Market Summary 26/06/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં વધુ એક ટોચ, નિફ્ટી 23900ની નજીક પહોંચ્યો
બેંક નિફ્ટી પણ 53000 તરફ સરક્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 3000ની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ગગડી 14.04ના સ્તરે બંધ
એનર્જી, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી
રિઅલ્ટી, મેટલ, ઓટો, આઈટીમાં નરમાઈ
સીઈએસસી, રેમન્ડ, એફલ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા, બાયોકોન નવી ટોચે
ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ અવિરત જોવા મળી રહ્યો છે. જેની પાછળ બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકોએ વધુ એક ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 621 પોઈન્ટ્સ ઉછળી 78674ની સપાટી પર જ્યારે નિફ્ટી 148 પોઈન્ટ્સ મજબૂતી સાથે 23869ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે, ખાસ લેવાલીનો અભાવ હતો. જેની પાછળ બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4008 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1960 નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1922 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 296 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ગગડી 14.04ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. જોકે ત્યારપછી બજારમાં સતત સુધારો જોવા મળ્યો હતો અને જોતજોતામાં બેન્ચમાર્ક નિફ્ટી 23890ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને તેની નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટીને 23200નો નજીકનો સપોર્ટ છે. જ્યારપછી 22900નો સપોર્ટ છે. ઉપરમાં 23900 આસપાસ અવરોધનો સામનો કરવો પડી શકે છે. જોકે, બુધવારે હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સપોર્ટમાં આવતાં નિફ્ટી 24000નો જાદુઈ આંક પણ ટૂંકમાં દર્શાવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેકસિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ગ્રાસિમ, બ્રિટાનિયા, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, એક્સિસ બેંક, સન ફાર્મા, એલટીઆઈમાઈન્ડટ્રી, કોટક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, નેસ્લે, બીપીસીએલ, મારુતિ સુઝુકીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, એમએન્ડએમ, બજાજ ઓટો, તાતા સ્ટીલ, હિંદાલ્કો, સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાઈટનમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એનર્જી, બેંકિંગ, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે રિઅલ્ટી, મેટલ, ઓટો, આઈટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એનર્જી 1.4 ટકા વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સુધારો દર્શાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, બીપીસીએલ, તાતા પાવર, ઓએનજીસી અને ગેઈલ મુખ્ય હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પ્રથમવાર રૂ. 20 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું.
નિફ્ટી એફએમસીજી 0.4 ટકા મજબૂતી દર્શાવતો હતો. જ્યારે નિફઅટી પીએસયૂ બેંક 0.4 ટકા, નિફ્ટી મિડિયા 1.6 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.5 ટકા અને નિફ્ટી મેટલ 1.5 ટકા જેટલો ગગડ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ઈન્ડિયા સિમેન્ટ્સ 15 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, વોડાફોન આઈડિયા, ઝી એન્ટરટેઈનમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બાયોકોન, ઈન્ડુસ ટાવર્સ, જીએમઆર એરપોર્ટ્સ, ભારતી એરટેલ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, અબોટ ઈન્ડિયા, અલ્ટ્રાટેકસિમેન્ટ, ચંબલ ફર્ટિ., કોરોમંડલ ઈન્ટ.માં ભારે ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, એમસીએક્સ ઈન્ડિયા, એનએમડીસી, વેદાંત, એપોલો હોસ્પિટલ, ડિક્સોન ટેક્નોલોજી, બલરામપુર ચીની, ઓરેકલ ફાઈ., આલ્કેમ લેબ, ભારત ફોર્જ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, સેઈલ, એલએન્ડટી ફાઈ.માં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સીઈએસસી, હિટાચી એનર્જી, ટીટાગઢ, રેમન્ડ, ગાર્ડન રિચ, એફલ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા, જેકે પેપર, રિલાયન્સ ઈન્ડ., બાયોકોનનો સમાવેશ થતો હતો.




સ્પેક્ટ્રમની હરાજીમાંથી સરકારને રૂ. 11,300 કરોડ મળ્યાં
900 MHz અને 1800 MHz સ્પેક્ટ્રમની માગ જોવા મળી
સરકારે 26 જૂનના રોજ રૂ. 96000 કરોડના મૂલ્યના 5જી ઓક્શનને પૂર્ણ કર્યું હતું. જેમાં તેણે સાત રાઉન્ડ્સ પછી રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પાસેથી રૂ. 11,300 કરોડના બીડ્સ મેળવ્યાં હતાં.
