મીડ-ડે માર્કેટ
નિફ્ટીએ 14900 પર મેળવેલો સપોર્ટ
ભારતીય બજારે નવા સપ્તાહે પોઝીટીવ મોમેન્ટમ જાળવી રાખ્યું છે. નિફ્ટી 14900 પર ટકેલો રહ્યો છે. માર્કેટમાં બ્રોડ બેઝ બાઈંગ જોવા મળ્યું છે. હરિફ એશિયન બજારોમાં નરમાઈ છતાં ભારતીય બજારે મજબૂતી જાળવી છે. મે મહિનામાં તેણે અત્યાર સુધી હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. નિફ્ટી 14951ની ટોચ દર્શાવી 14933 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં 14650ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા માટે ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
નિફ્ટી સ્મોલ-કેપ નવી ટોચ પર
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ નવી ટોચ પર પહોંચ્યો છે. તેણે 1.5 ટકા સુધારા સાથે 8865ની ટોચ બનાવી છે. ઈન્ડેક્સના કેટલાક મહત્વના કાઉન્ટર્સમાં જીએમએમ ફોડલર 15 ટકાનો ઉછાળો દર્શાવે છે. જ્યારે હિંદ કોપર 10 ટકાની સર્કિટમાં બંધ છે. ટ્રાઈડન્સ 10 ટકા, સીએસબી બેંક 9 ટકા, મોઈલ 8 ટકા, સન ફાર્મા એડવાન્સ્ડ 7 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ 7 ટકા, એસ્ટર ડીએમ હેલ્થ 6 ટકા, સનટેક રિઅલ્ટી 6 ટકા, વોખાર્ડ 6 ટકા, ઈરકોન ઈન્ટરનેશનલ 5 ટકા અને બીઈએમએલ 4 ટકાનો સુધારો સૂચવતાં હતાં.
પીએસયૂ બેંક શેર્સમાં વધુ લેવાલી
જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં મજબૂતી જોવા મળી છે. બે ટ્રેડિંગ સત્રો અગાઉ સારો સુધારો દર્શાવ્યાં બાદ ઈન્ડેક્સ ફરી 2.5 ટકાની લેવાલી સૂચવી રહ્યો છે. જેમાં બેંક ઓફ બરોડા 5 ટકા, ઈન્ડિયન બેંક 4.5 ટકા, કેનેરા બેંક 4 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 3 ટકા, એસબીઆઈ 2 ટકા, જેકે બેંક 2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ફાર્માસ્યુટીકલ ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટી ભણી
ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ ખરીદી જળવાય છે. ઈન્ડેક્સે 2.9 ટકા સુધારા સાથે 14136ની ટોચ દર્શાવી છે. કેટલાક મહત્વના કાઉન્ટર્સમાં ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સ 5 ટકા, આલ્કેમ લેબ 5 ટકા, ડિવિઝ લેબ 3 ટકા, કેડિલા હેલ્થકેર 3 ટકા, ડો. રેડ્ડીઝ લેબ. 3 ટકા અને ઓરોબિંદા ફાર્મા 3 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. આ સિવાય સન ફાર્માએ છેલ્લા કેટલાક વર્ષોની ટોચ દર્શાવી છે.
ઈન્ડિયા વીક્સમાં સાધારણ નરમાઈ
માર્કેટમાં મજબૂતી વચ્ચે ઈન્ડિયા વીક્સમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. તે 2.4 ટકાના ઘટાડે 20.35 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે છેલ્લા કેટલાંક સપ્તાહોનું તળિયાનું સ્તર છે.
ચાંદીમાં ચાર મહિનાની ટોચ, કોપર-એલ્યુમિનિયમમાં સર્વોચ્ચ સપાટી
એમસીએક્સ ખાતે ચાંદી ચાર મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહી છે. જુલાઈ વાયદો 1.55 ટકા મજબૂતી સાથે રૂ. 72539 પર જોવા મળી રહ્યો છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે તેણે આ સપાટી પર ટ્રેડ દર્શાવ્યો હતો. સોનુ પણ રૂ. 267ના સુધારે રૂ. 48000ની સપાટી પાર કરી ગયું છે. કોપરે 3 ટકા સુધારા સાથે રૂ. 800નું સ્તર પાર કર્યું છે અને તે રૂ. 811 પર ટ્રેડ કરી રહ્યું છે. એલ્યુમિનિયમ પણ 2.5 ટકા સુધારે રૂ. 206ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે.
Mid Day Market 10 May 2021
May 10, 2021