મીડ-ડે માર્કેટ
ભારતીય બજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. નિફ્ટી 12770ની ટોચ બનાવી 12581 સુધી ગગડ્યાં બાદ સાધારણ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પણ ટોચના સ્તરેથી 500થી વધુ પોઈન્ટ્સના ઘટાડે ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે.
સ્ટીલ, પસંદગીના એનબીએફસી-બેંક્સમાં મજબૂતી
માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી રહી છે. જેમકે છેલ્લા કેટલાંક સત્રોમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવનારી આઈસીઆઈસીઆઈ અને ઈન્ડસઈન્ડ બેંક્સના શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક 7 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે કોટક બેંક, બજાજ ફીનસર્વમાં સુધારો આગળ વધ્યો છે. ટાટા સ્ટીલ સેન્સેક્સ શેર્સમાં સૌથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત સન ફાર્મા, આઈટીસી, ઓએનજીસી, એનટીપીસી અને ભારતી એરટેલ જેવા કાઉન્ટર્સ પણ 2 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 3.5 ટકાનો ઘટાડો
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2095ની ટોચ દર્શાવીને પ્રોફિટ બુકિંગ પાછળ રૂ. 2010 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે અગાઉના બંધ સામે 3.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. કાઉન્ટરને હાલમાં રૂ. 2100ના સ્તરે અવરોધ નડી રહ્યો છે. જ્યારે રૂ. 1900ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે.
ડાઉ ફ્યુચરમાં 220 પોઈન્ટ્સની મજબૂતી
ડાઉ ફ્યુચર બપોરે 220 પોઈન્ટસના સુધારા સાથે 29530ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ બજારમાં મંગળવારે રાતે પણ સુધારો જોવા મળ્યો હતો. ડાઉ ફ્યુચર સૂચવે છે કે બુધવારે પણ તે નવો બંધ દર્શાવી શકે છે.
ક્રૂડમાં મજબૂતી, ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ
ઈક્વિટીઝ સાથે ક્રૂડમાં પણ મજબૂતી જળવાઈ છે. જોકે બુલિયનમાં બુધાવારે નરમાઈ જોવા મળી રહી છે. એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો 0.3 ટકાના ઘટાડે રૂ. 50360ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ગોલ્ડ વાયદો 0.7 ટકાના ઘટાડે રૂ. 62611ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ નવેમ્બર વાયદો 2.91 ટકા ઉછળી રૂ. 3147 પર ટ્રેડ થઈ રહ્યો છે.
પસંદગીના કાઉન્ટર્સમાં 12 ટકા સુધીનો ઉછાળો
પસંદગીના કાઉન્ટર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. આઈટીડીસી જેવા કાઉન્ટરમાં 12 ટકાનો ઉછાળો જોવા મળે છે. ઉપરાંત અરવિંદ લિ., ડેલ્ટા કોર્પ, એપોલો હોસ્પિટલ, ઓરોબિંદો ફાર્મા, બાલક્રિષ્ણા ઈન્ડ., બજાજ હોલ્ડીંગ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન લિ., યસ બેંક, ડીએચએફએલમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.