન 3.7 ટકા, આઈઓસી 3.44 ટકા, ટાટા પાવર 3 ટકા, બીપીસીએલ 2.6 ટકા, એનટીપીસી 2.3 ટકા અને રિલાયન્સ 1.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી
બજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે. જેમાં નિફ્ટી મીડ-કેપ્સ 2.3 ટકા અને નિફ્ટી સ્મોલ-કેપ 2.5 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે. મીડ-કેપ્સમાં ધાની સર્વિસિસ 8 ટકા, વોડાફોન આઈડિયા 7 ટકા, ફ્યુચર રિટેલ 6 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ 6 ટકા, કેનેરા બેંક 6 ટકા અને અદાણી ગ્રીન 5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે સ્મોલ-કેપ્સમાં એનસીસી 6 ટકા, એમએમટીસી 6 ટકા, ડિક્સોન ટેક્નોલોજી 6 ટકા અને કરુર વૈશ્ય 6 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.