સેન્સેક્સે 50000 અને નિફ્ટીએ 14700 પણ પાર કર્યું
બજાર માટે ગુરુવાર લેન્ડમાર્ક દિવસ હતો. કેમકે સેન્સેક્સે તેના ઈતિહાસમાં પ્રથમવાર 50000ના સીમાચિહ્નને પાર કર્યું હતું. નિફ્ટી પણ 14700ને પાર કરી ગયો હતો. બજારમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય બજાર આઉટપર્ફોર્મર જોવા મળી રહ્યું છે.
નિફ્ટીને એફએમસીજી અને ઓટોમોબાઈલનો સપોર્ટ
બેન્ચમાર્કને ઓટોબાઈલ તરફથી બીજા દિવસે સપોર્ટ સાંપડ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો છે. જ્યારે એફએમસીજી 1 ટકો મજબૂત ટ્રેડ દર્શાવે છે. બેંકિંગ પણ પોઝટીવ ટ્રેડ થઈ રહ્યો છે. જોકે મેટલ, રિઅલ્ટી ઘટાડો સૂચવે છે. રિલાયન્સ ઈન્ડ પાછળ એનર્જિનો સપોર્ટ પણ છે.
રિલાયન્સે રૂ. 2100નું સ્તર પાર કર્યું
બજારને મહત્વનો સપોર્ટ રિલાયન્સ ઈન્ડ. તરફથી સાંપડ્યો છે. તે રૂ. 2120ના સ્તરને પાર કરી ગયો છે અને ત્રણ ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. સેબીએ એમેઝોન અને ફ્યુચર્સ ગ્રૂપના ડીલને મંજૂરી આપતાં રિલાયન્સ ઈન્ડ.ના શેરમાં તેજી જોવા મળી હતી. અંતિમ સપ્તાહમાં તે રૂ. 200 જેટલો સુધરી ચૂક્યો છે.
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ મજબૂતી
માર્કેટમાં ત્રીજા દિવસે લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જોવા મળી રહી છે. જોકે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી છે. 1350 શેર્સમાં સુધારા સામે 1570 કાઉન્ટર્સ નરમાઈ સૂચવી રહ્યાં છે. જ્યારે નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ 0.4 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
પસંદગીના મીડ-કેપ્સમાં તીવ્ર લેવાલી
કેટલાક પસંદગીના મીડ-કેપ્સમાં તીવ્ર લેવાલી જોવા મળી રહી છે. જેમાં જેકે ટાયર 16 ટકા, સનક્લે 13 ટકા, એસએમએસ ઈસુઝુ 12 ટકા, સારેગામા 12 ટકા, હેવેલ્સ 10 ટકા, સિએટ ટાયર 10 ટકા, એપોલો ટાયર 10 ટકા અને ઈન્ડિયામાર્ટ 9 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.