બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મે સિરિઝની નરમાઈ સાથે શરૂઆત, સેન્સેક્સ 609 પોઈન્ટ્સ પટકાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.8 ટકા વધી 10.92ના સ્તરે બંધ
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન મજબૂત
બ્રોડ માર્કેટમાં ત્રણ સત્રો પછી બ્રેડ્થ નરમ
આઈટી, ફાર્મા, રિઅલ્ટી, મિડિયા, પીએસઈ પોઝીટીવ
બેંકિંગ, ઓટો, મેટલ, એનર્જીમાં નરમાઈ
હૂડકો, કોન્કોર, ડિક્સોન ટેક્નોલોજી, મોતીલાલ ઓસ્વાલ, હેવેલ્સ નવી ટોચે
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય શેરબજારમાં મે ડેરિવેટીવ્સ સિરિઝની નબળી શરૂઆત જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ 609 પોઈન્ટ્સ ગગડી 73730ની સપાટીએ જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ્સ તૂટી 22420ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત ત્રણ સત્રોની પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ પછી શુક્રવારે નેગેટિવ બ્રેડ્થ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.8 ટકા મજબૂતી સાથે 10.92ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 22570ના બંધ સામે 22620ની સપાટીએ ગેપ-અપ ખૂલી ઉપરમાં 22620ની ટોચ દર્શાવી 22386 પર પટકાયો હતો. જોકે, બંધની રીતે 22400ની સપાટી જાળવી રાખવામાં સમર્થ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 155 પોઈન્ટ્સ પ્રિમિયમ સાથે 22575ની સપાટીએ બંધ રહ્યો હતો. લોંગ ટ્રેડર્સ 22200ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સ માટે 22700નો સ્ટોપલોસ રહેશે. જે પાર થતાં બેન્ચમાર્ક નવા ઝોનમાં પ્રવેશી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ટેક મહિન્દ્રા, ડિવિઝ લેબ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ઓટો, બીપીસીએલ, વિપ્રો, કોલ ઈન્ડિયા, આઈટીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, ટાઈટન કંપની, ઓએનજીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે, એમએન્ડએમ, કોટક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક્નોલોજી, એપોલો હોસ્પિટલ, મારુતિ સુઝુકી, એસબીઆઈ, લાર્સનમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ટેક મહિન્દ્રા 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, જીએમઆર એરપોર્ટ્સ, કોરોમંડલ ઈન્ટર., કોન્કોર, ડિક્સોન ટેક્નોલોજી, હેવેલ્સ ઈન્ડિયા, ઓરેકલ ફાઈનાન્સ., સન ટીવી, ડિવિઝ લેબ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, વેદાંત, ચંબલ ફર્ટિલાઈઝર, ઈન્ટરગ્લોબ એવિએશનમાં સારી ખરીદી નીકળી હતી. બીજી બાજુ, એલએન્ડટી ટેક્નોલોજી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે, એમએન્ડએમ, એલએન્ડટી ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક, એપોલો હોસ્પિટલ, એસીસી, મારુતિ સુઝુકીમાં વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હૂડકો, કોન્કોર, ડિક્સોન ટેક્નોલોજી, મોતીલાલ ઓસ્વાલ, હેવેલ્સ, બાયોકોન, વેદાંત, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, મધરસન સુમી, સ્ટર્લિંગ વિલ્સન, સીજી પાવર, હિંદ કોપરમાં નવી ટોચ જોવા મળી હતી.
મારુતિ સુઝુકીનો માર્ચ ક્વાર્ટર નફો 47 ટકા ઉછળી રૂ. 3877 કરોડ નોંધાયો
કંપનીની આવક 19 ટકા વધી રૂ. 38235 કરોડ રહી
કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 125નું ડિવિડન્ડ જાહેર કર્યું
દેશમાં ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 3877.8 કરોડનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,623.6 કરોડની સરખામણીમાં 47.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 24 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બરમાં તેણે રૂ. 3130 કરોડનો નફો નોંધાવ્યો હતો.
કંપનીની આવક વાર્ષિક ધોરણે 19.3 ટકા વધી રૂ. 38235 કરોડ પર રહી હતી. ગયા વર્ષે તે રૂ. 32048 કરોડ પર હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 33309 કરોડની આવક સામે 15 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સમગ્ર નાણાકિય વર્ષ માટે કંપનીનો નફો 64.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13209.4 કરોડ પર રહ્યો હતો. જ્યારે આવક 20 ટકા ઉછળી રૂ. 1.41 લાખ કરોડ પર રહી હતી.
