બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં આગળ વધતો ઘટાડો, સેન્સેક્સે 71 હજારની સપાટી ગુમાવી
જાન્યુઆરી સિરિઝ એક્સપાયરીએ નિફ્ટીએ 31353 પર બંધ આપ્યું
ચીનનું માર્કેટ 3 ટકા, હોંગ કોંગ 2 ટકા ઉછળ્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.6 ટકા ગગડી 13.86ના સ્તરે
પીએસઈ, એનર્જી, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી
આઈટી, ફાર્મા, એફએમસીજી, બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં બીજા સત્રમાં ખરીદી જળવાય
રાઈટ્સ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, એનબીસીસી નવી ટોચે
નવીન ફ્લોરિન, વિનતી ઓર્ગેનિક્સ નવા તળિયે
જાન્યુઆરી એક્સપાયરીના દિવસે શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 360 પોઈન્ટ્સ ગગડી 70701ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ચમાર્કે 71 હજારની સપાટી ગુમાવી હતી. જ્યારે નિફ્ટી 101 પોઈન્ટ્સના ઘટાડે 21353ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3899 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2083 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1725 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 352 કાઉન્ટર્સે વાર્ષિક તે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.6 ટકા ગગડી 13.86ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
ગુરુવારે જાન્યુઆરી ડેરિવેટીવ્સ એક્સપાયરીના દિવસે ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ પછી ઝડપથી ગગડ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 21459ની ઈન્ટ્રા-ડે ટોચ પરથી ગગડી 21247 પર ટ્રેડ થયો હતો. જોકે, આખરી એક કલાકમાં માર્કેટમાં નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર લગભગ ફ્લેટ બંધ સૂચવતો હતો. જ્યારે ફેબ્રુઆરી નિફ્ટી ફ્યુચર 157 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21510ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ માટે 21250નો મહત્વનો સપોર્ટ જોવા મળે છે. બે સત્રથી બજાર આ સપાટીએથી પરત ફરે છે. જો આ સપાટી તૂટશે તો માર્કેટમાં વેચવાલી લંબાઈ શકે છે. નવી લોંગ પોઝીશન 21500ની સપાટી પર સતત બંધ પછી જ બનાવવી જોઈએ. જ્યારે શોર્ટ સેલર્સ 21600ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં બજાજા ઓટો મુખ્ય હતો. તે 5 ટકા ઉછળી નવી ટોચે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, ગ્રાસિમ, હિરો મોટોકોર્પ, લાર્સન, તાતા મોટર્સ, ટાઈટનમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ટેક મહિન્દ્રા 6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, સિપ્લા, ભારતી એરટેલ, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ લાઈફ, તાતા કન્ઝ્યૂમર, ડિવિઝ લેબ્સ, આઈટીસી, વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, એક્સિસ બેંક, યૂપીએલ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો પીએસઈ, એનર્જી, રિઅલ્ટી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાર્મા, એફએમસીજી, બેંકિંગમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ અડધો ટકો મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં ભેલ 5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, નાલ્કો, એનએચપીસી, સેઈલ, એનએમડીસી, એનટીપીસી, કોલ ઈન્ડિયા, આરઈસી, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, ભારતી ઈલે., આઈઓસીમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, એચપીસીએલ, કોન્કોર, હિંદુસ્તાન એરોનોટીક્સ, પાવર ફાઈનાન્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, આઈઆરસીટીસીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી લગભગ એક ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં તાતા પાવર 2.3 ટકા મજબૂતી સૂચવતો હતો. આ ઉપરાંત, એનટીપીસી, અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલમાં પણ પોઝીટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. નિફ્ટી રિઅલ્ટીમાં 0.7 ટકા મજબૂતી નોંધાઈ હતી. જેના ઘટકોમાં સનટેક રિઅલ્ટી 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફમાં પણ મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં ટેક મહિન્દ્રા ખરાબ પરિણામ પાછળ 6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત કોફોર્જ, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી, એમ્ફેસિસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, પર્સિસ્ટન્ટ, ટીસીએસમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.3 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા, બાયોકોન, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એસીસી 10 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ, બજાજ ઓટો, મધરસન, ભેલ, ઈડિયા સિમેન્ટ્સ, નાલ્કો, સેઈલ, એલએન્ડટી ફાઈનાન્સ, કેન ફિન હોમ્સ, હિંદ કોપર, આદિત્ય બિરલા ફેશન, ગોદરેજ પ્રોપર્ટીઝ, એનએમડીસી, કેનેરા બેંક, દાલમિયા ભારત, અદાણી પોર્ટ્સ, તાતા પાવર, પીએનબી, મહાનગર ગેસમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝનો શેર 7 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, આઈજીએલ, ટેક મહિન્દ્રા, લૌરસ લેબ્સ, એચપીસીએલ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, સિપ્લા, જ્યુબિલિઅન્ટ ફૂડ, મેટ્રોપોલીસ, ટીવીએસ મોટર, ગુજરાત ગેસ, કોફોર્જ, વોલ્ટાસ, ભારતી એરટેલ, એલટીઆઈમાઈન્ડટ્રીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં રાઈટ્સ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, એનબીસીસી, ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, અંબેર એન્ટરપ્રાઈઝ, ઈન્ફિબિમ એવન્યૂ, અંબુજા સિમેન્ટ્સ, બજાજ ઓટો, સ્વાન એનર્જી, સ્ટર્લિંગ વિલ્સન, મધરસન, ઈન્ડિયન બેંક, નિપ્પોન, એસજેવીએનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, નવીન ફ્લોરિન, વિનતી ઓર્ગેનિક્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું.
