મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 15 હજાર અને સેન્સેક્સે 50 હજાર પાર કર્યાં
ભારતીય બજારમાં તેજીવાળાઓનો દબદબો પરત ફર્યો છે. બંને બેન્ચમાર્ક્સ ફરી એકવાર મહત્વના સીમાચિહ્નો પર ટ્રેડ કરી રહ્યાં છે. જેમાં નિફ્ટી 15134ના સ્તર પર જોવા મળ્યો છે. તે 1.3 ટકા મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે સેન્સેક્સ ફરી એખવાર 50 હજારા સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટીને પીએસયુ, ઓટોમોબાઈલ, મેટલ્સ અને બેંકિંગનો સપોર્ટ મળી રહ્યો છે. નિફ્ટીના 50માંથી માત્ર 6 ઘટક શેર્સ જ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં ભારતી એરટેલ, આઈટીસી, યૂપીએલ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા અને સિપ્લાનો સમાવેશ થાય છે.
ઓટો, મિડિયા, મેટલ અને એનર્જિમાં 2 ટકાથી વધુ સુધારો
નિફ્ટી ઓટોમોબાઈલ ઈન્ડેક્સ 2.8 ટકા જેટલો તીવ્ર સુધારો દર્શાવી રહ્યો છે. ઓટો કાઉન્ટર્સમાં અશોક લેલેન્ડ 5 ટકા, બજાજ ઓટો 4 ટકા, ટાટા મોટર્સ 4 ટકા, આઈશર મોટર્સ 3 ટકા, એમએન્ડએમ 3 ટકા, ટીવીએસ મોટર 3 ટકા, એમઆરએફ 2 ટકા અને હીરોમોટોકોર્પ પણ 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મેટલ્સમાં તીવ્ર બાઉન્સ
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.4 ટકા સાથે બીજા ક્રમે સુધારો દર્શાવી રહ્યો છે. તેના મુખ્ય ઘટકોમાં હિંદુસ્તાન કોપર 8 ટકા, હિંદુસ્તાન ઝીંગ 7 ટકા, જિંદાલ સ્ટીલ 4 ટકા, ટાટા સ્ટીલ 3 ટકા, સેઈલ 3 ટકા, હિંદાલ્કો 3 ટકા અને એનએમડીસી પણ 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
નિફ્ટી એનર્જીમાં 2 ટકાનો ઉછાળો
અદાણી ટ્રાન્સમિશન, પાવર ગ્રીડ કોર્પો, ટાટા પાવર, એચપીસીએલ, રિલાયન્સ અને ગેઈલ જેવા કાઉન્ટર્સ પાછળ નિફ્ટી એનર્જી મજબૂતી દર્શાવી રહ્યો છે. તે 2 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે.
નિફ્ટી બેંક પણ 1.6 ટકા મજબૂત
સોમવારે તીવ્ર સુધારો દર્શાવનાર નિફ્ટી બેંક મંગળવારે પણ મજબૂતી દર્શાવી રહ્યો છે. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 34143ની ટોચ દર્શાવી હતી. નિફ્ટી બેંકમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4.4 ટકા, ફેડરલ બેંક 3.4 ટકા, બંધન બેંક 3 ટકા, એચડીએફસી બેંક 3 ટકાનો તથા ઈન્ડસઈન્ડ બેંક 2.3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
Mid Day Market 18 May 2021
May 18, 2021