બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ડલ ટ્રેડ વચ્ચે ઓગસ્ટ સિરિઝનો અંત
ગુરુવારે ઓગસ્ટ સિરિઝ એક્સપાયરીના દિવસે માર્કેટમાં ડલ ટ્રેડ જોવા મળ્યો હતો. માર્કેટ ખૂબ સાંકડી રેંજમાં અથડાયેલું રહ્યું હતું અને આખરે ફ્લેટ બંધ આપ્યું હતું. જોકે વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ સારો રહ્યો હતો. નિફ્ટી માટે 16700નું સ્તર અવરોધ બન્યું છે. જો નિફ્ટી આગામી સપ્તાહે તેને આસાનાથી પાર નહિ કરે તો ટૂંકાગાળામાં તે કરેક્શનમાં જઈ શકે તેવું બને. બજારને સપોર્ટ આપવા માટે હાલમાં કોઈ ક્ષેત્ર આગળ આવી રહ્યું નથી. આઈટી ટૂંકાગાળામાં ઓવરબોટ બન્યું છે. તેણે ઓગસ્ટ સિરિઝમાં તીવ્ર સુધારો દર્શાવ્યો છે. બેંકિંગમાં નબળાઈ ચાલુ છે અને તે હજુ કેટલોક સમય જળવાય તેવું જણાય છે. જેની પાછળ નિફ્ટી માટે સુધારાની ચાલ કઠિન બની શકે છે.
ઓગસ્ટ ડેરિવેટિવ્સ સિરિઝે પાંચ મહિનાનો શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો
અગાઉ બજેટ પાછળ ફેબ્રુઆરી સિરિઝમાં 9.26 ટકાનું તગડું રિટર્ન જોવા મળ્યું હતું, જ્યારે ઓગસ્ટ સિરિઝમાં 5.44 ટકાનું રિટર્ન
લાર્જ-કેપ્સમાં સુધારો જળવાયો પરંતુ મીડ અને સ્મોલ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જળવાઈ
ગુરુવારે પૂરી થયેલી ઓગસ્ટ ડેરિવેટિવ્સ એક્સપાયરીએ ચાલુ કેલેન્ડરમાં ફેબ્રુઆરી પછીનો સૌથી સારો દેખાવ દર્શાવ્યો હતો. સિરિઝ દરમિયાન નિફ્ટીએ 5.44 ટકા સાથે છેલ્લા પાંચ મહિના પછીનું સૌથી ઊંચું રિટર્ન આપ્યું હતું. જોકે મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં નરમાઈ જળવાય હતી અને તેઓ અનુક્રમે એક ટકા અને પાંચ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં.
ઓગસ્ટ સિરિઝ દરમિયાન વોલ્યુમ નીચા જોવા મળ્યાં હતાં. જોકે વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે તેનું આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું હતું. જુલાઈ સિરિઝમાં લગભગ ચાર વર્ષના સૌથી નીચા ફેરફાર બાદ ઓગસ્ટ સિરિઝમાં એનાલિસ્ટ્સ બે બાજુની મોટી વધ-ઘટની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જોકે એનાથી ઊલટું માર્કેટે 15900ના અવરોધને પાર કરી બ્રેકઆઉટ દર્શાવ્યું હતું અને 16726ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. સિરિઝ દરમિયાન આઈટી સેક્ટરે તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને તેના સપોર્ટથી જ બજાર નવી ટોચ હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. ઓગસ્ટ સિરિઝમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 12 ટકાથી વધુ સુધર્યો હતો. જ્યારે વ્યક્તિગત શેર્સમાં 20 ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. આનાથી ઊલટું ફાર્મા ઈન્ડેક્સે સૌથી ખરાબ દેખાવ દર્શાવ્યો હતો અને તે 6 ટકા જેટલો તૂટ્યો હતો. મોટાભાગના ફાર્મા કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બેંકિંગ સેક્ટર પણ સારો દેખાવ દર્શાવી શક્યું નહોતું. બેંક નિફ્ટી સિરિઝ દરમિયાન 2.67 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. ફેબ્રુઆરી સિરિઝ પછી મે સિરિઝને બાદ કરતાં બેંક નિફ્ટી બેન્ચમાર્ક સામે અન્ડરપર્ફોર્મ કરી રહી છે. ફેબ્રુઆરીમાં બજેટ બાદ બેંક નિફ્ટીમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 9.26 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. દોકે માર્ચ સિરિઝમાં નિફ્ટીમાં 5 ટકાના ઘટાડા સામે બેંક નિફ્ટી 10 ટકા ગગડ્યો હતો. જૂન અને જુલાઈ સિરિઝ દરમિયાન પણ તેણે નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. ચાલુ કેલેન્ડરમાં નિફ્ટીએ આંઠમાંથી ત્રણમાં નેગેટિવ રિટર્ન આપ્યું છે. જ્યારે બેંક નિફ્ટીએ ચાર સિરિઝમાં નેગેટિવ દેખાવ નોંધાવ્યો છે.
