બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં નરમાઈઃ વોલેટિલિટી ઈન્ડેક્સ 4.3 ટકા ઉછળી 24ની સપાટી કૂદાવી ગયો
ફાર્મા, એફએમસીજી, ફાઈ. સર્વિસિઝ, મિડિયામાં મજબૂતી
પીએસઈ, રિઅલ્ટી, આઈટી, ઓટો, બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી
ગ્લેનમાર્ક, એક્સાઈડ ઈન્ડ., મુથૂત ફાઈ., ડિવિઝ લેબ્સ, અમર રાજા નવી ટોચે
કેઆરબીએલ નવા તળિયે
શેરબજારમાં મંગળવારે સાંકડી રેંજમાં ટ્રેડ વચ્ચે નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 220 પોઈન્ટ્સ ઘટાડે 75170ની સપાટીએ જ્યારે નિફ્ટી 44 પોઈન્ટ્સ ઘટાડે 22888ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3930 કાઉન્ટર્સમાં ટ્રેડિંગમાંથી 2510 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1321 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 175 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ વધુ 4.3 ટકા ઉછળી 24.19ની વાર્ષિક ટોચ પર બંધ રહ્યો હતો.
મંગળવારે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારે મજબૂતી સાથે કામગીરીની શરૂઆત કરી હતી. ઈન્ટ્રા-ડે નિફ્ટીએ 22999ની ટોચ દર્શાવી હતી. જ્યારે નીચામાં 22859નું તળિયું બનાવ્યું હતું. જોકે, તેણે 22900ની નીચે બંધ આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 37 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22925ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં સાવચેતી જરૂરી બની છે. લોંગ ટ્રેડર્સ 22500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે. ચૂંટણીના પરિણામો નજીક આવવા સાથે બજારમાં વોલેટિલિટીનું પ્રમાણ વધી શકે છે.
બેન્ચમાર્ક નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ડિવિઝ લેબ્સ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર, જેએસડબલ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ, હિંદાલ્કો, એચયૂએલ, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફઇનસર્વ, ટાઈટન, લાર્સનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એનટીપીસી, તાતા મોટર્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, એપોલો હોસ્પિટલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજી, ફાઈ. સર્વિસિઝ, મિડિયામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે પીએસઈ, રિઅલ્ટી, આઈટી, ઓટો, બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા 0.5 વૃદ્ધિ દર્શાવતો હતો. જેમાં ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 2.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં સોભા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ફિનિક્સ મિલ્સ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, હેમિસ્ફીઅરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી પણ 1.2 ટકા ગગડ્યો હતો. નિફ્ટી મેટલ 0.5 ટકા ઘટાડો સૂચવતો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો સન ટીવી નેટવર્ક, ગ્લેનમાર્ક, કોરોમંડલ ઈન્ટર., ડિવિઝ લેબ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, સિન્જિન ઈન્ટલ, એસબીઆઈ લાઈફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચડીએફસી લાઈફ, આઈજીએલ, એચડીએફસી એએમસીમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, વોડાફોન આઈડિયા, ઈન્ફો એજ, ડીએલએફ, સેઈલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ભેલ, બિરલાસોફ્ટ, બેંક ઓફ બરોડા, આઈએએક્સ, ફેડરલ બેંક, કોફોર્જ, અદાણી પોર્ટ્સ, તાત પાવર, કોન્કોર, એબીબી ઈન્ડિયા, પોલીકેબ, દિપક નાઈટ્રેટ, એચપીસીએલમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ગ્લેનમાર્ક, કોરોમંડલ ઈન્ટર, ડિવિઝ લેબ્સ, એક્સાઈડ ઈન્ડ, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, મૂથૂત ફાઈનાન્સ, અમર રાજા, વિજય ડાયગ્નોસ્ટીકસ, હીરો મોટોકોર્પ, સુમિટોમો, ઓબેરોય રિઅલ્ટી, એજિસ લોજિસ્ટીક્સનો સમાવેશ થતો હતો. જ્યારે કેઆરબીએલમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આદિત્ય બિરલાની સબસિડિયરી નોવેલીસે યુએસ ખાતે IPO માટે ફાઈલ કર્યું
કંપનીએ 18-21 ડોલર પ્રતિ શેરના પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કર્યું
નોવેલીસ 4.5 કરોડ શેર્સનું વેચાણ કરશે
આદિત્ય બિરલાની પેટાકંપની નોવેલીસે યુએસ ખાતે આઈપીઓ માટે ફાઈલીંગ કર્યું છે. કંપની આઈપીઓમાં 4.5 કરોડ શેર્સનું વેચાણ કરશે. તેણે આ માટે 18-21 ડોલરનો પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કર્યો છે.
