મીડ-ડે માર્કેટ
બજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો સંકેત
બેન્ચમાર્ક નિફ્ટી 15432ની ટોચ દર્શાવીને 15333ના સ્તર સુધી પટકાયો હતો અને લગભગ ફ્લેટ બન્યો હતો. હાલમાં તે 37 પોઈન્ટ્સના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 300થી વધુ પોઈન્ટ્સના સુધારા પરથી ફ્લેટિશ બન્યો હતો. જોકે હાલમાં બંને બેન્ચમાર્ક પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે.
બેંક નિફ્ટીમાં વેચવાલી પાછળ નેગેટિવ ટ્રેડ
બેંક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પાછળ 37708ની ટોચ બનાવીને ગગડ્યો હતો અને 37082ના સ્તર પર ટ્રેડ થયો હતો. મધ્યાંતરે તે 162 પોઈન્ટ્સના ઘટાડે 37144ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. બેંકિંગ શેર્સમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંક 2.30 ટકાના સુધારે નવી ટોચ દર્શાવી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક પણ એક ટકા મજબૂતી દર્શાવી રહ્યો છે. આરબીએલ, બેંક ઓફ બરોડા, પીએનબી અને એચડીએફસી બેંક પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક 2 ટકા આસપાસનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. એસબીઆઈ પણ સાધારણ નરમાઈ સૂચવે છે.
ઈન્ડિયા વીક્સમાં મજબૂતી
સોમવારે 6 ટકા જેટલો તૂટ્યાં બાદ વોલેટિલિટી ઈન્ડેક્સ 1.44 ટકા મજબૂતી સાથે 21.79ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ વોલેટિલિટીમાં બે દિવસ દરમિયાન જોવા મળેલા ઘટાડા બાદ ફરી સુધારો જોવા મળી રહ્યો છે.
પીએસયૂ બેંક ઈન્ડેક્સમાં 1.6 ટકા મજબૂતી
સરકારે પ્રાઈવેટીઝેશન માટે ચાર બેંકોને આઈડેન્ટિફાઈ કરતાં પીએસયૂ બેંક ઈન્ડેક્સ મજબૂતી દર્શાવી રહ્યો છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 20 ટકા ઉપલી સર્કિટમાં બંધ જોવા મળે છે. જ્યારે આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા અને સેન્ટ્રલ બેંક પણ 10 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે. જેની પાછળ પીએસયૂ બેંકેક્સ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે.
નિફ્ટી એનર્જી સર્વોચ્ચ સપાટીએ
અદાણી ટ્રાન્સમિશન, પાવર ગ્રીડ કોર્પો, ઓએનજીસી, એનટીપીસી, ટાટા પાવર, રિલાયન્સ, આઈઓસી, એચપીસીએલ જેવા કાઉન્ટર્સ પાછળ નિફ્ટી એનર્જી 18187ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.
માર્કેટ બ્રેડ્થ નરમ
બીએસઈ ખાતે 2956 ટ્રેડડ કાઉન્ટર્સમાંથી 1372 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1432 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. આમ સુધારા કરતાં ઘટાડો દર્શાવતાં શેર્સની સંખ્યા વધુ છે. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.41 ટકા મજબૂતી સાથે 23307 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ -0.04 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવી રહ્યો છે.
નિફ્ટી આઉટપર્ફોર્મર્સ
નિફ્ટીના આઉટપર્ફોર્મિંગ કાઉન્ટર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 6 ટકાના સુધારા સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. ઓએનજીસી 5 ટકા, હિંદાલ્કો 5 ટકા, ટાટા સ્ટીલ 4.5 ટકા, એનટીપીસી 3 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા, કોટક મહિન્દ્રા બેંક 2.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
મિડ-કેપ આઉટપર્ફોર્મર્સ
મિડ-કેપ આઉટપર્ફોર્મરર્સમાં અદાણી ટોટલ 17 ટકાનો ઉછાળો દર્શાવે છે. બેંક ઓફ ઈન્ડિયા 12 ટકા મજબૂતી સૂચવે છે. જિંદાલ સ્ટીલ 7 ટકા, એબી કેપિટલ 5 ટકા, ટ્રેન્ટ 5 ટકા, સેઈલ 4 ટકા, ક્વેસ કોર્પ 4 ટકા, નાલ્કો 4 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.5 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યાં છે.