એનાલિસ્ટ્સના મતે ઓગસ્ટ સિરિઝમાં વૈશ્વિક બજારોમાં યુએસ અને યુરોપને બાદ કરતાં મંદીનો માહોલ હતો. એ સ્થિતિમાં ભારતીય બજારમાં પોઝીટીવ મોમેન્ટમ જળવાયું હતું. જેનું મુખ્ય કારણ એફઆઈઆઈ તરફથી અટકેલી વેચવાલી તથા રિટેલ અને એચએનઆઈ તરફથી જળવાયેલો ફ્લો હતું. એફઆઈઆઈએ જુલાઈ મહિનામાં રૂ. 12000 કરોડની સરખામણીમાં ઓગસ્ટ દરમિયાન ગઈકાલ સુધી રૂ. 3200 કરોડનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે. આમ બજારમાં નેટ ઈનફ્લો જોવા મળ્યો છે. સ્થાનિક સંસ્થાઓ જોકે માર્કેટમાં ન્યૂટ્રલ બની રહી હતી. માર્કેટ નિરીક્ષકોના મતે સપ્ટેમ્બર મહિનો સામાન્યરીતે વિદેશી રોકાણની રીતે હંમેશા પોઝીટીવ જોવા મળ્યો છે અને તેથી શુક્રવારથી શરૂ થતી નવી સિરિઝમાં પણ તેઓ તરફથી નેટ ઈનફ્લો જોવા મળી શકે છે. ખાસ કરીને ચીન ખાતેથી તેઓ તેમનું રોકાણ ભારતમાં શિફ્ટ કરી રહ્યાં છે. ઓગસ્ટમાં ચીન અને હોંગ કોંગના બજારોમાં 4 ટકા સુધીનો ઘટાડો નોઁધાયો છે.
ભારતીય સ્ટાર્ટ-અપ્સ એક્વિઝીશન્સનું મૂલ્ય 3.8 અબજ ડોલરના વિક્રમી સ્તરે
ઓગસ્ટ સુધી ચીનમાં સ્ટાર્ટ-અપ્સના 3.7 અબજ ડોલરના ખરીદ મૂલ્યને પણ પાછળ રાખ્યું
ભારતીય સ્ટાર્ટ-અપ્સ ખરીદવા માટે ખર્ચવામાં આવેલી રકમ સાત વર્ષોની ટોચ પર પહોંચવા સાથે વિક્રમી સ્તરે જોવા મળે છે. ઓગસ્ટ મહિના સુધીમાં તે 3.8 અબજ ડોલરના સ્તરે જોવા મળી હતી. જ્યારે કુલ 155 સ્ટાર્ટ-અપ્સની ખરીદી થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 144 સ્ટાર્ટ-અપ્સ સાથે 2 અબજ ડોલર પર જોવા મળતી હતી. આશ્ચર્યની બાબત એ છે કે ભારતીય સ્ટાર્ટ-અપ્સની ખરીદી માટે વપરાયેલી રકમ ચીનના સ્ટાર્ટ-અપ્સથી ઊંચી જોવા મળે છે. ચીન ખાતે સમાનગાળામાં 44 સ્ટાર્ટ-અપ્સની ખરીદીમાં 3.7 અબજ ડોલરનું રોકાણ થયું છે. ગયા વર્ષે ચીન ખાતે 17 અબજ ડોલરના ખર્ચ સાથે 61 સ્ટાર્ટ-અપ્સની ખરીદી કરવામાં આવી હતી.