કંપનીએ વર્ષ 2023-24માં કુલ 21,35,323 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ ગયા વર્ષે 18,52,256 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જેમાં 2,83,067 યુનિટ્સની નિકાસ કરી હતી. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 5,84,031 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 13.4 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 125નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
શ્રીરામ ફાઈનાન્સનો નફો 57 ટકા ઉછળી રૂ. 2021.28 કરોડ પર જોવા મળ્યો
કંપનીની ગ્રોસ એનપીએ ઘટી 5.45 ટકા પર પહોંચી
દેશમાં ટોચની રિટેલ એનબીએફસી શ્રીરામ ફાઈનાન્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2121.28 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 57 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 1288.18 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની આવક અને એસેટ ક્વોલિટીમાં સુધારા પાછળ નફો ઉછળ્યો છે.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 24 ટકા વધી રૂ. 9918.3 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7979.75 કરોડ પર જોવા મળતી હતી. માર્ચમાં કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ 21.10 ટકા વધી રૂ. 2.25 લાખ કરોડ પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.85 લાખ કરોડ પર જોવા મળતું હતું.
સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ પ્રોફિટ 23 ટકા વધી રૂ. 7399 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 6020 કરોડ પર હતો. સમગ્ર નાણા વર્ષ માટે કંપનીની આવક 19 ટકા વધી રૂ. 36,413 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે રૂ. 30,508 કરોડ પર જોવા મળતી હતી. કંપનીની ગ્રોસ એનપીએ ઘટી 5.45 ટકા પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 6.21 ટકા પર હતી.
રિલાયન્સ રિટેલનું વેચાણ ITC, HUL, Dમાર્ટ સહિતની ટોચની સાત કંપનીઓથી ઊંચું
નેસ્લે, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર અને ગોદરેજ કન્ઝ્યૂમરનો પણ સમાવેશ
નાણા વર્ષ 2023-24માં રિલાયન્સ રિટેલનું વેચાણ ટોચની સાત કન્ઝ્યૂમર કંપનીઓના સંયુક્ત વેચાણ કરતાં વધી ગયું હતું. આ સાત કંપનીઓમાં આઈટીસી, એચયૂએલ, ડીમાર્ટ, નેસ્લે, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર અને ગોદરેજ કન્ઝ્યૂમરનો સમાવેશ થાય છે.
લિસ્ટેડ રિટેલ કંપનીઓની વાત કરીએ તો તેઓ સૌથી મોંઘી લિસ્ટેડ રિટેલ કંપની એવન્યૂ સુપરમાર્ટની સરખામણીમાં પાંચ ગણું કદ ધરાવે છે. ડીમાર્ટે ડિસેમ્બર, 2023ની આખરમાં રૂ. 56,983 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. આટલા ઊંચા કદને જોતાં રિલાયન્સ રિટેલનું જો લિસ્ટીંગ થાય તો તેનું મૂલ્ય કેટલું હોઈ શકે?
કેટલાંક બ્રોકરેજિસના મતે રિલાયન્સ રિટેલનું વેલ્યૂએશન અંદાજે 110 અબજ ડોલર જેટલું બેસે છે. જે તેને એફએમસીજી જાયન્ટ્સ આઈટીસી અને એચયૂએલ કરતાં મોટી બનાવે છે. હાલના વેલ્યૂએશન પર આઈટીસી 66 અબજ ડોલર અને એચયૂએલ 62 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવે છે.
2023-24ના માર્ચ ક્વાર્ટરના પરિણામ પછી એક ટોચની બ્રોકરેજે રિલાયન્સ રિટેલનું વેલ્યૂએશન 108 અબજ ડોલર અંદાજ્યું છે. આ ગણતરીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કુલ રૂ. 2.3 લાખ કરોડના ડેટને ગણનામાં લેવામાં આવ્યું છે. જોકે, રિલાયન્સ રિટેલનું દેવું કેટલું છે તેનો ઉલ્લેખ તેમાં નથી કર્યો. રિલાયન્સ રિટેલ માટે બ્રોકરેજે રૂ. 1332 પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.