મીડ-ડે માર્કેટ
માર્કેટમાં ઈન્ટ્રા-ડે ઊંચી વધ-ઘટ
બજેટ બાદ 1800 પોઈન્ટ્સના ઉછાળા બાદ નિફ્ટીમાં હવે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. ઊંચા સ્તરે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહી હોય તેમ જણાય છે. જે ફેબ્રુઆરી એક્સપાયરી અગાઉ બજારમાં મોટી વધ-ઘટનો સંકેત આપે છે. બુધવારે નિફ્ટી 15201ના તળિયા અને 15314ની ટોચ વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં સેક્ટર સ્પેસિફિક તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 15000ના સપોર્ટને ધ્યાનમાં રાખીને લોંગ પોઝીશન જાળવી શકાય છે.
પીએસયૂ બેંક્સમાં બીજા દિવસે તેજી
સરકારે ખાનગીકરણ માટે ચાર પીએસયૂ બેંક્સના નામ જાહેર કર્યા બાદ પીએસયૂ બેંક ક્ષેત્રે મજબૂતી જોવા મળી છે. પ્રાઈવેટાઈઝેશન માટે નક્કી કરવામાં આવેલી ચાર બેંક્સના શેર્સ લગભગ 20 ટકાની સર્કિટમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તે સિવાયની બેંક્સના શેર્સ પણ 10 ટકા સુધીનો સુધારો નોંધાવી રહ્યાં છે. જેની પાછળ નિફ્ટી પીએસયૂ બેંક 5.24 ટકા ઉછાળા સાથે 2436ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે પણ તે નોંધપાત્ર સુધર્યો હતો.
બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, આઈઓબી અને બેંક ઓફ મહારાષ્ટ્ર ઉપલી સર્કિટમાં
બેંક ઓફ મહારાષ્ટ્રનો શેર સતત બીજા દિવસે 20 ટકાની સર્કિટમાં રૂ. 22.85ના ભાવ પર બંધ જોવા મળી રહ્યો છે. જ્યારે ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો શેર પણ 20 ટકાની સર્કિટમાં રૂ. 15.70ની સપાટીએ બંધ જોવા મળ્યો છે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાનો શેર 19 ટકા ઉછાળે રૂ. 84.10ની સપાટીએ તથા સેન્ટ્રલ બેંક 19 ટકા ઉછાળે રૂ. 19.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એ સિવાય યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 9 ટકા, ઈન્ડિયન બેંક 7 ટકા, પીએનબી 6 ટકા, જેકે બેંક 5 ટકા, બેંક ઓફ બરોડા 4 ટકા, એસબીઆઈ 2 ટકા, કેનેરા બેંક 2 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે.
બેંક નિફ્ટીમાં નરમાઈ
પીએસયૂ બેંક્સમાં મજબૂતી છતાં બેંક નિફ્ટી ઘટાડો દર્શાવે છે. જોકે તેણે 37000નું સ્તર જાળવ્યું છે. ખાનગી બેંકિંગ શેર્સમાં નરમાઈ પાછળ બેંક નિફ્ટી નેગેટિવ ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ કરીને ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ, એચડીએફસ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક નરમ ટ્રેડ થઈ રહ્યાં છે.
ઈન્ડિયા વીક્સમાં ઓર નરમાઈ
બજારમાં ઘટાડા વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સમાં 2.16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે માર્કેટમાં વોલેટિલિટી ઘટવાનો સંકેત છે. બુધવારે બપોરે તે 2.17 ટકાના ઘટાડે 21.31 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે અંતિમ ઘણા સમયનું તળિયું છે.
ન્યૂટ્રલ માર્કેટ બ્રેડ્થ
લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ-કેપ્સમાં મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.34 ટકા સુધારા સાથે 23396 પર ક્વોટ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.04 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે 2965 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1365 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1415 નેગેટિવ ટ્રેડ દર્શાવે છે.