એનાલિસ્ટ્સ માને છે કે ભારતીય સ્ટાર્ટ-અપ્સની ખરીદીના ઊંચા મૂલ્ય પાછળ મોટા કોર્પોરેટ્સનો નવી ડિજીટલ ઈકોનોમીમાં વધેલો રસ છે. ટાટા, રિલાયન્સથી લઈને અગ્રણી જૂથો નવી ડિજીટલ ઈકોનોમીમાં હિસ્સો મેળવવા માટે સ્ટાર્ટ-અપ્સ તરફ નજર દોડાવી રહ્યાં છે. અગ્રણી જૂથોએ કેટલાંક સ્ટાર્ટ-અપ્સની ખરીદી પણ કરી છે. બીજું કોવિડના સમયગાળામાં સ્ટાર્ટ-અપ્સમાં મોટો ફંડ ફ્લો જોવા મળ્યો છે. જેને કારણે સ્ટાર્ટ-અપ ક્ષેત્રે કોન્સોલિડેશન જોવા મળ્યું છે. મોટા અને મજબૂત ફંડીંગ ધરાવતાં સ્ટાર્ટ-અપ્સે નાના ખેલાડીઓને ખરીદીને તેમના માર્કેટ પ્રભુત્વમાં વૃદ્ધિ કરી છે.
વૈશ્વિક સ્તરે યુએસ ખાતે પણ સ્ટાર્ટ-અપ્સની ખરીદ સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે તેમની ખરીદીમાં થયેલા ખર્ચની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. જેમકે ઓગસ્ટ સુધીમાં યુએસ ખાતે કુલ 1889(ગયા વર્ષે 1850) સ્ટાર્ટ-અપ્સની ખરીદીમાં 121.5 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 127.8 અબજ ડોલર પર હતો. યુએસ ખાતે સતત ત્રીજા વર્ષે સ્ટાર્ટ-અપ્સ ખરીદી પાછળની રકમમાં ઘટાડો જોવા મળે છે. 2019માં 1497 સ્ટાર્ટ-અપ્સની ખરીદી માટે 146.3 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું. ભારતની વાત કરીએ તો 2015માં સ્ટાર્ટ-અપ્સની ખરીદી પાછળ 2 અબજ ડોલરના ખર્ચ બાદ 2016(470 કરોડ ડોલર) અને 2017(450 કરોડ ડોલર)માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે 2018માં તે 3.1 અબજ ડોલર પર અને 2019માં 2.6 અબજ ડોલર પર રહ્યો હતો.
PSU બેંક્સના રિટેલ અને MSME બુક્સમાં NPA વધીને 7.3 ટકા
જાહેર ક્ષેત્રની બેંકોએ જૂન ક્વાર્ટરમાં તેમના રિટેલ અને એમએસએમઈ લોન બુક્સની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ)માં વૃદ્ધિ નોંધાવી છે. જૂન 2021માં પૂરા થયેલા ક્વાર્ટરને અંતે રિટેલ અને એમએસએમઈ સેગમેન્ટમાં તેમની ગ્રોસ એનપીએ 7.28 ટકા પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 6 ટકા આસ-પાસ જોવા મળતી હતી. ખાનગી બેંકિંગ કંપનીઓ માટે આ રેશિયો પીએસયૂ બેંક્સની સરખામણીમાં નીચો જોવા મળી રહ્યો હતો. જોકે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં 2.01 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં તે 3.32 ટકા પર હતો. આમ સમગ્રતયા બેંકિંગ કામગીરી પર કોવિડની બીજી લહેરની પ્રતિકૂળ અસર જોવા મળી હતી. અગ્રણી પીએસયૂ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો તેણે જૂન ક્વાર્ટરમાં કુલ રૂ. 20 હજાર કરોડની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું હતું. જેમાં રૂ. 9000 કરોડની લોન રિટેલ પર્સનલ લોન્સ હતી. જ્યારે રૂ. 3630 કરોડની લોન સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝિસની હતી.
બાર્લ્કેઝ બેંક ભારતીય ઓપરેશન્સમાં 3 હજાર કરોડનું રોકાણ કરશે
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.