વેદાંતનો નફો 18 ટકા ગગડી 2013 કરોડ નોંધાયો
ખનીજ કંપની વેદાંતે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2013 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 18 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે કંપનીએ સમાનગાળામાં રૂ. 2464 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક 3.8 ટકા ઘટાડા સાથે રૂ. 34,968 કરોડ પર નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 33,691 કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે આવકમાં નવ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના ઈડીના જણાવ્યા મુજબ કંપની ખર્ચ ઘટાડા પર ભાર મૂકી રહી છે. તેમજ ઉત્પાદન વધારી રહી છે. જેને કારણે દેખાવ સારો જોવા મળ્યો છે.
ઝોમેટોને પેમેન્ટ એગ્રીગેટર તરીકે RBIની મંજૂરી
હવે ઝોમેટો ટાટા પે, રેઝરપે, કેશફ્રી સહિતના લોકોની હારમાં જોડાઈ
બેંક રેગ્યુલેટર આરબીઆઈએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને પેમેન્ટ એગ્રીગેટર તરીકે મંજૂરી આપી છે. તેણે ઝોમેટોની સબસિડિયરી ઝોમેટો પેમેન્ટ્સને આ મંજૂરી આપી છે. આ મંજૂરી પછી કંપની તેના પ્લેટફોર્મ પરથી ઈકોમર્સ ટ્રાન્ઝેક્શન્સને સુવિધા પૂરી પાડી શકશે. આ સાથે કંપની ટાટા પે, રેઝરપે, કેશફ્રી જેવા પ્લેયર્સની હારમાં જોડાઈ છે. પેમેન્ટ એગ્રીગેટર્સ ઈ-કોમર્સ વેબસાઈટ્સ, મોબાઈલ એપ્સ અને મર્ચન્ટ્સને ગ્રાહકો તરફથી તેમના ટ્રાન્ઝેક્શન્સ બદલ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સ્વીકારવામાં સુવિધા પૂરી પાડે છે.
અદાણી પાવરે રૂ. 2738 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
અદાણી જૂથની અદાણી પાવરે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 2738 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 8.77 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કામકાજી આવક રૂ. 12991 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7764 કરોડની સરખામણીમાં 67 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની કુલ આવક રૂ. 8290 કરોડ પરથી 61 ટકા ઉછળી રૂ. 13,355.3 કરોડ રહી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીનો નેટ પ્રોફિટ જોકે તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 6594.17 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીનો એબિટા ડિસેમ્બર ક્વાર્ટરમાં 151 ટકા ઉછળૂ રૂ. 5009.17 કરોડ પર રહ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 1995.53 કરોડ પર જોવા મળતો હતો.
જેએસડબલ્યુ સ્ટીલનો નફો પાંચ ગણો વધી રૂ. 2415 કરોડ
જએસડબલ્યુ સ્ટીલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2415 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 490 કરોડની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ સ્ટીલના વેચાણમાં 7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જેમાં સ્થાનિક બજારમાં 91 ટકા વેચાણ દર્શાવ્યું હતું. વાર્ષિક ધોરણે કંપનીના ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 12 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સ્ટીલ ઉત્પાદક છે. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ દેશમાં ટોચની પ્રાઈવેટ સેક્ટર સ્ટીલ ઉત્પાદક કંપની છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.