Categories: Market TipsNEWS

Market Summary 8 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સતત બીજા દિવસે માર્કેટ કોન્સોલિડેશન મૂડમાં
ભારતીય બજારે બીજા દિવસે કોન્સોલિડેશન દર્શાવ્યું હતું. જોકે મહત્વની વાત એ હતી કે બેન્ચમાર્ક્સ તેમની ગઈકાલની ટોચને પાર કરી શક્યાં નહોતાં. બેન્ચમાર્ક નિફ્ટી મંગળવારની 17437ની ટોચ સામે 17383ની ટોચ બનાવી નીચામાં 17254ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે આખરે તે માત્ર 8.6 પોઈન્ટના ઘટાડે 17354 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે મંગળવારના 17287ના બોટમ નીચે ટ્રેડ દર્શાવ્યો હતો. માર્કેટ મોટાભાગનો સમય નેગેટિવ ઝોનમાં ટ્રેડ થયું હોવા છતાં બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી. માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. એક અન્ય નોંધપાત્ર બાબત એ હતી કે બેંક નિફ્ટી 0.82 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો અને તેણે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો.
LIC IPOમાં FIIsને 20 ટકા સુધી હિસ્સો આપવાની વિચારણા
કેન્દ્ર સરકાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)ના આઈપીઓમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફઆઈઆઈ)ને 20 ટકા સુધી હિસ્સાની છૂટ આપવા માટે વિચારી રહી છે. દેશના મૂડીબજારમાં સૌથી મોટા આઈપીઓમાં સરકાર લગભગ 10 ટકા હિસ્સો વેચી રૂ. 90 હજાર કરોડ(12.24 અબજ ડોલર) ઊભા કરવા ઈચ્છે છે. સરકારે આ માટે 10 ઈન્વેસ્ટમેન્ટ બેંક્સની પસંદગી પણ કરી લીધી છે. જેમાં ગોલ્ડમેન સાચ, જેપી મોર્ગન ચેઝ અને આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ જેવા નામોનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ માટે પેકેજના અભાવે ટેલિકોમ શેર્સ તૂટ્યાં
બુધવારે સરકાર ટેલિકોમ ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજ રજૂ કરે તેવી આશામાં ટેલિકોમ કંપનીઓના શેર્સ મજબૂત ખૂલ્યાં હતાં અને બપોર સુધી પોઝીટીવ ટ્રેડ દર્શાવતા રહ્યાં હતાં. જોકે સરકાર તરફથી ટેલિકોમ માટે કોઈ જાહેરાત નહિ થતાં શેર્સ ટોચ પરથી ગગડીને ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જેમાં ભારતી એરટેલનો શેર સવારે રૂ. 683ની ઓલ-ટાઈમ ટોચ બનાવ્યાં બાદ રૂ. 667.85 પર સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે વોડાફોન આઈડિયાન શેર એક તબક્કે 9 ટકા સુધારા સાથે રૂ. 9.25ની ટોચ દર્શાવી રહ્યો હતો. જે આખરે 2.4 ટકાના ઘટાડે રૂ. 8.05 પર બંધ રહ્યો હતો.
બેન્ચમાર્ક્સમા નરમાઈ વચ્ચે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ
ભારતીય બજાર છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. બુધવારે બજાર મોટાભાગનો સમય રેડ ઝોનમાં ટ્રેડ થયું હતું. જોકે આમ છતાં બજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે 3343 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1812 સુધારા સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1366 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટીને બંધ રહ્યાં હતાં. 199 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 358 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.52 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.65 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળતાં હતાં.
ઓગસ્ટમાં ફાર્મા માર્કેટે 17.7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો
ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટે ઓગસ્ટ મહિનામાં 17.7 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. જે જુલાઈમાં તેણે દર્શાવેલી 13.7 ટકા કરતાં ઊંચો વૃદ્ધિ દર સૂચવે છે. ઊંચા વૃદ્ધિ દરનું કારણ નોન-કોવિડ પ્રોડક્ટ્સના વેચાણમાં જોવા મળેલી નોંધપાત્ર સુધારો હતો. જે સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી હોવાનો સંકેત પૂરો પાડે છે. કોવિડ સંબંધ ડ્રગ્ઝની માગ પણ ઊંચી જળવાય હતી. જોકે તે એપ્રિલ-જૂનના સમયગાળા કરતાં નીચી રહી હતી. ઓગસ્ટના અંતે ભારતીય ફાર્મા માર્કેટનું કદ રૂ. 1.8 લાખ કરોડ પર જોવા મળતું હતું. ઓગસ્ટમાં વોલ્યુમમાં 9 ટકા જ્યારે પ્રાઈસમાં 5.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે 2.9 ટકા ગ્રોથ નવા લોંચમાંથી જોવા મળ્યો હતો. 2020-21માં દવાઓના વેચાણમાં માત્ર 2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે જૂન ક્વાર્ટરમાં ફાર્મા માર્કેટે 37.8 ટકાની ઊંચો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. જેનું એક કારણ ગયા વર્ષની લો બેઝ ઈફેક્ટ પણ હતું.
