બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટી નવી ટોચ બનાવી પાછો પડ્યોઃ 22600ની સપાટી જાળવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 12.87ના સ્તરે બંધ
બેંક નિફ્ટી 50000ની સપાટીથી 25 પોઈન્ટ્સ છેટે જઈ પાછો ફર્યો
બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત
ઓટો, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
આઈટી, ફાર્મા, મેટલમાં નરમાઈ
હિતાચી એનર્જી, જસ્ટ ડાયલ, ગોદરેજ ઈન્ડ., એમએન્ડએમ, અશોક લેલેન્ડ નવી ટોચે
શેરબજારમાં આખરી એક કલાકમાં વેચવાલી પાછળ સુધારો ધોવાયો હતો અને તે નેગેટીવ ઝોનમાં બંધ આવ્યું હતું. જોકે, તે પહેલાં નિફ્ટીએ 22783ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 189 પોઈન્ટ્સ ઘટાડા સાથે 74483ની સપાટીએ જ્યારે નિફ્ટી 39 પોઈન્ટ્સના ઘટાડે 22605ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3950 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1995 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1822 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 267 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકાથી વધુ ઉછળી 12.87ના સ્તરે બંધ રહ્યાં હતાં.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે કામકાજની શરૂઆત મજબૂતી સાથે કરી હતી. દિવસ દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટી ધીમે-ધીમે વધતો રહ્યો હતો. એક તબક્કે તે અગાઉની ટોચને પાર કરી નવી ટોચે પહોંચી ગયો હતો. જોકે, ત્યાં ટકી શક્યો નહોતો. જોકે, સતત બીજા દિવસે નિફ્ટીએ 22600ની સપાટી પર બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 103 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22708ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 102 પોઈન્ટ્સના પ્રિમીયમ જેટલું જ હતું. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન હજુ પણ બરકરાર છે. લોંગ ટ્રેડર્સ 22300ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પોરેશન, શ્રીરામ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, મારુતિ સુઝુકી, એસબીઆઈ લાઈફ, તાતા મોટર્સ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, આઈશર મોટર્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક, ડો. રેડ્ડીઝ લેબ્સ, તાતા સ્ટીલ, ટીસીએસ, સન ફાર્મા, લાર્સન, કોટક મહિન્દ્રા, ઈન્ફઓસિસ, હિંદાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, મેટલ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.8 ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એમએન્ડએમ, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, એમઆરએફ, બજાજ ઓટો, બાલક્રિષ્ણા ઈન્ડ., ટીવીએસ મોટર, મારુતિ સુઝુકી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.5 ટકા ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ અડધો ટકો સુધારો સુધવતો હતો. જેના ઘટકોમાં આરઈસી, પાવર ફાઈનાન્સ, એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પો., ભેલ, કોલ ઈન્ડિયા, એનટીપીસીમાં સુધારો નોંધાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો આરઈસી 10 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પાવર ફાઈનાન્સ કોર્પો, જ્યુબિલિઅન્ટ ફૂડ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈ., એચડીએફસી એએમસી, બેંક ઓફ બરાડો, એપોલો ટાયર્સ, એસ્ટ્રાલ, પાવર ગ્રીડ કોર્પો., બંધન બેંક, શ્રીરામ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, ટ્રેન્ટ, કેન ફિન હોમ્સમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આઈઓસી, એબી કેપિટલ, બિરલા સોફ્ટ, જીએમઆર એરપોર્ટ્સ, તાતા કેમિકલ્સ, બાયોકોન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ફાઈ. વેદાંતા, કોન્કોર, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ટેક મહિન્દ્રા, વોડાફોન આઈડિયા, બીપીસીએલમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિતાચી એનર્જી, કેફિન ટેક, જસ્ટ ડાયલ, શેફલર ઈન્ડ., ગોદરેજ ઈન્ડ., ઉષા માર્ટિન, એમએન્ડએમ, કરુર વૈશ્ય, અશોક લેલેન્ડ, એસ્ટ્રાલ, પાવર ગ્રીડ, પીએનબી, તેજન નેટવર્ક્સ, ટ્રેન્ટ, લેમન ટ્રીનો સમાવેશ થતો હતો.
ભારતનો કોર સેક્ટરનો ગ્રોથ માર્ચમાં ધીમો પડી 5.2 ટકા પર નોંધાયો
ફેબ્રુઆરીમાં કોર સેક્ટરનો ગ્રોથ 6.7 ટકા પર જોવા મળ્યો હતો
દેશના ટોચના આઁઠ કોર સેક્ટર્સનો ગ્રોથ માર્ચમાં ઘટી 5.2 ટકા પર જોવા મળ્યો હતો એમ કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ડેટા સૂચવે છે. ફેબ્રુઆરીમાં આ ગ્રોથ 6.7 ટકા પર નોંધાયો હતો. જ્યારે માર્ચ, 2023માં તે 4.2 ટકા પર જોવા મળ્યો હતો.
