Market Tips

Market Update 21 Dec 2020

માર્કેટ ઓપનીંગ

સપ્તાહની શરૂઆત નરમ

શુક્રવારે યુએસ બજાર સાધારણ નરમ બંધ આવ્યું હતું. જેની પાછળ એશિયાઈ બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચીનનું બજાર 0.7 ટકા પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યું છે. જાપાન 0.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો સૂચવે છે. કોરિયા, સિંગાપુર પણ નરમ છે. ગયા સપ્તાહાંતે યુરોપ બજારો પણ નરમ બંધ રહ્યાં હતાં. વિતેલા સપ્તાહે માત્ર કોરિયા અને ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું.

SGX નિફ્ટી 54 પોઈન્ટ્સ ડાઉન

સિંગાપુર નિફ્ટી 54 પોઈન્ટ્સના ઘટાડે 13728 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નરમાઈ સાથે 13725 આસપાસ ઓપનીંગ દર્શાવશે. ગયા સપ્તાહે મજબૂતી જોતાં અને સેક્ટરલ રોટેશન જોતાં એવું કહી શકાય કે માર્કેટમાં તેજીવાળાઓનો હાથ ઉપર છે અને તેથી એકાદ નાના કોન્સોલિડેશન બાદ માર્કેટ ઉપરની બાજુ તરફ આગેકૂચ જાળવી રાખે.

ક્રૂડ કોન્સોલિડેશનમાં

બ્રેન્ટ ક્રૂડ ઉઘડતાં સપ્તાહે સવારે 3.5 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જોકે હજુ તે 50 ડોલર પ્રતિ બેરલના મહત્વના સાયકોલોજિકલ લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે અને તેથી તેમાં તેજીનો ટ્રેન્ડ અકબંધ ગણી શકાય. શોર્ટ કરવાથી દૂર રહેવું જોઈએ.

મહત્વની હેડલાઈન્સ

· આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટિનો ગ્રોથને વેગ આપવા માટે મોનેટરી પેનલ રેટને નીચા રાખવાનો મત

· આરબીઆઈની મિનિટ્સમાં ફુગાવા અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતા

· કોર્ટ આજે ફ્યુચર રિટેલ-એમેઝોન કેસ અંગે તેનો ચૂકાદો આપશે.

· સરકારે સુગર મિલ્સને સબસિડી ભારણ ઘટાડવા માટે વધુ બાય-પ્રોડક્ટ્સ બનાવવા માટે જણાવ્યું છે.

· ભારતે ટીઆરક્યૂ હેઠળ યુએસ ખાતે નિકાસ માટે 8424 ટન સુગરની ફાળવણી કરી છે.

· યૂકેએ તેના નવા સ્પેસ પાર્ટનર ભારત સાથે પ્રથમ સેટેલાઈટ લોંચ કર્યો છે.

· ભારતી અને યૂકે સરકાર સંચાલિત વનવેબે 36 સેટેલાઈટ્સ લોંચ કરવાની જાહેરાત કરી છે.

· 11 ડિસેમ્બરના અંતે દેશનું વિદેશી હૂંડિયામણ 77.8 કરોડ ડોલર ઘટી 578.6 અબજ ડોલર રહ્યું હતું.

· એપલે કામદારોની હિંસા બાદ વિસ્ટ્રોનને નવા ઓર્ડર્સ આપવાનું રદ કર્યું.

· શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં 2720 કરોડની ખરીદી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે શુક્રવારે 2420 કરોડની વેચવાલી નોંધાવી હતી.

· સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આગામી ત્રણ મહિનામાં 3.4 અબજ ડોલર ઊભા કરશે.

· રિલાયન્સ ઈન્ડ.-બ્રિટીશ પેટ્રોલિયમના કેજી-ડી6 બેસી માટે ભાવ પર 4.06 ડોલરની મહત્તમ મર્યાદા રહેશે.

· હોન્ડા મોટરે ગ્રેટર નોઈડા ખાતેનો તેનો પ્લાન્ટ બંધ કર્યો.

· હોન્ડાએ પણ જાન્યુઆરી મહિનાથી ભાવ વધારવાનું જાહેર કર્યું.

· સીઈએસસી લિ. 23 ડિસેમ્બરે રૂ. 200 કરોડ ઊભા કરવા માટેની વિચારણા કરવા માટે મળશે.

· ઈમામી લિ.એ જણાવ્યું છે કે તેના એકમે ઓસ્ટ્રેલિયાની ફ્રેવિનમાં તેનો સમગ્ર 85 ટકા હિસ્સો વેચ્યો છે.

· આઈડીબીઆઈએ રૂ. 38.60 પ્રતિ શેરના ભાવે ક્યૂઆઈપી ઈસ્યુને મંજૂરી આપી છે.

· ઈન્ફોસિસે વ્હૂપ ઈન્ક.માં તેના રોકાણનો ત્રીજો હિસ્સો 10 મિલિયન ડોલરમાં વેચ્યો છે.

· આઈઆરસીટીસીએ તેના ભાવિ ગ્રોથને લઈને ડ્રાફ્ટ પ્લાન રજૂ કર્યો છે. કંપની 2030 સુધીમાં ફ્રેઈટમાંથી થતી આવકનો હિસ્સો 45 ટકા કરવા માગે છે.

· લ્યૂપિને ડાઈચી વેલકોલની જનરિક ડ્રગ કોલેસેવલામ હાઈડ્રોક્લોરાઈડ ટેબલેટ્સના વેચાણ માટે યુએસએફડીની મંજૂરી મેળવી છે.

Investallign

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.