મીડ-ડે માર્કેટ
નિફ્ટી 14500 પર ખૂલી ફ્લેટ બન્યો
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. નિફ્ટી 14500ની સપાટી પર 14527ની ટોચ દર્શાવી ધીમે-ધીમે ઘસાતો રહ્યો છે. બપોરે તે 14370 પર 11 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ઊંચા સ્તરે ટકવામાં બજાર અસમર્થતા અનુભવી રહ્યું છે. નિફ્ટીને 14350 અને 14200 બે મહત્વના સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે.
નિફ્ટીમાં આઉટપર્ફોર્મર્સ
નિફ્ટી કાઉન્ટર્સમાં ફાર્મા, એનબીએફસી, બેંકિંગ, ઓટો ક્ષેત્રના અગ્રણી કાઉન્ટર્સ સારો દેખાવ દર્શાવી રહ્યાં છે. જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરી 4.57 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે બજાજ ફીનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા કન્ઝ્યૂમર, ઈન્ડઈન્ડ બેંક, એચડીએફસી લાઈફ, બજાજ ઓટો, ટાઈટન 2-4 ટકાની રેંજમાં સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીના અન્ડરપર્ફોર્મર્સ
નિફ્ટીમાં આઈટી અને સિમેન્ટ કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. એચસીએલ ટેકનોલોજી 3 ટકા સાથે સૌથી વિપરીત દેખાવ દર્શાવી રહ્યો છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ અને શ્રી સિમેન્ટ, એચડીએફસી ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, બ્રિટાનિયા અને આઈટીસી પણ નરમ ટ્રેડ થઈ રહ્યાં છે.
બેંકિંગ ક્ષેત્રે પરત ફરી રહેલી સ્થિરતા
સોમવારે નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યાં બાદ આજે બેંકિંગ શેર્સમાં ફરી સ્થિરતા પરત ફરી છે. બેંક નિફ્ટી અડધો ટકા મજબૂતી સાથે ટ્રેડ થઈ રહી છે. ખાનગી બેંકિંગ શેર્સ જેવાકે ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં 0.50 ટકાથી 3 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે. જોકે એચડીએફસી, આઈડીએફસી ફર્સ્ટ અને આઈસીઆઈસીઆઈ બેંક સાધારણ ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિયા વિક્સમાં સાધારણ નરમાઈ
માર્કેટમાં સુધારો છતાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળ્યો. ઈન્ડિયા વિક્સ 1 ટકાથી વધુના ઘટાડે 22.26 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે બજારમાં હજુ પણ ઊંચી વધ-ઘટ જોવા મળી શકે છે. એપ્રિલ મહિનાની એક્સપાયરી સુધી આ પ્રકારની વધ-ઘટ સંભવ છે.
Mid Day Market 20 April 2021
April 20, 2021