Market Tips

Market Update 24 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ માર્કેટમાં પોઝીટીવ બંધ પાછળ એશિયા મજબૂત

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 114 પોઈન્ટ્સના સુધારે 30130 પર બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. કોસ્પી 0.8 ટકા જ્યારે તાઈવાન 0.7 ટકાની મજબૂતી દર્શાવે છે. જાપાન બજાર પણ અડધો ટકો મજબૂત છે. જ્યારે ચીન અને હોંગ કોંગ સામાન્ય સુધારો દર્શાવે છે.

SGX  નિફ્ટી 40 પોઈન્ટ્સ મજબૂત

સિંગાપુર નિફ્ટી 40 પોઈન્ટ્સના સુધારે 13659 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ 13650ની ઉપર જ ખૂલશે. માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજીવાળાઓનો હાથ ઉપર જોવા મળી શકે છે. બેન્ચમાર્ક માટે 13750ને પાર કરવું જરૂરી છે. જે પાર થતાં તે 14000 તરફની આગેકૂચ દર્શાવશે.

ક્રૂડમાં મજબૂતી

બ્રેન્ટ ક્રૂડ 51 ડોલરને પાર કરીને તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડમાં મજબૂતી માગમાં સુધારો સૂચવી રહી છે. ક્રૂડનું હવેનું ટાર્ગેટ 55 ડોલરનું છે.

સોનું-ચાંદી મજબૂત

બુધવારે દિવસ દરમિયાન નરમ જળવાયા બાદ સોનું-ચાંદી બુધવારે રાતે મજબૂત બંધ આવ્યાં હતાં. એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 50000ને પાર કરી ગયો હતો. જ્યારે ચાંદી એક ટકાથી વધુ સુધરીને રૂ. 67800 પર બંધ આવી હતી.

મહત્વની હેડલાઈન્સ

  • રિટેલ માગમાં વૃદ્ધિ જોવાં નવેમ્બરમાં ભારતીય અર્થતંત્ર સ્થિરતા મેળવી રહ્યું હોવાના સંકેત
  • ભારતી એરટેલે ઓક્ટોબરમાં નવા 37 લાખ મોબાઈલ ગ્રાહકો મેળવી જીઓને પાછળ રાખી દીધું. તેણે સતત ત્રીજા મહિને સારો દેખાવ કર્યો છે.
  • ડીટીએસ સર્વિસ માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યાં. લાયસન્સ ફીમાં ઘટાડો કરવામાં આવ્યો.
  • ભારતે કેઈર્નને 1.2 અબજ ડોલર ચૂકવવા પડશે.
  • હોન્ડા કાર્સે ગ્રેટર નોઈડા પ્લાન્ટ ખાતે વેહીકલ્સ બનાવવાનું બંધ કર્યું
  • યુટીઆઈ સ્મોલ કેપ ફંડે રૂ. 920 કરોડ મેળવ્યાં.
  • વૈશ્વિક ફંડ્સે બુધવારે રૂ. 536 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 1330 કરોડની વેચવાલી દર્શાવી હતી.
  • ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 7 મોટા શહેરોમાં હાઉસિંગ વેચાણમાં 51 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
  • વેદાંતામાં ફાઉન્ડર્સ અધિક 5 ટકા હિસ્સો ખરીદશે.
  • એઆરએસએસ ઈન્ફ્રાએ 301 કરોડનો ઓર્ડર મેળવ્યો.
  • ભારત ફોર્જે જણાવ્યું છે કે જર્મન એકમે એન્ટી-ટ્રસ્ટ ઈન્વેસ્ટીગેશનનું સેટલમેન્ટ કર્યું છે.
  • સીજી પાવરે અહેમદનગર ખાતે મેન્યૂફેક્ચરિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું છે.
  • ટાટા કોમ્યુનિકેશન્સે યુરોપની ઓએસિસ સ્માર્ટ સિમ યુરોપમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે.
  • ભારતે ચીન અને રશિયા ખાતેથી કાર્બન બ્લેક કંપનીઓ પર 5 વર્ષ માટે એન્ટી-ડમ્પીંગ ડ્યુટી લંબાવી દીધી છે.
Investallign

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.