ઓગસ્ટમાં SIP ઈનફ્લો રૂ. 10 હજાર કરોડના વિક્રમી સ્તર નજીક પહોંચ્યો
ફંડ્સના કુલ રૂ. 17.15 લાખ કરોડના રિટેલ એયૂએમમાં રૂ. 5.26 લાખ કરોડ સાથે સિપ એયૂએમનો ત્રીજો હિસ્સો
એપ્રિલ 2021થી SIP એકાઉન્ટ્સમાં 53 લાખની વૃદ્ધિ સાથે કુલ એકાઉન્ટ્સની સંખ્યા 4.32 કરોડની ટોચ પર
મ્યુચ્યુલ ફંડ મારફતે ઈક્વિટી રોકાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિના દરમિયાન રિટેલ રોકાણકારોએ સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફતે બજારમાં કુલ રૂ. 9923 કરોડનું વિક્રમી રોકાણ નોંધાવ્યું હતું. જે જુલાઈ મહિનાના રૂ. 9609 કરોડની સરખામણીમાં 314 કરોડની વૃદ્ધિ દર્શાવે છે. ફ્લોમાં તથા બજારભાવમાં વૃદ્ધિ પાછળ સિપ સ્કિમ્સનું કુલ એયૂએમ પણ ઓગસ્ટમાં રૂ. 5.26 લાખ કરોડની વિક્રમી સપાટી પર જોવા મળ્યું હતું.
માર્કેટમાં છેલ્લાં ત્રણ મહિનાથી જોવા મળી રહેલા તેજીના ટ્રેન્ડ બાદ રિટેલ વર્ગ તરફથી બજારમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોકાણમાં વૃદ્ધિ જોવા મળી છે અને કોવિડ અગાઉ કરતાં પણ ઊંચા દરે માર્કેટમાં રિટેલ વર્ગ પ્રવેશી રહ્યો છે. માસિક ધોરણે બજારમાં કરવામાં આવતાં સિપ રોકાણની વાત કરીએ તો જૂન મહિનામાં રૂ. 9156 કરોડના એસઆઈપી ફ્લો સામે જુલાઈમાં રૂ. 453 કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઓગસ્ટમાં વધુ રૂ. 314 કરોડ ઉમેરાયાં હતાં. ચાલુ નાણાકિય વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં એસઆઈપી ઈનફ્લો રૂ. 8591 કરોડ પર હતો. જે મેમાં રૂ. 229 કરોડની વૃદ્ધિ સાથે રૂ. 8819 કરોડ પર જોવા મળ્યો હતો. ઈનફ્લોમાં વૃદ્ધિ તથા બજારભાવમાં નોંધપાત્ર સુધારાને કારણે એસઆઈપી એયૂએમ ઓગસ્ટમાં રૂ. 5,26,883ના વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. જે જુલાઈ આખરમાં રૂ. 5,03,597 કરોડ પર હતું. વર્ષની શરૂમાં એપ્રિલમાં તે રૂ. 4,34,742 કરોડ પર હતું. આમ પ્રથમ પાંચ મહિનામાં એયૂએમ રૂ. 92 હજાર કરોડની તીવ્ર વૃદ્ધિ સૂચવે છે. ઓગસ્ટના અંતે એસઆઈપીનું એયૂએમ કુલ રિટેલ એયૂએમના લગભગ ત્રીજા ભાગનું જોવા મળતું હતું. દેશમાં એમએફ ઉદ્યોગનું કુલ એયૂએમ ઓગસ્ટના અંતે રૂ. 36,59,445 કરોડના વિક્રમી સ્તર પર રહ્યું હતું. જેમાંથી રૂ. 17.15 લાખ રિટેલ એયૂએમ હતું. આમ લગભગ 47 ટકા હિસ્સો રિટેલ વર્ગનો હતો. રિટેલ ફોલિઓસની કુલ સંખ્યા 8.95 કરોડ પર પહોંચી હતી. છેલ્લા પાંચ મહિનામાં તેમાં 78 લાખનો ઉમેરો થયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 18 લાખની વૃદ્ધિ દર્શાવતો હતો. જોકે આના કરતાં પણ વધુ સારો દેખાવ એસઆઈપી ક્ષેત્રે જોવા મળ્યો છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 53 લાખ નવા એસઆઈપી એકાઉન્ટ્સ સાથે કુલ સિપ એકાઉન્ટ્સની સંખ્યા 4.32 કરોડ થઈ છે. માત્ર ઓગસ્ટમાં જ નવા 24.92 લાખ એસઆઈપી એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. જે માસિક ધોરણે સિપ ઓપનીંગનો વિક્રમ છે. ઓગસ્ટ 2020ના અંતે સિપ એકાઉન્ટ્સની સંખ્યા 3.3 કરોડ પર હતી. આમ છેલ્લાં એક વર્ષમાં 1.02 એકાઉન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ છે. રિટેલ સહિત કુલ એમએફ ફોલિયોસની વાત કરીએ તો 2021-22ના પ્રથમ પાંચ મહિનામાં 80 લાખ ફોલિયોસનો ઉમેરો થયો છે અને તે 10.85 કરોડના સ્તરે પહોંચ્યાં છે. ગયા સમગ્ર વર્ષ દરમિયાન 74 લાખ ફોલિયો ઉમેરાયાં હતાં. આમ ચાલુ વર્ષે તેજી પાછળ બજારમાં મોટા પ્રમાણમાં સ્થાનિક લિક્વિડીટી પ્રવેશી રહી છે. ઓગસ્ટ મહિનામાં જ એનએફઓ મારફતે ઉદ્યોગે રૂ. 23668 કરોડ ઊભાં કર્યાં હતાં. જે જુલાઈમાં રૂ. 17 હજાર કરોડ કરતાં રૂ. 7 હજાર કરોડની વૃદ્ધિ સૂચવે છે.
ચાલુ વર્ષે SIP ઈનફ્લો અને AUM
મહિનો ઈનફ્લો(રૂ. કરોડમાં) AUM(રૂ. કરોડમાં)
એપ્રિલ 8591 4,34,742
મે 8819 4,67,366
જૂન 9156 4,83,964
જુલાઈ 9609 5,03,597
ઓગસ્ટ 9923 5,26,883

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.