Categories: Market TipsNEWS

Market Summary 26 July 2022



બ્લોગ કન્ટેન્ટ



માર્કેટ સમરી

એક્સપાયરી વીકમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ
નિફ્ટી 16500ના સ્તરની નીચે ઉતરી ગયો
એશિયન બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારનો નબળો દેખાવ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા સુધરી 18.17ની સપાટીએ
આઈટી, એફએમસીજી, ઓટો, ફાર્મામાં નરમાઈ આગળ વધી
બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ માર્કેટ-બ્રેડ્થ નરમ
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો શેર વધુ 13 ટકા ગગડ્યો
ભારતીય બજારમાં સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવા મળી હતી. લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને બેન્ચમાર્ક્સ દિવસ દરમિયાન રેડ ઝોનમાં જ અટવાયા હતાં. બીએસઈ સેન્સેક્સ 498 પોઈન્ટ્સ તૂટી 55268ની સપાટીએ જ્યારે નિફ્ટી 147 પોઈન્ટ્સ ગગડી 16484ના સ્તરે ટ્રેડ થયો હતો. નિફ્ટીના 50 શેર્સમાંથી 37 ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 13 જ સુધારો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને તેની પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળી 18ની સપાટી પાર કરી ગયો હતો. છેલ્લાં બે સત્રોમાં તેણે નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો છે.
એશિયન બજારોમાં સુધારા વચ્ચે ભારતીય બજારમાં મંગળવારે ગેપ-ડાઉન ઓપનીંગ સાથે ઘટાડો આગળ વધ્યો હતો અને નિફ્ટી 16500ના સપોર્ટ નીચે ઉતરી ગયો હતો. માર્કેટમાં તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. જોકે મંગળવારે ઘટાડાની આગેવાની ફરી એકવાર આઈટી સેક્ટરે લીધી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.83 ટકા ગગડ્યો હતો. જેમાં એમ્ફેસિસ 6.25 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. આ સિવાય એલએન્ડટી ટેક્નોલોજી 5.5 ટકા, માઈન્ડટ્રી 4.55 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 4.15 ટકા, ઈન્ફોસિસ 3.5 ટકા, વિપ્રો 2.3 ટકા અને કોફોર્જ 2.3 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી 1.4 ટકા ઘટ્યો હતો. જેમાં જ્યુબિલિઅન્ટ ફૂડ 3.7 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 3 ટકા, એચયૂએલ 3 ટકા, મેરિકો 2.7 ટકા, ટાટા કન્ઝ્યૂમર 2 ટકા, બ્રિટાનિયા 2 ટકા અને કોલગેટ 2 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા એક ટકા ગગડ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 3.25 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 2.74 ટકા, ડિવિઝ લેબ્સ 2.31 ટકા, બાયોકોન 1.4 ટકા અને ઝાયડસ લાઈફ 1.4 ટકા ઘટાડો સૂચવતાં હતાં. ફાર્મા ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળતાં હતાં. નિફ્ટી ઓટોમાં બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. જેમાં બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ 4.1 ટકા, બજાજ ઓટો 2.4 ટકા, આઈશર મોટર 2 ટકા, ટાટા મોટર્સ 1.9 ટકા અને અશોક લેલેન્ડ 1.4 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી પણ એક ટકાથી વધુ તૂટ્યો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 4 ટકા, સનટેક રિઅલ્ટી 3 ટકા, ફિનિક્સ મિલ 2.6 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 1.8 ટકા અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 1 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. મેટલ, એનર્જી, ઈન્ફ્રા સહિતના ક્ષેત્રો પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બેંકિંગમાં પણ 0.9 ટકા નરમાઈ જોવા મળતી હતી. જેમાં એક્સિસ બેંક સારા પરિણામો પાછળ 3 ટકા જેટલો તૂટ્યો હતો. જ્યારે કોટક બેંક, ફેડરલ બેંક, બંધન બેંક, આઈડીએફસી બેંક, એસબીઆઈ પણ નરમાઈ દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ નરમ જોવા મળ્યો હતો. મેટલ શેર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ 2 ટકા સાથે મજબૂતી દર્શાવવા સાથે એકમાત્ર સુધારો દર્શાવનાર શેર હતો. વેદાંતમાં 6.5 ટકા, હિંદુસ્તાન ઝીંક 2.7 ટકા, જિંદાલ સ્ટીલ 2.3 ટકા અને નાલ્કો 1.5 ટકા સુધારો દર્શાવતો હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ફિનસર્વ ટોચ પર હતો. તે 5.5 ટકા સુધારા સાથે મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. ગ્રાસિમ, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને પાવર ગ્રીડ કોર્પોરેશન પણ સુધારા સાથે બંધ જોવા મળ્યા હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં સન ટીવી નેટવર્ક 5.22 ટકા, એનબીસીસી 4.8 ટકા, ડેલ્ટા કોર્પ 4.6 ટકા, હિંદ કોપર 3.9 ટકા, જેકે સિમેન્ટ 3 ટકા, રામ્કો સિમેન્ટ 2.5 ટકા અને પીવીઆર 2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ પર્સિન્ટન્ટ સિસ્ટમ્સ 8 ટકા તૂટ્યો હતો. ઈન્ટીલેક્ટ ડિઝાઈન 6 ટકા, મેક્સ ફાઈનાન્સિયલ 4.4 ટકા, ઓરેકલ ફાઈનાન્સ 4.23 ટકા, બિરલા સોફ્ટ 4 ટકા, ઈન્ફો એજ 4 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડ 4 ટકા ઘટાડો સૂચવતાં હતાં. એસ્ટર ડીએમે તેની વાર્ષિક ટોચ દર્શાવી હતી. આ સિવાય ગુજરાત ફ્લોરો, વિનતી ઓર્ગેનિક્સ, નવીન ફ્લોરિન, આઈટીસી અને અદાણી એન્ટરપ્રાઈઝે પણ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ નોઁધાવી હતી. બીજી બાજુ તાન્લા પ્લેટફોર્મ્સ, ઝોમેટો, સ્ટરલાઈટ ટેક્નોલોજી, પીબી ઈન્ફોટેક અને મેડપ્લસ હેલ્થે તેમનું વાર્ષિક અથવા તો ઓલટાઈમ લો બનાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં વેચવાલી પાછળ બીએસઈ ખાતે બે શેર્સમાં વેચવાલી સામે એક શેરમાં ખરીદી જોવા મળતી હતી. પ્લેટફોર્મ ખાતે કુલ 3467 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2175 ઘટાડો દર્શાવતા હતા. જ્યારે 1154 સુધારો સૂચવી રહ્યાં હતાં. 108 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 225 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 165 લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં.

JICAએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે 100 અબજ જાપાની યેનની લોન આપી

જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી(JICA)એ ભારત સરકાર સાથે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેઈલ(એમએએચએસઆર) પ્રોજેક્ટ માટે ત્રીજા તબક્કારૂપે 100 અબજ જાપાની યેન(અંદાજે રૂ. 6 હજાર કરોડ)ની ડેવલપમેન્ટ આસિસ્ટન્સ લોન પૂરી પાડવા માટે લોન એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ રેલના બાંધકામ મારફતે હાઈ-ફ્રિકવન્સી માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવાનો છે. જેમાં જાપાનની બૂલેટ ટ્રેન તરીકે ઓળખાતી શિંકેનસન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જે ભારતમાં મોબિલિટીનો વ્યાપ વધારવા સાથે સ્થાનિક આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે. લોન એગ્રીમેન્ટ પર ભારત સરકારના આર્થિક બાબતોના અધિક સચિવ રજત કુમાર મિશ્રા અને જીકા ઈન્ડિયાના સિનિયર પ્રતિનિધિ વતાનાબે જૂને સાઈન કરી હતી. લોન એગ્રીમેન્ટ 25 જુલાઈએ સાઈન કરવામાં આવ્યો હતો. જે 2017માં જિકા દ્વારા કરવામાં આવેલા 250 અબજ ડોલર(અંદાજે રૂ. 18 હજાર કરોડ)ના પેકેજ પછીનો બીજો નાણાકિય સપોર્ટ છે.