5જી ઓક્શનમાં સૌથી ઊંચા ખર્ચ કરનાર તરીકે એરટેલ જોવા મળી હતી. સુનીલ ભારતી મિત્તલની આગેવાનીની કંપનીએ એરવેવ્ઝ ખરીદવા માટે રૂ. 8000-9000 કરોડ ખર્ચ્યાં હતાં. તેણે 900 એમએચઝેડ ઉપરાંત 1800 અને 2100 એમએચઝેડ બેન્ડ્સની ખરીદી પણ કરી હતી.
વોડાફોન આઇડિયાએ 900 એમએચઝેડ, 1800 એમએચઝેડ અને 2500 એમએચઝેડ બેન્ડ્સની ખરીદી કરી હતી. તેણે આ માટે રૂ. 1200થી 1500 કરોડ ખર્ચ્યાં હતાં. બંને કંપનીઓએ મોટાભાગે રિન્યૂએલ માટે સ્પેક્ટ્રમ ખરીદ્યાં હતાં. જોકે, એરટેલે ફ્રેશ સ્પેક્ટ્રમની ખરીદી પણ કરી હતી.



કેન્દ્રિય બજેટમાં IREDA, HUDCOને સસ્તાં ભંડોળ માટેની જોગવાઈની શક્યતાં
સરકાર ઈન્કમ ટેક્સ એક્ટની 54EC હેઠળ આ માટે વિચારી રહી છે
કેન્દ્ર સરકાર આગામી બજેટમાં બે જાહેર સાહસો ઈરેડા અને હુડકો માટે સસ્તાં ફંડિંગની જોગવાઈ માટે વિચારી રહી છે. આ બાબત સરકારના રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન અને અફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવાના ઉદ્દેશ સાથે જોડાયેલી છે.
ઈન્કમ ટેક્સ એક્ટની 54ઈસી હેઠળ જો પીએસયૂને આ સેક્શન હેઠળ નોટીફાઈડ કરવામાં આવ્યાં હોય તો જમીન કે મકાન જેવી ખસેડી ના શકાય તેવી એસેટ્સના વેચાણ પરથી ઉપજતાં લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સને મુક્તિ આપી શકાય છે. હાલમાં આરઈસી અને પીએફસી જેવી પીએસયૂ કંપનીઓના બોન્ડ્સને આવી મુક્તિ પ્રાપ્ય છે.
પ્રોપર્ટીના વેચાણ પર 20 ટકાના દરે એલટીસીજી લાગુ પડે છે. જે કરવેરાનું મોટું ભારણ પેદા કરે છે. જોકે, સેક્શન 54ઈસી હેઠળ મુક્તિ કરબોજમાંથી રાહત આપે છે. પીએસયૂ બોન્ડ્સ પર વ્યાજ દર જોકે નીચો હોય છે તેમ છતાં રોકાણકારોમાં કરબચત માટે આ એક લોકપ્રિય વિકલ્પ છે.
કેન્દ્ર સરકાર આરઈસી અને પીએફસીને પ્રાપ્ય રાહતો ઈરેડા અને હૂડકોને પણ પ્રાપ્ય બને તે માટે પ્રયાસ કરી રહી છે. બોન્ડ માર્કેટમાં 54ઈસી બોન્ડ્સ પર વાર્ષિક 5.25 ટકાનો વ્યાજ દર જોવા મળે છે. જ્યારે પીએસયૂ બોન્ડ્સ પર અંદાજે 8 ટકાનો વ્યાજ દર ચાલે છે એમ અધિકારી જણાવે છે.
સેક્શન 54ઈસી હેઠળ પ્રોપર્ટી વેચાણના છ મહિનાની અંદર જ ચોક્કસ બોન્ડ્સમાં રોકાણ કરવાનું રહે છે. તેમજ આ રોકાણને પાંચ વર્ષ અગાઉ પરત લઈ શકાતું નથી. સરકારે ગયા એપ્રિલમાં ઈરેડા અને હૂડકોને નવરત્નનો દરજ્જો આપ્યો હતો. તે તેમને કામકાજી સ્વતંત્રતા આપે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage