નિફ્ટી 14600ને કૂદાવી ફ્લેટ બન્યો
બેન્ચમાર્ક નિફ્ટી મજબૂત ઓપનીંગ સાથે 14653ની સર્વોચ્ચ સપાટી બનાવીને નીચામાં 14546 સુધી તૂટ્યો હતો અને લગભગ તે સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ 90 પોઈન્ટ્સ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં ઊંચા સ્તરે વેચવાલી સ્વાભાવિક છે અને બજાર આગામી સત્રોમાં કરેક્શન દર્શાવે તેવી પૂરી સંભાવના છે.
બેંકિંગ અને ઓટોનો સપોર્ટ
માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ તરફથી સાંપડ્યો છે. જેમાં એસબીઆઈ જેવી પીએસયૂ બેંક સાથે આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંક જેવી ખાનગી બેંક સપોર્ટ કરી રહ્યાં છે. બેંક નિફ્ટી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. એ સિવાય ઓટો ઈન્ડેક્સ 0.77 ટકા, એફએમસીજી 0.68 ટકા, મેટલ, ઈન્ફ્રા, રિઅલ્ટીમાં પણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યું છે.
ઈન્ડિયન વીઆઈએક્સ 3.8 ટકા ઉછળી 23.71
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.8 ટકા ઉછળી 23.71ની છેલ્લા ઘણા સપ્તાહોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે આગામી સમયગાળામાં માર્કેટમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી શકે છે. બજેટ સુધીનો સમયગાળો બજારમાં મોટી વધ-ઘટનો હોય શકે છે. આમ ટ્રેડર્સે ખૂબ સાવધાનીપૂર્વક ટ્રેડ કરવું.
સેન્સેક્સમાં આજે પણ 50-50
સેન્સેક્સ કાઉન્ટર્સની વાત કરીએ તો તેઓ બે સરખા ભાગમાં વહેંચાયેલા છે. જેમાં 15 કાઉન્ટર્સ પોઝીટીવ જ્યારે 15 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. એમએન્ડએમ 4 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. એ સિવાય ભારતી એરટેલ, એનટીપીસી, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક એક ટકાથી 4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ એચડીએફસી, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ, ડો. રેડ્ડીઝ, ટાઈટન, ટીસીએસ, કોટક બેંક, એશિયન પેઈન્ટ્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
મીડ-કેપ આઉટપર્ફોર્મર્સ
આમ તો માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી છે. જોકે તેમ છતાં કેટલાક બીએસઈ એ જૂથના કાઉન્ટર્સ 14 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં હુડકો 14 ટકા, બજાજ ઈલ્ક્ટ્રીક 11 ટકા, જેએન્ડકે બેંક 10 ટકા, ટાટા એલેક્સિ 9 ટકા, ટેક્સ રેઈલ 9 ટતા, એચએસસીએલ 7 ટકા અને આઈએફબી ઈન્ડ. 7 ટકાનો સમાવેશ થાય છે.