મીડ-ડે માર્કેટ
નિફ્ટીમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ
બેન્ચમાર્ક નિફ્ટી વૈશ્વિક બજારો પાછળ જોરદાર ગેપ-અપ ઓપનીંગ બાદ તેનો અડધો સુધારો ભૂંસીને ટ્રેડ થઈ રહ્યો છે. જે ફરીવાર 15100-15400ના ઝોનને પ્રોફિટ બુકિંગ ઝોન અથવા અવરોધ ઝોન તરીકે સ્થાપિત કરે છે. વૈશ્વિક બજારમાં મજબૂતીને કારણે જ ભારતીય બજાર પોઝીટીવ ઝોનમાં ટકેલું છે.
ઈન્ડિયા વીઆઈએક્સમાં ઘટાડાથી રાહત
બજારમાં મજબૂતી વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા વીક્સ 3.6 ટકા ઘટી 23.31ના સ્તરે જોવા મળી રહ્યો છે. આમ સતત બીજા દિવસે વીક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બજારમાં વોલેટિલિટી ઘટશે તેનો સંકેત છે.
નિફ્ટી બેંકમાં બીજા દિવસે લેવાલી
બેંક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પાછળ 37232ની ટોચ બનાવી 36737 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 0.9 ટકા પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે. બેંકિંગ કાઉન્ટર્સ જેવાકે ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીએનબી, એચડીએફસી બેંકમાં એક ટકાના સુધારા પાછળ મજબૂતી જોવા મળી રહી છે. માત્ર આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંક નરમાઈ દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી પીએસઈ નવી ટોચ પર
જાહેર સાહસોમાં ખરીદીનો દોર ચાલુ છે. નિફ્ટી પીએસઈ 3 ટકાના સુધારે 3285 પર ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં અગ્રણી કાઉન્ટર્સમાં ભેલ, જનરલ ઈન્શ્યોરન્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, બીપીસીએલ, નાલ્કો, એનટીપીસી, એચપીસીએલ, પાવર ફાઈનાન્સ અને આઈઓસી જેવા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી
નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ પણ એક ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ પોઝીટીવ જોવા મળી રહી છે. જેમાં 2854 કાઉન્ટર્સમાંથી 1717 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે માત્ર 986 નેગેટિવ ટ્રેડ દર્શાવે છે.
સિલ્વર ફરી રૂ. 70000 નજીક
વૈશ્વિક બજારમાં મજબૂતી પાછળ એમસીએક્સ ખાતે સિલ્વરના ભાવ રૂ. 70 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. ચાંદીમાં અંડરટોન મજબૂત છે અને બેઝ મેટલ્સમાં તીવ્ર મજબૂતી પાછળ તે ઝડપી ઉછાળો દર્શાવી શકે છે. એમસીએક્સ કોપરે રૂ. 745ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. અંતિમ બે સપ્તાહમાં તે લગભગ રૂ. 100નો ઉછાળો દર્શાવી રહ્યું છે. ક્રૂડ પણ રૂ. 4600ની સપાટી પાર કરી ગયું છે. જોકે ગોલ્ડમાં નરમાઈ જોવા મળે છે અને તે રૂ. 46500 પર ટ્રેડ થઈ રહ્યું છે.