ફેડ બેઠક અગાઉ ગોલ્ડમાં નરમ અન્ડરટોન

સોમવારે નવા સપ્તાહે મજબૂતી દર્શાવનાર ગોલ્ડમાં મંગળવારે નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારાં તે 1710-1720 ડોલરની રેંજમાં અથડાતું રહ્યું હતું. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 50500ના સ્તર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે ફેડ દ્વારા 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિને ગોલ્ડના ભાવ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. જોકે બજારને ડર છે કે ફેડ તેનો હોકિશ ટોન ચાલુ રાખશે. જૂન મહિનામાં 9.1 ટકા સીપીઆઈને જોતાં ફેડ ચેરમેન વધુ એક 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવશે તો ઈક્વિટીઝ સહિત ગોલ્ડના ભાવમાં એક નોંધપાત્ર ઘટાડો સંભવ છે. મંગળવારે ડોલર ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે 106.862ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે સૂચવે છે કે ફેડ હોકિશ વલણ જાળવી રાખે તેવી શક્યતાએ ડોલરમાં ફરી મજબૂતી જોવા મળી રહી છે.



અદાણી જૂથ ગ્રીન એનર્જી, ઈન્ફ્રામાં 70 અબજ ડોલરનું રોકાણ કરશેઃ ગૌતમ અદાણી

અદાણી જૂથ ગ્રીન એનર્જીમાં તબદિલ થવામાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 70 અબજ ડોલરનું રોકાણ કરશે એમ જણાવતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે ભારતની એનર્જી ફૂટપ્રિન્ટને અસાધારણ રીતે નવો આકાર આપવા માટે જણાવ્યું હતું.

ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસને વાર્ષિક સાધારણ સભામાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે ભારતની ગ્રીન એનર્જી તરફના શિફ્ટમાં સૌથી મોટો પુરાવો અમારા તરફથી 70 અબજ ડોલરનું રોકાણ છે. જે ભવિષ્યમાં અમારા વિશ્વાસ સૂચવે છે. અમે વિશ્વમાં સૌથી મોટા સોલાર પાવરના ડેવલપર્સમાંના એક છીએ. રિન્યૂએબલ્સ ક્ષેત્રે અમારી મજબૂત હાજરી અમને ગ્રીન હાઈડ્રોજન બનાવવાના અમારા પ્રયાસો માટે જબરદસ્ત તાકાત પૂરી પાડશે એમ અદાણીએ ઉમેર્યું હતું. જૂથ ભારતને આયાતી ક્રૂડ અને ગેસ પરની નિર્ભરતા પરથી સ્વતંત્ર બનાવવાની હોડની આગેવાની લઈ રહ્યું છે. સાથે એક દિવસે ભારત એનર્જિનું ચોખ્ખું નિકાસકાર બને એ માટે પણ તે સક્રિય છે. ભારતની એનર્જી ફૂટપ્રિન્ટને નવેસરથી આકાર આપનાર ટ્રાન્સફોર્મેશન એક અસાધારણ પ્રક્રિયા છે. આજે અમે વિશ્વમાં રિન્યૂએબલ એનર્જિસનો નોંધપાત્ર પોર્ટફોલિયો ધરાવીએ છીએ ત્યારે છેલ્લાં 12 મહિનામાં અમે કેટલાંક અન્ય ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે એમ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. એક જ વારમાં અમે ભારતના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયાં છીએ. વિશ્વમાં ટોચના પાંચ ધનપતિઓમાં સમાવિષ્ટ અદાણીએ ઉમેર્યું હતું કે તેઓ દેશમાં મોટા રોડ કોન્ટ્રેક્ટ્સ મેળવીને ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. તેઓ પોર્ટ્સ, લોજિસ્ટીક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, સિટી ગેસ અને પાઈપ્ડ નેચરલ ગેસ ક્ષેત્રે સક્રિય છે.




સપ્તાહમાં 9 લાખ હેકટરના ઉમેરા સાથે ખરિફ વાવેતર 75 ટકા વિસ્તારમાં સંપન્ન

રાજ્યમાં વાવેતર 64.43 લાખ હેકટર પર પહોંચતાં ગયા વર્ષની સરખામણીમાં ગેપ ઘટી માત્ર 42 હજાર હેકટર રહ્યો

કપાસનું વાવેતર 24.49 લાખ હેકટર સાથે સરેરાશથી 2 ટકા વધુ નોંધાયું

મગફળીનું વાવેતર 16.27 લાખ હેકટર સાથે 88 ટકામાં પૂર્ણ

ધાન્ય પાકોમાં ડાંગર અને બાજરીમાં વાવેતર ગયા વર્ષની સરખામણીમાં ઊંચું

કઠોળમાં વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં 94 હજાર હેકટરનો ઘટાડો

રાજ્યભરમાં વ્યાપક વરસાદને કારણે ખરિફ વાવેતર સારી રીતે આગળ વધી રહ્યું છે. ખરિફ સિઝનના બે મહિના પૂરા થવામાં છે ત્યારે 75 ટકા વિસ્તારમાં ખરિફ વાવેતર પૂર્ણ થયું છે. ગયા એક સપ્તાહમાં 9.01 લાખ હેકટરના ઉમેરા સાથે 64.43 લાખ હેકટર વિસ્તારમાં ચોમાસુ પાકોની વાવણી થઈ ચૂકી છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 64.85 લાખ હેકટરની સરખામણીમાં 42 હજાર હેકટરનો સાધારણ ઘટાડો દર્શાવે છે. ત્રણ સપ્તાહ અગાઉ આ ઘટાડો 10 લાખ હેકટરથી ઊંચો જોવા મળતો હતો. જોકે સાર્વત્રિક મેઘ મહેરને કારણે વાવેતરમાં ઝડપી વેગ જોવા મળ્યો હતો અને આગામી પખવાડિયામાં ઓર ઉમેરા સાથે વાવેતર છેલ્લાં ત્રણ વર્ષની 86.32 લાખ હેકટરની સરેરાશ નજીક પહોંચી જાય તેવી આશા રાખવામાં આવે છે.

વિવિધ ખરિફ પાકોમાં કપાસ અને ધાન્ય પાકો ગયા વર્ષની સરખામણીમાં ઊંચું વાવેતર દર્શાવી રહ્યાં છે. ગયા સપ્તાહ દરમિયાન કપાસના વાવેતરમાં 1.37 લાખ હેકટરનો ઉમેરો થયો હતો અને તે કુલ 24.49 લાખ હેકટર પર જોવા મળતું હતું. જે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 24 લાખ હેકટરની સરખામણીમાં 100 ટકાને પાર કરવા ઉપરાંત 2 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં કપાસનું વાવેતર 21.77 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ ગઈ સાલની સરખામણીમાં તે પોણા ત્રણ લાખ હેકટરની વૃદ્ધિ સૂચવે છે. કપાસ બાદ બીજા ક્રમના ખરિફ પાક મગફળીનું વાવેતર જોકે ઘટાડો દર્શાવે છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 18.68 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં તે 16.27 લાખ હેકટરમાં જોવા મળે છે. આમ બે લાખ હેકટરથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોના 18.43 લાખ હેકટર સામે તે 88 ટકા જેટલું થવા જાય છે. આમ મગફળીના વાવેતરમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખરિફ તેલિબિયાંના સમગ્રતયા વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. તલનું વાવેતર ગઈ સિઝનમાં 64 હજાર હેકટર સામે ચાલુ વર્ષે 37 હજાર હેકટરમાં જ જોવા મળે છે. જ્યારે સોયાબિનનું વાવેતર પણ 2.17 લાખ હેકટર સામે 2.06 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જોકે વરસાદ બાદ ધાન્ય પાકોના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે અને તે ગયા વર્ષથી આગળ નીકળી ગયું છે. ગયા સપ્તાહે 2.87 લાખ હેકટર ઉમેરા સાથે ધાન્ય પાકોનું વાવેતર 9.25 લાખ હેકટરમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં ડાંગરનું વાવેતર 4.73 લાખ હેકટર(ગઈ સિઝનમાં 4.22 લાખ હેકટર)માં જ્યારે બાજરીનું વાવેતર 1.62 લાખ હેકટર(1.29 લાખ હેકટર)માં જોવા મળે છે. કઠોળ પાકોમાં જોકે વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં 94 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. એક સપ્તાહમાં 79 હજાર હેકટરની વૃદ્ધિ સાથે તે 2.86 લાખ હેકટરમાં નોંધાયું છે. કઠોળ પાકોમાં અડદનું વાવેતર સૌથી મોટો ઘટાડો દર્શાવી રહ્યું છે. શાકભાજીનું વાવેતર ગઈ સિઝનમાં 1.72 લાખ હેકટરની સરખામણીમાં ઘટાડા સાથે 1.6 લાખ હેકટરમાં જ્યારે ખરિફ ઘાસચારાનું વાવેતર 6.72 લાખ હેકટર સામે 6.32 લાખ હેકટરમાં જોવા મળે છે. અખાદ્ય તેલિબિયાં એરંડામાં શરૂઆતી સંકેતો સારા જોવા મળી રહ્યાં છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 40 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 77 હજાર હેકટરમાં એરંડાનું વાવેતર થઈ ચૂક્યું છે. આમ ચાલુ સિઝનમાં તે ગઈ સિઝન કરતાં ઊંચું જોવા મળી શકે છે. જેનું એક મહત્વનું કારણ અખાધ્ય તેલિબિયાંના ઊંચા ભાવ પણ જવાબદાર હોય શકે છે.