કોલ, ક્રૂડ ઓઈલ, સ્ટીલ, સિમેન્ટ, ઈલેક્ટ્રિસીટી, ફર્ટિલાઈઝર્સ, રિફાઈનરી પ્રોડક્ટ્સ અને નેચરલ ગેસ જેવા ટોચના આઁઠ સેક્ટર્સે 2023-24માં 7.5 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી હતી. જે 2022-23માં 7.8 ટકા પર હતી. માર્ચમાં ટોચના આઁઠમાંથી પાંચ કોર સેક્ટર્સની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં માસિક ધોરણે માત્ર 2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે ફેબ્રુઆરીમાં 7.9 ટકા પર હતી. આઁઠ ક્ષેત્રોનું કુલ ઉત્પાદન 8.7 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જે ફેબ્રુઆરીમાં 11.6 ટકા પર હતું. નેચરલ ગેસનું ઉત્પાદન ફેબ્રુઆરીના 11.3 ટકા સામે 6.3 ટકા વધ્યું હતું. રિફાઈનરી પ્રોડ્ક્ટ્સનું ઉત્પાદન ફેબ્રુઆરીના 2.3 ટકા સામે માત્ર 0.3 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. ફર્ટિલાઈઝર્સનું ઉત્પાદન પણ 9.5 ટકા સામે 1.3 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જ્યારે સ્ટીલનું ઉત્પાદન ફેબ્રુઆરીના 9.1 ટકા સામે 5.5 ટકા વધ્યું હતું. સિમેન્ટનું ઉત્પાદન ફેબ્રુઆરીના 9.1 ટકા સામે વધી 10.6 ટકા પર રહ્યું હતું. વીજળીનું ઉત્પાદન પણ 7.5 ટકા સામે વધી 8 ટકા નોંધાયું હતું.
માર્ચ માટેનો આઈઆઈપી ડેટા 12 મેના રોજ જાહેર થશે. ફેબ્રુઆરીમાં આઈઆઈપી 5.7 ટકા વૃદ્ધિ સૂચવતો હતો. જે ફેબ્રુઆરીના 4.14 ટકા કરતાં ઊંચો હતો.
IOCનો માર્ચ ક્વાર્ટર નફો 50 ટકા ગગડી રૂ. 5148 કરોડ જોવાયો
નાણા વર્ષ 2023-24 માટે નેટ પ્રોફિટ 326 ટકા ઉછળી રૂ. 41,730 કરોડ પર નોંધાયો
દેશના મહારત્નોમાં સમાવેશ પામતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને માર્ચ ક્વાર્ટર માટે રૂ. 5149 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 50 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળા માટે રૂ. 10,290 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 43 ટકા ઘટાડો સૂચવતો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 9030 કરોડ પર રહ્યો હતો.
કંપનીની કામકાજી આવક માર્ચ ક્વાર્ટરમાં 3 ટકા ઘટી રૂ. 2.24 લાખ કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.31 લાખ કરોડ પર હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 2.27 લાખ કરોડ પર રહી હતી. સમગ્ર નાણાકિય વર્ષ માટે કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 326 ટકા ઉછળી રૂ. 41,730 કરોડ નોંધાયો હતો. જે ગયા વર્ષે રૂ. 9792 કરોડ પર હતો. કંપનીની કામકાજી આવક સમગ્ર વર્ષ માટે રૂ. 8.81 લાખ કરોડ રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 9.51 લાખ કરોડ પર હતી. કંપનીની કુલ આવક 7.38 ટકા ઘટી રૂ. 8.85 લાખ કરોડ રહી હતી.
કંપનીના બોર્ડે પ્રતિશેર રૂ. 7નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. મંગળવારે કંપનીનો શેર રૂ. 168ની આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. શેરમાં લગભગ 4 ટકા ઘટાડો નોંધાયો હતો.
હેવેન્સ ઈન્ડિયાઓ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 447 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 6ના ડિવિડન્ડની ભલામણ કરી
હોમ એપ્લાયન્સિઝ ઉત્પાદક હેવેલ્સ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 447 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 358 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 55 ટકા વૃદ્ધિ સૂચવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 288 કરોડ પર જોવા મળતો હતો.
કંપનીની કોન્સોલિડેટેડ ઈન્કમ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5518 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4906 કરોડ પર જોવા મળતો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીની આવક 23.5 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 4470 કરોડ પર રહી હતી.
સમગ્ર નાણા વર્ષની વાત કરીએ તો હેવેલ્સે 20023-24માં રૂ. 1271 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષના રૂ. 1072 કરોડની સરખામણીમાં 18.57 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક પણ 10.24 ટકા વધી રૂ. 18839 કરોડ પર નોંધાઈ હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એબિટા 20.4 ટકા વધી રૂ. 635 કરોડ રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 81 બેસીસ પોઈન્ટ્સ વધી 11.66 ટકા પર જોવા મળતું હતું.
કંપનીના કેબલ્સ અને વાયર્સ બિઝનેસમાં 14 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. લોયડ કન્ઝ્યૂમરે વાર્ષિક 12 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને તે રૂ. 3785 કરોડ પર રહી હતી. કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 6ના ડિવિડન્ડની ભલામણ કરી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.