કંપનીએ યુએસ માર્કેટ રેગ્યુલેટર યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન(એસઈસી) સમક્ષ ફોર્મ એફ-1 ફાઈલ પર રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ ફાઈલ કર્યું છે. આઈપીઓ માટે મોર્ગન સ્ટેનલી, બોફા સિક્યૂરિટીઝ અને સિટીગ્રૂપ લીડ બુકરનીંગ મેનેજર્સ છે. જ્યારે વેલ્સ ફાર્ગો સિક્યૂરિટીઝ, ડોઈશે બેંક સિક્યૂરિટીઝ અને બીએમઓ કેપિટલ માર્કેટ્સ એડિશ્નલ બુક-રનીંગ મેનેજર્સ છે. બીએનપી પારિબા, એકેડેમી સિક્યૂરિટીઝ, ક્રેડિટ એગ્રીકોલ સીઆઈબી, પીએનસી કેપિટલ માર્કેટ્સ એલએલસી અને એમએસબીસી નિક્કો ઈસ્યુના કો-મેનેજર્સ છે.
નોવેલીસ વિશ્વની સૌથી મોટી ફ્લેટ-રોલ્ડ એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ ઉત્પાદક છે. જેનો ઉપયોગ કાર્સથી લઈ સોડા કેન્સમાં થાય છે. હિંદાલ્કો 2007માં નોવેલીસની ખરીદી કરી હતી. આઈપીઓ મારફતે 94.5 કરોડ ડોલરની રકમ ઊભી કરવાનો અંદાજ છે. જે કંપનીને 12.6 અબજ ડોલરનું વેલ્યૂએશન આપે છે.
PNB હાઉસિંગ ફાઈનાન્સમાં બ્લોક ડિલ મારફતે રૂ. 500 કરોડના શેર્સના વેચાણની શક્યતાં
કંપનીના શેર માટે રૂ. 717 પ્રતિ શેરનો ફ્લોર પ્રાઈસ નિર્ધારિત થયો
ફ્લોર પ્રાઈસ માર્કેટ ભાવથી 9 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે
પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ બ્લોક ડીલ મારફતે રૂ. 500 કરોડના શેર્સનું વેચાણ કરે તેવી શક્યતાં છે. જોકે, કંપનીના શેર્સનું વેચાણ કોણ કરશે તે જાણવા મળ્યું નથી. માર્કેટ અહેવાલો મુજબ કંપનીના 69.6 લાખ શેર્સનું વેચાણ થશે. જે માટે રૂ. 717 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કરાયો છે. જે બજારભાવથી લગભગ 9 ટકા ડિસ્કાઉન્ટ સૂચવે છે. બીએનબી હાઉસિંગનો ભાવ મંગળવારે 1.43 ટકા ગગડી રૂ. 786.85ના ભાવે બંધ રહ્યો હતો.
ચાલુ વર્ષે શરૂઆતમાં સિંગાપુર સ્થિત ઈન્વેસ્ટર ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ-પાંચે પીએનબી હાઉસિંગમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનમાં 9.88 ટકા હિસ્સાનું વેચાણ કરી રૂ. 2106 કરોડ ઊભા કર્યાં હતાં. કંપનીએ નાણા વર્ષ 2023-24માં રૂ. 338.44 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 26 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
RBI તેની મિટિંગમાં લિક્વિડીટીને લઈ પગલાં લે તેવી નહિવત શક્યતાં
સેન્ટ્રલ બેંક VRR ઓક્શન્સ ચાલુ રાખે તેવી નિષ્ણાતોની ધારણા
લગભગ 20 જેટલા બેંકર્સ અને ઈકોનોમિસ્ટના એક સર્વે મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની આગામી મોનેટરી પોલિસીમાં લિક્વિડીટી સંબંધી કોઈ પગલાંની જાહેરાત કરે તેવી શક્યતાં નથી. જોકે, તે વેરિએબલ રેટ રેપો ઓક્શન્સ ચાલુ રાખી શકે છે. જેથી બજારમાં લિક્વિડિટીને તેમજ ઓવરનાઈટ રેટ્સને રેપો રેટની નજીક રહે તે માટે સપોર્ટ મળી રહે.
નિષ્ણાતોના મતે હાલમાં આરબીઆઈ સક્રિયપણે લિક્વિડીટી મેનેજ કરી રહી છે. આ માટે તે વેરિએબલ રેટ રેપો ઓક્શનનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણી પછી નવી સરકાર ખર્ચ શરૂ કરશે. જેની પાછળ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટીની સ્થિતિમાં સુધારો જોવા મળશે. હાલમાં બેંકિંગ સિસ્ટમમાં રૂ. 1.54 લાખ કરોડની લિક્વિડિટી ખાધ જોવા મળે છે એમ આરબીઆઈ ડેટા જણાવે છે.
આરબીઆઈના છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5-7 જૂન દરમિયાન મળવાની છે. એપ્રિલ મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડીટીની સ્થિતિ સરપ્લસ મોડમાં હતી. જે ધીમે-ધીમે ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સના આઉટફ્લોને કારણે ડેફિસિટમાં જતી રહી હતી. આરબીઆઈ ડેટા મુજબ 5 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન બેંકિંગ સિસ્ટમ સરપ્લસ મોડમાં હતી. જે સમગ્ર મે મહિનામાં ડેફિસિટમાં જોવા મળી છે. લિક્વિડિટીને સપોર્ટ માટે આરબીઆઈએ એપ્રિલ અને મેમાં અત્યાર સુધીમાં 16 વીઆરઆર ઓક્શન્સ યોજ્યાં છે.