ખરિફ પાકોના વાવેતર પર નજર(લાખ હેકટરમાં)

પાક ખરિફ 2021 ખરિફ 2022

કપાસ 21.77 24.49

મગફળી 18.68 16.27

ધાન્ય 8.43 9.25

કઠોળ 3.8 2.86

શાકભાજી 1.72 1.60

ઘાસચારો 6.72 6.32

કુલ 64.85 64.43





કોર્પોરેટ હેડલાઈન્સ



ક્રિસિલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 136.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 100.8 કરોડની સરખામણીમાં 36 ટકા વધુ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 528.5 કરોડની સરખામણીમાં 26.5 ટકા ઉછળી રૂ. 668.5 કરોડ પર રહી હતી.

જિંદાલ સ્ટેનલેસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 321 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 303 કરોડની સરખામણીમાં 6 ટકા વધુ હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4033 કરોડની સરખામણીમાં 30 ટકા ઉછળી રૂ. 5470 કરોડ પર રહી હતી.

મેક્રોટેકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 270 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 160 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1610 કરોડ પરથી ઉછળી રૂ. 2680 કરોડ પર રહી હતી.

સોનાટા સોફ્ટવેરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 108 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 86 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1270 કરોડ પરથી ઉછળી રૂ. 1780 કરોડ પર રહી હતી.

ટાટા સ્ટીલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 7760 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે રૂ. 7046 કરોડના એનાલિસ્ટના અંદાજ કરતાં ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની આવક પણ રૂ. 60101 કરોડની અપેક્ષા સામે રૂ. 63128 કરોડ પર જોવા મળી હતી.

કરુર વૈશ્ય બેંકઃ જૂન ક્વાર્ટરમાં બેંકે વાર્ષિક ધોરણે 14 ટકા વૃદ્ધિ સાથે રૂ. 7297 કરોડનો ક્રેડિટ પોર્ટફોલિયો નોંધાવ્યો છે. ગ્રોસ એડવાન્સ ગયા વર્ષે જૂન ક્વાર્ટરની આખરમાં રૂ. 52315 કરોડથી વધી રૂ. 59612 કરોડ પર રહ્યાં હતાં. બેંકનો નેટ પ્રોફિટ 110 ટકા ઉછળ્યો હતો અને એનપીએમાં ઘટાડો નોંધાયો હતો.

ટેક મહિન્દ્રાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1130 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સની રૂ. 1200 કરોડની અપેક્ષા સામે નીચો રહ્યો હતો. કંપનીની આવક રૂ. 12120 કરોડની અપેક્ષા સામે રૂ. 12710 કરોડ પર રહી હતી.

આઈઈએક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 62 કરોડની સામે 11 ટકા ઊંચો રહ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 91 કરોડની સરખામણીમાં 9 ટકા ઉછળી રૂ. 98 કરોડ પર રહી હતી.

ચેન્નાઈ પેટ્રોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3404 કરોડનો એબિટા દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1581 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 16414 કરોડ પરથી 41 ટકા ઉછળી રૂ. 23163 કરોડ પર રહી હતી.

જીએસકે ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 119 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 121 કરોડની સામે સાધારણ નીચો રહ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 718 કરોડની સરખામણીમાં રૂ. 745 કરોડ પર રહી હતી.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.