માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર સાધારણ પોઝીટીવ બંધ આવતાં એશિયન બજારોમાં સ્થિરતા જોવા મળી રહી છે. મહત્વના બેન્ચમાર્ક્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 44 પોઈન્ટ્સના સુધારે 29483 પર બંધ આવ્યો હતો. હેંગસેંગ, કોસ્પી પોઝીટીવ ઝોનમાં ચાલી રહ્યાં છે. જ્યારે નિકાઈ સાધારણ ઘટાડો દર્શાવે છે.
એસજીએક્સ નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 48 પોઈન્ટ્સની મજબૂતી સાથે 12833ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ થશે તે નિશ્ચિત છે. જોકે ગુરુવારે જોવા મળેલા તીવ્ર પ્રોફિટ બુકિંગની અસર શુક્રવારે જળવાશે કે કેમ તે મહત્વનું બની રહેશે.
જૂના લોંગ પર પ્રોફિટ બુક કરો અથવા લોંગ માટે 12700નો સ્ટોપલોસ જાળવો
માર્કેટમાં લોંગ પોઝીશન ધરાવનારાઓએ 12700ના સ્ટોપલોસનું પાલન કરવું જોઈએ. આ સ્તરની નીચે બજાર 12400 સુધી ગગડી શકે છે. જૂના લોંગ પર પ્રોફિટ બુકિંગ કરી લેવું જરૂરી છે. માર્કેટમાં માર્ચ રિપીટ થવાની હાલમાં શક્યતા નથી પરંતુ ચેતતા નર સદા સુખી.
મહત્વની હેડલાઈન્સ
- ભારતીય અર્થતંત્ર એપ્રિલ મહિનાથી વૃદ્ધિના માર્કેટ પરત ફરશે એમ મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે.
- દેશમાં ડિઝલના વપરાશને ઘટાડવા માટે સરકારે રૂ. 10 હજાર કરોડની યોજના બનાવી છે.
- બાર્ક્લેઝે ભારતીય અર્થતંત્ર અપેક્ષાથી ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેણે 2021-22 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 7 ટકાથી વધારીને 8.5 ટકા કર્યો છે.
- ચીનના પ્રમુખ શી જીનપિંગે જણાવ્યું છે કે આગામી વર્ષથી તેમનો દેશ ડેવલપમેન્ટ મોડેલને બદલશે અને નિકાસલક્ષી મોડેલને સ્થાને સ્થાનિક વપરાશલક્ષી મોડેલ તરફ આગળ વધશે.
- રેટિંગ એજન્સી ઈકરાએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી 9.5 ટકા ઘટાડો દર્શાવે તેવો અંદાજ છે. તેના મતે પ્રથમ ક્વાર્ટરમાં 23.9 ટકા ઘટાડાની સામે બીજા ક્વાર્ટરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ ઓફિસ 27 નવેમ્બરે જીડીપી ડેટા રજૂ કરવાની છે.
- ઈન્ડુસ ટાવરમાં 11.15 ટકા હિસ્સો વેચીને વોડાફોન આઈડિયા(વી)એ રૂ. 3760 કરોડ મેળવ્યાં છે. ઈન્ડુસ ટાવર અને ભારતી ઈન્ફ્રાટેલના મર્જર બાદ બનેલી કંપની વિશ્વની સૌથી મોટી ટેલિકોમ ઈન્ફ્રા કંપની બની છે. જે 1.69 લાખ ટાવર્સ ધરાવે છે.
- વોડાફોન ઓકટ્રી સાથે 2.5 અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટ માટે વાતચીત ચલાવી રહી છે.
- રિલાયન્સ રિટેલ વેન્ચર્સે વર્તમાન ફંડ રેઈઝીંગનો તબક્કો પૂર્ણ કર્યો છે.