મીડ-ડે માર્કેટ
અપેક્ષા મુજબ જ ભારતીય બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 91 પોઈન્ટ્સના ઘટાડે 12658ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 364 પોઈન્ટ્સના સ્તરે 43231 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટને જાન્યુઆરીમાં બનેલી ટોચ 12430નો સપોર્ટ મળી શકે છે. જે તૂટતાં તે 12200 સુધી ગગડી શકે છે.
માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
કેટલાક કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્ક નિફ્ટી નરમાઈ દર્શાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ મીડ-સ્મોલ કેપ્સમાં ખરીદી જળવાઈ છે. બુધવાર બાદ ગુરુવારે પણ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 1400 શેર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે 1000 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં જોવા મળે છે.
એફએમસીજી-ઓટોનો સપોર્ટ, બેંકિંગમાં નરમાઈ
માર્કેટને એફએમસીજી જેવા ડિફેન્સિવ સેક્ટરનો સપોર્ટ સાંપડ્યો છે. સાથે છૂટ-પૂટ આઈટી, ફાર્મા, ઓટો જેવા ક્ષેત્રો પણ સપોર્ટ કરી રહ્યાં છે. બેંકિંગમાં વેચવાલી જોવા મળી રહી છે. હિંદુસ્તાન લીવર, આઈટીસી, સન ફાર્મા, ટાઈટન, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, લાર્સન અને બજાજ ઓટો ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોટક બેંક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી અને ઓએનજીસી જેવા કાઉન્ટર્સમાં 1-3 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટ્સ નરમ
યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ 200 પોઈન્ટસની નરમાઈ દર્શાવી રહ્યો છે. બુધવારે સાંજે બજારે નરમ બંધ આપ્યું હતું. આમ ગુરુવારે પણ યુએસ માર્કેટ નરમ ટોન દર્શાવે તેવી શક્યતા છે.
મૂડીઝે 2020-21માં ભારતના જીડીપી રેટને લઈને કરેલો સુધારો
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકિય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી તેની અગાઉની આગાહી કરતાં સારો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલેકે અગાઉ તેણે કહ્યાં મુજબ ભારતનો જીડીપી 9.6 ટકા ઘટાડાને બદલે હવે તે થોડો વધુ સારો એટલેકે 8.9 ટકાના ઘટાડો દર્શાવશે. ઉપરાંત કેલેન્ડર 2021 માટે જીડીપી વૃદ્ધિ દર અગાઉના 8.1 ટકાથી સુધરી 8.6 ટકા રહેશે એમ તેણે જણાવ્યું છે.
ગુરુવારના સ્ટાર કાઉન્ટર્સ
એ જૂથમાં સમાવિષ્ટ કેટલાંક સ્ટાર કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ 17 ટકાનો સુધારો દર્શાવતો હતો. આવા અન્ય કાઉન્ટર્સમાં એસએચકે(13 ટકા), ટાટા સ્ટીલ પીપી(10 ટકા), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ(8 ટકા), યૂફ્લેક્સ(8 ટકા), ગેલેક્સી સર્ફ(7 ટકા)નો સમાવેશ થાય છે.
ગોલ્ડમાં સાધારણ સુધારો
એમસીએક્સ ગોલ્ડ વાયદો 0.33 ટકા અથવા રૂ. 167ન સુધારે રૂ. 50336ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સિલ્વર ફ્યુચર સાધારણ નરમાઈ સૂચવે છે. નેચરલ ગેસ, એલ્યુમિનિયમને બાદ કરતાં તમામ કોમોડિટીઝ એમસીએક્સ ખાતે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે.