શોર્ટ કવરિંગ પાછળ શેરબજારમાં તેજીનો ઝંઝાવાત
તમામ પાંચ ટ્રેડિંગમાં બેન્ચમાર્ક્સનું પોઝીટીવ બંધ
નિફ્ટીએ 18000ની સપાટી પાર કરી
ઈન્ડિયા વિક્સ 4.3 ટકા ગગડી 10.94ના સ્તરે
એનર્જી, આઈટી, એફએમસીજી, ઓટો, મેટલમાં ભારે તેજી
બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી
આરઈસી, સિન્જિન, નેસ્લે, લાર્સન નવી ટોચે
એમએમટીસી, આવાસમાં નવું તળિયું
શુક્રવારે તેજી સાથે ચાલુ કેલેન્ડરમાં પ્રથમવાર પાંચેય સત્રમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં ભારતીય બેન્ચમાર્ક્સ સતત સુધારાતરફી બની રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 463 પોઈન્ટ્સ મજબૂતી સાથે 61112ની સપાટીએ જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ્સ સુધારે 18065ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ બ્રેન્ડ ખૂબ જ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50માંથી 41 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે સુધારો સૂચવતાં હતાં. જ્યારે 9 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3629 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2238 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1259 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 115 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં.
યુએસ ખાતે ગુરુવારે શેરબજારમાં તેજી પાછળ સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે મજબૂત ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17915ના બંધ સામે 17950ની સપાટી પર ખૂલી ઉપરમાં 18089નું સ્તર દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 57 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18112 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 76 પોઈન્ટ્સનું પ્રિમીયમ દર્શાવતો હતો. આમ, બજારમાં તેજી વચ્ચે લોંગ પોઝીશનમાં કોઈ વૃદ્ધિના સંકેતો નથી. જે સૂચવે છે કે ઊંચા મથાળે ખરીદીમાં સાવચેતી દાખવવી જરૂરી છે. શુક્રવારે બજારમાં આખરી તબક્કામાં ખરીદીનું કારણ શોર્ટ કવરિંગ પણ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. નિફ્ટીએ 18 હજારનું સ્તર પાર કરતાં કેટલાંક શોર્ટ સેલર્સે પેનિકમાં પોઝીશન કવર કરી હતી. નિફ્ટીમાં સૌથી ઊંચો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, નેસ્લે, વિપ્રો, લાર્સન, એસબીઆઈ, એચડીએફસી લાઈફ, આઈટીસી, એપોલો હોસ્પિટલ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એક્સિસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન કંપની, ઓએનજીસી, એચસીએલ ટેક અને સિપ્લામાં નરમાઈ જોવા મળી હતી.
જો સેક્ટરલ દેખાવની વાત કરીએ તો તમામ સેક્ટરલ બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જેમાં એનર્જી, આઈટી, એફએમસીજી, ઓટો, મેટલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 1.24 ટકા સુધારો દર્શાવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, તાતા પાવર, આઈઓસી, એનટીપીસી, બીપીસીએલમાં સુધારો જોવા મળતો હતો. જોકે, ગેઈલ અને ઓએનજીસી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી 1.3 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, એલએન્ડટી, ટીસીએસમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. તેણે 47955ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. તેના મુખ્ય ઘટકોમાં બ્રિટાનિયા, નેસ્લે, આઈટીસી, ઈમામી, યુનાઈટેડ બ્રૂઅરિઝ, તાતા કન્ઝ્યૂમર્સ અને યુનાઈટેડ સ્પિરિટ્સ મજબૂતી દર્શાવતાં હતાં. બેંકનિફ્ટી 0.54 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, બંધન બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નાની પીએસયૂ બેંક્સમાં પંજાબ એન્ડ સિઁધ બેંક 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત જેકે બેંક, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, આઈઓબી, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 10.4 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડસ ટાવર્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, આરઈસી, લૌરસ લેબ્સ, સિન્જિન, કેન ફિન હોમ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને એસ્ટ્રાલમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, એક્સિસ બેંક, અતુલ, સીજી કન્ઝ્યૂમર, ગેઈલ અને એસબીઆઈ કાર્ડમાં નરમાઈ જોવા મળી હતી. આરઈસી, સિન્જિન, નેસ્લે, લાર્સન જેવા કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે એમએમટીસી, આવાસમાં નવું તળિયું જોવા મળ્યું હતું.
અદાણી સિમેન્ટે 20 કરોડ ડોલરના ડેટનું પ્રિ-પેમેન્ટ કર્યું
વૈશ્વિક બેંક્સે હોલ્સિમ પાસેથી હિસ્સો ખરીદવા અદાણીને 4.5 અબજ ડોલર ચૂકવ્યાં હતાં
અદાણી જૂથની અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહે 20 કરોડ ડોલરના ડેટની આગોતરી ચૂકવણી કરી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. જેણે કંપનીને હોલ્સિમ પાસેથી ભારતીય સિમેન્ટ કંપનીઓના હિસ્સાને ખરીદવા માટે તેણે વૈશ્વિક બેંકર્સ પાસેથી લીધેલી મેઝેનાઈન લોનમાંથી એક અબજ ડોલરનું ડેટ ઓછું કરવામાં સહાયતા કરી છે. પ્રિ-પેમેન્ટને કારણે ગૌતમ અદાણીની કંપનીને ડેટને ત્રણ વર્ષ માટે લંબાવવામાં પણ સહાયતા મળશે એમ એક વર્તુળ નામ નહિ આપવાની શરતે જણાવે છે. વૈશ્વિક બેંક્સે સ્વીસ ઈન્વેસ્ટર્સ હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસીનો હિસ્સો ખરીદવા અદાણીને 4.5 અબજ ડોલરની લોન આપી હતી. જે સપ્ટેમ્બર 2024માં મેચ્યોર થતી હતી.
જોકે, જાન્યુઆરી 2023ની આખરમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિસર્ચ રિપોર્ટે અદાણી જૂથ પર પસ્તાળ પાડી હતી. રિપોર્ટમાં અદાણી જૂથની કથિત ગેરરિતીઓ જણાવવામાં આવી હતી. જેની પાછળ જૂથના શેર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ વિશ્વ બજારમાં લિસ્ટેડ અદાણી જૂથના બોન્ડ્સ પર મોટું દબાણ જોવા મળ્યું હતું. જેની પાછળ જૂથની શાખને ભારે ફટકો પડ્યો હતો. જોકે હિંડેનબર્ગના રિપોર્ટને અદાણીએ બદઈરાદાપૂર્વકનો તથા ખોટ ગણાવ્યો હતો. ત્યારપછીના સમયગાળામાં અદાણીએ શેર-સમર્થિત 2 અબજ ડોલરની લોન્સની આગોતરી ચૂકવણી કરી છે. આ ઉપરાંત તેણે બોન્ડનું સમયસર રિપેમેન્ટ્સ પણ કર્યું છે તથા યુએસ સ્થિત રોકાણકાર જીક્યૂજી પાર્ટનર્સના રાજીવ જૈન પાસેથી 1.9 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે.
AMFIએ ફંડ હાઉસિસને SIP ટાર્ગેટ્સ ટ્રેનીંગ પ્રોગ્રામ બંધ કરવા જણાવ્યું
કેટલાંક મ્યુચ્યુલ ફંડ ગૃહોએ રેગ્યુલર પ્લાન્સ હેઠળ સ્પેશ્યલ SIP ડ્રાઈવ લોંચ કર્યાં હતાં
સેબી તરફથી નોન-કેશ ઈન્સેન્ટિવ્સ આપતાં ટ્રેનીંગ પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ વચ્ચે કેટલાંક એએમસીનો પ્રયાસ
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)એ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(AMC)ને સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાસ(SIP) ટાર્ગેટ્સ માટે મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ(MFD)ને ઓફર કરવામાં આવતાં ટ્રેનીંગ પ્રોગ્રામ્સ બંધ કરવા માટે જણાવ્યું છે. દેશમાં રૂ. 40 લાખ કરોડનું એસેટ અન્ડર મેન્જમેન્ટ ધરાવતાં એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગને 27 એપ્રિલે એક સર્ક્યુલરમાં સેબીએ આમ જણાવ્યું હતું. રેગ્યુલેટરે નોંધ્યું હતું કે કેટલીક એએમસીએ રેગ્યુલર પ્લાન્સ હેઠળ ચોક્કસ સમયગાળા માટે સ્પેશ્યલ એસઆઈપી ડ્રાઈવ્સ લોંચ કર્યાં છે અને આ માટે ઝોનલ અથવા નેશનલ લોકેશન્સ પર એમએફડીને ટ્રેનીંગ પ્રોગ્રામ્સ ઓફર કરવામાં આવી રહ્યાં છે. એએમસી T30 અથવા B30 લોકેશન્સમાં ચોક્કસ લઘુત્તમ ટાર્ગેટ્સ સાથે એસઆઈપીની સંખ્યા અથવા એસઆઈપીની ઈન્ક્રિમેન્ટ્લ વેલ્યૂને આધારે આ પ્રોગ્રામ ઓફર કરી રહી છે. T-30 એટલે ટોચના 30 જીઓગ્રાફિકલ લોકેશન્સ જ્યારે B-30 એટલે ટોચના 30 સિવાયના અન્ય 30 લોકેશન્સ એવો અર્થ થાય છે.
અગાઉ એક મિડિયા અહેવાલમાં કેટલાંક ફંડ હાઉસિસે ડિસ્ટ્રીબ્યુટર્સ માટે આ પ્રકારના ટ્રેનીંગ પ્રોગ્રામ્સ લોંચ કર્યાં હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડ, તાતા મ્યુચ્યુલ ફંડ, વ્હાઈટઓક કેપિટલ મ્યુચ્યુલ ફંડ અને ડીએસપી મ્યુચ્યુલ ફંડનો સમાવેશ થાય છે. તેમણે કેટલાં SIP ટાર્ગેટ્સને આધારે આવા ટ્રેનીંગ પ્રોગ્રામ્સ લોંચ કર્યાં હતાં. ફંડ હાઉસિસ તરફથી આવા ઈન્સેન્ટિવ-બેઝ્ડ પ્રોગ્રામ્સ સંબંધમાં આપવામાં આવેલી કોપી પણ તેમની પાસે ઉપલબ્ધ હોવાનો માધ્યમે દાવો કર્યો હતો. જેનું ડિસ્ટ્રીબ્યુટર્સમાં વિતરણ કરાયું હતું. ઉદાહરણ તરીકે, એક ફંડ હાઉસે ત્રણ લોકેશન્સ ખાતે ટ્રેનીંગ પ્રોગ્રામ્સ ઓફર કર્યો હતો. જેને ‘ટ્રેનીંગ 1’, ‘ટ્રેનીંગ 2’ અને ‘ટ્રેનીંગ 3’ તરીકે ઓળખાવવામાં આવતાં હતાં. બી-30 લોકેશન્સમાંથી રૂ. 1.5 લાખનો એસઆઈપી ઈનફ્લો લાવનાર ડિસ્ટ્રીબ્યુટરને ‘ટ્રેનીંગ 1’ પ્રોગ્રામમાં એક સીટ ઓફર કરાઈ હતી. જોકે, ટ્રેનીંગ-3 ખાતે ડિસ્ટ્રીબ્યુટરને રૂ. 4.5 લાખના એસઆઈપી ઈનફ્લો પર સીટ ઓફર કરવામાં આવી હતી. જોકે, આ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ માટેના લોકેશન્સની ચકાસણી થઈ શકી નહોતી. જોકે, ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા મુજબ ઈનફ્લોની મર્યાદા જેટલી ઊંચી પ્રોગ્રામનું લોકેશન એટલું જ એક્ઝોટિક હશે. એક અન્ય ફંડ હાઉસના બ્રોશિયરમાં ચાર ટ્રેનીંગ સેન્ટર્સ એ, બી, સી અને ડી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યાં હતાં. જેમાં એ સેન્ટર મોટા ક્વોલિફાઈ થવા માટે ડિસ્ટ્રીબ્યુટરે 1 માર્ચથી 30 જૂન દરમિયાન રૂ. 4 લાખનો એસઆઈપી ઈનફ્લો મેળવવાનો રહેશે. જો ડિસ્ટ્રીબ્યુટર રૂ. 3 લાખનો એસઆઈપી ઈન્ફ્લો મેળવશે તો તેણી સેન્ટર બી ખાતે ટ્રેનીંગ માટે યોગ્ય ઠરશે.
ટ્રેનીંગ કે ઈન્સેન્ટિવ?
સામાન્યરીતે મ્યુચ્યુલ ફંડ્સ સમગ્ર વર્ષ દરમિયાન ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ટ્રેનીંગ પ્રોગ્રામ કરતાં હોય છે. જોકે, કેટલાંક વર્ષો અગાઉ સુધી ઘણા ફંડ હાઉસિસ લઘુત્તમ ઈનફ્લો મર્યાદા કરતાં વધુ ઈનફ્લો લાવે તો ડિસ્ટ્રીબ્યુટર્સને ખર્ચાળ વિદેશી હોલિડેઝ અને જંકેટ્સ માટે લઈ જતાં હતાં. આવા જંકેટ્સનો લાભ લેવા માટે આતુર ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી મીસ-સેલીંગ ના થાય તે માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ પ્રેકટીસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2018માં એક સર્ક્યુલર મારફતે સેબીએ ફંડ હાઉસિસ તરફથી રોકાણકારો પાસેથી વસૂલવામાં આવતાં ખર્ચમાં વધુ પારદર્શક્તા લાવવાનો પ્રયાસ કર્યો હતો. સેબીએ ડિસ્ટ્રીબ્યુટર્સને કોઈપણ ભેટ કે નોન-કેશ પ્રકારના પ્રલોભન માટે ટ્રેનીંગ પ્રોગ્રામ્સનો દૂરૂપયોગ નહી કરવા માટે પણ જણાવ્યું હતું. જેનો સાદો અર્થ એવો થાય છે કે ટ્રેનીંગ પ્રોગ્રામ માત્રને માત્ર ટ્રેનીંગ આપવા માટે જ હોવા જોઈએ. જોકે, તાજેતરમાં ઓછામાં ઓછા ફંડ ગૃહોએ ડિસ્ટ્રીબ્યુટર્સને ચોક્કસ રકમનો ઈનફ્લો મેળવી આપવા માટે આવા ટ્રેનીંગ પ્રોગ્રામ્સ શરૂ કર્યાં હતાં.
LIC ફ્રન્ટ-રનીંગ કેસમાં સેબીનો ત્રણ વ્યક્તિ, બે કંપનીઓ પર પ્રતિબંધ
ફ્રન્ટ-રનીંગ મારફતે પાંચેય જણાએ ખોટી રીતે રૂ. 2.44 કરોડનો નફો મેળવ્યો હતો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી) ફ્રન્ટ-રનીંગ કેસમાં ત્રણ વ્યક્તિઓ અને બે કંપનીઓ પર કંપનીના શેરમાંથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એલઆઈસી ફ્રન્ટ-રનીંગ કેસમાં પાંચ કંપનીઓએ ગેરકાયદે રૂ. 2.44 કરોડનો નફો મેળવ્યો હતો. તેમણે વીમા કંપનીના ટ્રેડ્સનું ફ્રન્ટ-રનીંગ કરી આ લાભ મેળવ્યો હતો. રેગ્યુલેટરે જેમના પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં યોગેશ ગર્ગ, તેમની માતા સરિતા ગર્ગ, સાસુ કમલેશ અગરવાલ, વેદ પ્રકાશ એચયૂએફ અને સરિતા ગર્ગ એચયૂએફનો સમાવેશ થાય છે. એચયૂએફનો અર્થ હિંદુ અનડિવાઈડેડ ફેમિલી થાય છે.
