Categories: Market Tips

Market Summary 30/05/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક નરમાઈ પાછળ સ્થાનિક શેરબજારમાં ઘટાડોઃ નિફ્ટીએ 22700ની સપાટી જાળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ નરમાઈએ 24.17ના સ્તરે બંધ
ફાર્મા, મેટલ, મિડિયામાં મજબૂતી
બેંકિંગ, આઈટી, રિઅલ્ટી, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી યથાવત
મઝગાંવ ડોક, સુમીટોમો, ઈઆઈડી પેરી, હિંદાલ્કો, ગ્લેનમાર્ક નવી ટોચે
કેઆરબીએલ, અનુપમ રસાયણ નવા તળિયે
ભારતીય શેરબજારમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં વેચવાલી તથા લોકસભા ચૂંટણી પરિણામોની સિઝન નજીક આવવા સાથે માર્કેટમાં સાવચેતી પાછળ આમ બન્યું હતું. બીએસઈ સેન્સેક્સ 668 પોઈન્ટ્સના ઘટાડે 74503ની સપાટીએ જ્યારે નિફ્ટી 183 પોઈન્ટ્સ ગગડી 22705ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી આગળ વધતાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3929 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2136 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1680 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 150 કાઉન્ટર્સ વાર્ષિક કે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યાં હતાં. જ્યારે 43 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ સાધારણ ઘટાડે 24.17ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળતો હતો. જેની પાછળ ભારતીય બજારે ગેપ-ડાઉન કામગીરી દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22888ના બંધ સામે 22763ની સપાટીએ ખૂલી ઉપરમાં 22826ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યારે નીચામાં 22685નું લેવલ દર્શાવ્યું હતું. જોકે, આખરમાં તે 22700ની ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 26 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22731ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 37 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. આમ, એક્સપાયરી દિવસે પણ બજારમાં ઘટાડો સંભવ છે. લોંગ ટ્રેડર્સ 22500ના સ્ટોપલોસ સાથે તેમની લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને બુધવારે સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હિંદાલ્કો, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડિવિઝ લેબ્સ, નેસ્લે, સન ફાર્મા, સિપ્લા, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈટીસી, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, તાતા કન્ઝ્યૂમર, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, અલ્ટ્રાટેકસિમેન્ટ, એચડીએફસી બેંક, વિપ્રો, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો ફાર્મા, મેટલ, મિડિયામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બેંકિંગ, આઈટી, રિઅલ્ટી, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.55 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ પા ટકો પોઝીટીવ બંધ જળવાયો હતો. બીજી બાજુ, નિફ્ટી બેંક 1.3 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક 2.2 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકા જેટલો ઘટ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આદિત્ય બિરલા ફેશન 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મધરસન સુમી, હિંદાલ્કો, જ્યુબિલિઅન્ટ ફૂડ, એયૂ સ્મોલ ફાઈ., બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, નાલ્કો, ગ્લેનમાર્ક, વોડાફોન આઈડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડિક્સોન ટેક્નોલોજી, ડો. લાલ પેથ લેબ્સ, ગુજરાત ગેસ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ડિવિઝ લેબ્સમાં ખરીદી નીકળી હતી. બીજી બાજુ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈઆરસીટીસી, કેન ફિન હોમ્સ, એચડીએફસી એએમસી, એચડીએફસી લાઈફ, ડાબર ઈન્ડિયા, ઈન્ફો એજ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, આઈજીએલ, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર ઘટકોમાં ટીટાગઢ, મઝગાંવ ડોક, સુમીટોમો, ઈઆઈડી પેરી, આદિત્ય બિરલા ફેશન, સારેગામા ઈન્ડિયા, મધરસન સુમી, હિંદાલ્કો, જ્યુપિટર વેગન્સ, ગ્લેનમાર્ક, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડિવિઝ લેબ્સનો સમાવેશ થતો હતો. જ્યારે કેઆરબીએલ, અનુપમ રસાયણે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.



S&Pએ ભારતના આઉટલૂકને ‘પોઝીટીવ’ બનાવ્યું
એજન્સીએ BBB-નું રેટિંગ જાળવ્યું
વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર(S&P)એ બુધવારે ભારતીય અર્થતંત્ર માટે આઉટલૂકને સુધારીને ‘પોઝીટીવ’ બનાવ્યું હતું. અગાઉ તે ‘સ્ટેબલ’ જોવા મળતું હતું. સાથે તેણે BBB-નું રેટિંગ જાળવી રાખ્યું હતું. ટ્રાન્સફર અને કન્વર્ટિબિલિટી એસેસમેન્ટ BBB+ પર જાળવ્યું હતું.
પોઝીટીવ આઉટલૂક દેશમાં પોલિસી સ્થિરતા, ગાઢ બનતાં આર્થિક સુધારાઓ અને ઊંચા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટને દર્શાવે છે. જે લાંબાગાળાના ગ્રોથ સંજોગોને ઉજળાં બનાવે છે. સાવચેત નાણાકિય અને મોનેટરી પોલિસી સાથે આ પરિબળો સરકારના ઊંચા ડેટ અને વ્યાજ ભારણની ચિંતાને હળવી બનાવે છે. જે આર્થિક મજબૂતી અને સંભવતઃ આગામી 24 કલાકમાં ઊંચા રેટિંગની શક્યતાને મજબૂત બનાવે છે એમ એસએન્ડપીએ નોંધ્યું હતું.
ગયા વર્ષે મે મહિનામાં એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે લોંગ ટર્મ માટે ભારતના BBB- રેટિંગને જાળવ્યું હતું. જ્યારે શોર્ટ ટર્મ માટે A-3ને જાળવ્યું હતું. જે સ્ટેબલ આઉટલૂક દર્શાવે છે. રેટિંગ એજન્સીએ સાથે આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત હોવાનું સૂચવ્યું હતું. તેમજ તે આગામી બેથી ત્રણ વર્ષો માટે ગ્રોથને સપોર્ટ કરશે તેમ જણાવ્યું હતું.



જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય બોન્ડ્સનો સમાવેશ નજીક આવતાં વિદેશી ફંડ્સ પરત ફર્યાં
વિદેશી ફંડ્સે બે મહિનામાં સૌથી ઊંચી સોમવારે 35.8 અબજ ડોલરના બોન્ડ્સની ખરીદી કરી
સતત સાતમા સત્રમાં ફંડ્સે બોન્ડમાં ખરીદી કરી
વિદેશી રોકાણકારો રૂપી-ડિનોમિનેટેડ બોન્ડ્સની ખરીદી તરફ પરત વળ્યાં છે. આગામી જૂનમાં ભારતીય બોન્ડ્સના જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની ઈમર્જિંગ માર્કેટ ડેટ ઈન્ડેક્સમાં સમાવેશ નજીક આવતાં તેમણે ખરીદી શરૂ કરી હોવાનું માનવામાં આવે છે.
ગયા સોમવારે વિદેશી રોકાણકારોએ 35.8 કરોડ ડોલરના બોન્ડ્સ ખરીદ્યાં હતાં. જે છેલ્લાં બે મહિનામાં સૌથી ઊંચી ખરીદી હતી. તેમજ તેમણે સતત સાતમા સત્રમાં બોન્ડ્સમાં ખરીદી દર્શાવી હતી એમ બ્લૂમબર્ગનો ડેટા સૂચવે છે. મે મહિનામાં અત્યાર સુધીમાં તેમણે ચોખ્ખી 70.9 કરોડ ડોલરની ખરીદી કરી છે. એપ્રિલમાં તેમણે બોન્ડ્સમાં 1.9 અબજ ડોલરનું નેટ વેચાણ દર્શાવ્યું હતું. એપ્રિલમાં વૈશ્વિક બોન્ડ્ માર્કેટમાં વેચવાલી ફરી વળી હતી. જેને કારણે ઈમર્જિંગ માર્કેટ્સમાંથી આઉટફ્લો જોવા મળ્યો હતો.
વૈશ્વિક રોકાણકારો માટે ભારત ટોચનું આકર્ષક બજાર છે. ખાસ કરીને દેશની સરકારી જામીનગીરીઓના જેપી મોર્ગનની ફ્લેશિપ ઈન્ડેક્સમાં સમાવેશ પછી આમ જોવા મળ્યું છે. એક શક્યતાં મુજબ યુએસ બેક દેશમાં 25 અબજ ડોલરના ઈનફ્લોનો અંદાજ ધરાવે છે. ટૂંકાગાળા માટેના બોરોઈંગમાં ઘટાડા અને આરબીઆઈ તરફથી સરકારને વિક્રમી ડિવિડન્ડ ચૂકવણાએ પણ સ્થાનિક બોન્ડ્સની અપીલમાં વૃદ્ધિ કરી છે.



માર્ચ ક્વાર્ટર પરણામો પાછળ મઝગાંવ ડોક 10 ટકા ઉછળ્યો
શેરે છેલ્લાં એક વર્ષમાં 300 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું

પીએસયૂ કંપની મઝગાંવ ડોકનો શેર બુધવારે તેની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે અપેક્ષાથી ઊંચા પરિણામો દર્શાવતાં શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. માર્ચ ક્વાર્ટર માટે કંપનીએ રૂ. 3103.6 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2078.6 કરોડ પર હતી. કંપનીનો પ્રોફિટ પણ ગયા વર્ષના રૂ. 326 કરોડ પરથી બમણો થઈ રૂ. 663 કરોડ જોવા મળ્યો હતો.
બુધવારે મઝગાંવ ડોકનો શેર 10.55 ટકા ઉછળી રૂ. 3357.35ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે રૂ. 3403.95ની ટોચ પર ટ્રેડ દર્શાવ્યું હતું. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 67714 કરોડ પર જોવા મળ્યું હતું. છેલ્લાં એક મહિનામાં જ શેર 41 ટકા જેટલો ઉછળ્યો છે. જ્યારે કેલેન્ડર 2024માં અત્યાર સુધીમાં 46 ટકા વૃદ્ધિ દર્શાવે છે. એક વર્ષમાં તેણે 332 ટકાનું તગડું રિટર્ન આપ્યું છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

2 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

2 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

2 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

2 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

2 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

2 months ago

This website uses cookies.