સેબીએ તેના આદેશમાં નોંધ્યું હતું કે ઉપરોક્ત પાંચ વ્યક્તિઓ કે કંપનીઓએ કોઈપણ એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સમાં ઓર્ડરની તારીખથી ત્રણ મહિનામાં અથવા તો એક્સપાયરી પર, જે વહેલું આવતું હોય ત્યારે, તેમની પોઝીશન કવર કરી લેવાની રહેશે. આ આદેશની અગાઉની તારીખે હાથ ધરવામાં આવેલા ટ્રેડિંગના પે-ઈન અને પે-આઉટ ઓબ્લિગેશન્સ માટે સેબીએ કંપનીઓને છૂટ આપી હતી.
આ કિસ્સાની વિગતોમાં જઈએ તો વેદ પ્રકાશ ગર્ગના પુત્ર યોગેશ ગર્ગની 2011માં એલઆઈસીમાં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર(એએઓ) તરીકે નિમણૂંક થઈ હતી. જ્યારબાદ તેમણે કોલકોતા, રોહતક અને દિલ્હી ઓફિસિસ ખાતે એએઓ તરીકે કામગીરી કરી હતી. મે 2019થી એપ્રિલ 2022 વચ્ચે તેણે એલઆઈસીના ઈન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર તરીકે કામગીરી બજાવી હતી. જેને એક સંવેદનશીલ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. સેબીના મતે એલઆઈસીમાં ડીલરને કારણે તેમની પાસે ગુપ્ત માહિતી રહેતી હતી. જેમાં એલઆઈસીના બાય અને સેલના ઈમ્પેન્ડિંગ ઓર્ડર્સનો સમાવેશ થતો હતો. સેબીએ એલઆઈસીને એક સૂચન કરીને તેની સમગ્ર ઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યું છે. જેથી આ પ્રકારની ગતિવિધીઓ અટકાવી શકાય.
સરકારની ઘઉંની ખરીદી ગયા વર્ષને પાર કરી ગઈ
2022માં 1.489 કરોડ ટન સામે ચાલુ વર્ષે 1.952 કરોડની ખરીદી કરાઈ
દેશમાં ઘઉંની ખરીદી વિલંબથી શરૂ થઈ હતી તેમ છતાં તે ગઈ સિઝન કરતાં આગળ નીકળી ગઈ છે. 26 એપ્રિલ સુધીમાં સરકારી એજન્સીઝે કુલ 1.952 કરોડ ટનની ખરીદી કરી લીધી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી 1.489 કરોડની ખરીદી સામે 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા સમગ્ર વર્ષ દરમિયાન સરકારની ખરીદી 1.879 કરોડ ટન પર જોવા મળી હતી. જે 15-વર્ષોમાં સૌથી નીચી હતી. જોકે, ચાલુ સિઝનમાં ખરીદી ગયા વર્ષ કરતાં આગળ નીકળી ગઈ છે. ચાલુ વર્ષ માટે સરકારે 3.415 કરોડ ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી પંજાબમાંથી જોવા મળી છે. જ્યારે બીજા ક્રમે હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો ક્રમ આવે છે. પંજાબમાંથી 89.9 લાખ ટન ઘઉં ખરીદાયા છે. જ્યારે હરિયાણામાંથી 54.3 લાખ ટન ઘઉઁ ખરીદવામાં આવ્યાં છે. આ ઉપરાંત, મધ્ય પ્રદેશમાંથી 49.5 લાખ ટન અને ઉત્તર પ્રદેશમાંથી 1.04 લાખ ટન જ્યારે રાજસ્થાનમાંથી 49 હજાર ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. અન્ય રાજ્યોમાંથી 1269 ટન ઘઉં ખરીદવામાં આવ્યાં છે. સરકારી એજન્સીઓને ઘઉઁની ખરીદીમાં મહત્વની ભૂમિકા ભાવે ભજવી છે. સરકારે જાન્યુઆરીમાં મુક્ત બજારમાં ઘઉઁનો જથ્થો ઠાલવવાનો નિર્ણય કરતાં ભાવ કુલ ડાઉન થવાથી ખેડૂતોએ નવી સિઝનમાં સરકારી એજન્સીઓને તેમની પેદાશ વેચવા માટે મન બનાવ્યું હતું. જોકે, સિઝનની શરૂઆતમાં ખેડૂતો તરફથી આવકો નીચી જોવા મળી હતી. જે છેલ્લાં એક સપ્તાહથી મજબૂત જોવા મળી રહી છે અને સરકાર ટૂંક સમયમાં જ તેના ટાર્ગેટને હાંસલ કરશે તેવી શક્યતાં ટ્રેડ વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. દેશમાં ચાલુ સિઝનમાં ઘઉંનું ઉત્પાદન 11 કરોડ ટનને પાર કરી વિક્રમી સપાટીએ જોવા મળી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસીસીઃ અદાણી સિમેન્ટની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 236 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 113 કરોડ પર હતો. કંપનીની આવક 6 ટકા વધી રૂ. 4791 કરોડ જોવા મળી હતી. જ્યારે કંપનીનો એબિટા ત્રિમાસિક ધોરણે 40 ટકા ઉછળી રૂ. 588 કરોડ પર રહ્યો હતો. કંપનીનું વોલ્યુમ ત્રિમાસિક ધોરણે 9 ટકા વધી 85 લાખ ટન રહ્યું હતું. જ્યારે ત્રિમાસિક ધોરણે પ્રતિ ટન ખર્ચમાં રૂ. 264નો ઘટાડો નોંધાયો હતો.
એક્સિસ બેંકઃ દેશમાં ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5728 કરોડની ખોટ દર્શાવી છે. બેંકે રૂ. 5739 કરોડના અંદાજ સામે નીચી ખોટ દર્શાવી હતી. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ જોકે રૂ. 11932 કરોડની અપેક્ષા સામે રૂ. 11742 કરોડ પર રહી હતી. જેની પાછળ શેરમાં દબાણ જોવા મળ્યું હતું. બેંકે સિટી બેંકનો બિઝનેસ ખરીદતાં ખોટ જોવા મળી હતી.
ગ્લેનમાર્ક લાઈફઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 146 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 48 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 621 કરોડની આવક નોંધાવી હતી. જે વાર્ષિક 21 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા 45 ટકા ઉછળી રૂ. 206 કરોડ રહ્યો હતો.
ટ્રેન્ટઃ રિટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 54.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16 લાખ પર હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1329 કરોડની આવકની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 64.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2183 કરોડની રેવન્યૂ નોંધાવી હતી.
ઈન્ડિયન હોટેલ્સઃ હોટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 328.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 74.2 કરોડ પર હતો. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 872.1 કરોડની આવકની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 86.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1625.4 કરોડની આવક નોંધાવી હતી.
ટેક મહિન્દ્રાઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાટરમાં રૂ. 1117.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 1,275 કરોડની અપેક્ષા કરતાં નીચો જોવા મળ્યો છે. કંપનીની આવક એનાલિસ્ટ્સની રૂ. 13,788 કરોડની અપેક્ષા સામે રૂ. 13,718.2 કરોડ પર રહી હતી.
સૂર્યા રોશનીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 155.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 82.8 કરોડની સરખામણીમાં 88 ટકા ઊંચો છે. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2301 કરોડની આવક સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 6.5 ટકા ઘટાડા સાથે રૂ. 2151.3 કરોડની આવક નોંધાવી હતી.
એબીએએમસીઃ એસેટ મેનેજમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 135.6 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 158.5 કરોડની સામે 14.5 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 323.5 કરોડ સામે 8.2 ટકા ગગડી રૂ. 297 કરોડ પર જોવા મળી હતી.
એમઓએસએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 164.7 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 299.6 કરોડની સામે 45 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 939.3 કરોડ સામે 11 ટકા ગગડી રૂ. 838 કરોડ પર જોવા મળી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.