Market Tips

Market Summary 22 June 2021

માર્કેટ સમરી

 

ઊંચા મથાળે વેચવાલીએ ફ્લેટ બંધ

માર્કેટમાં ઊંચા મથાળે વેચવાલીને કારણે નિફ્ટી ફ્લેટ બંધ રહ્યો હતો. જોકે તેણે 15773ના સ્તરે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. માર્કેટને ઓટો, સિમેન્ટ અને આઈટી ક્ષેત્રો તરફથી સારો સપોર્ટ મળ્યો હતો. એફએમસીજી અને બેંકિંગમાં નરમાઈ જોવા મળી હતી.

 

ઈમર્જિંગ માર્કેટ્સ હરિફોની સરખામણીમાં ઈન્ડિયા સ્પેસિફિક ફંડ્સમાં સાધારણ આઉટફ્લો

 

 

છેલ્લાં ચાર સપ્તાહોમાં મેઈન લેન્ડ ચાઈના સ્પેસિફિક ફંડ્સમાં 128 ડોલરના આઉટફ્લો સામે ઈન્ડિયા સ્પેસિફિક ફંડમાં 7.3 કરોડનો જ આઉટફ્લો

 

 

એકમાત્ર તાઈવાન સ્પેસિફિક ફંડ્સમાં 58.5 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાયો

 

 

 

 

છેલ્લા ચાર સપ્તાહોમાં અગ્રણી ઈમર્જિંગ માર્કેટ્સ સ્પેસિફિક ફંડ્સે ચોખ્ખો આઉટફ્લો દર્શાવ્યો છે. જેમાં ઈન્ડિયા સ્પેસિફિક ફંડ્સનો સમાવેશ પણ થાય છે. જોકે અન્ય હરિફ ઈમર્જિંગ દેશોની સરખામણીમાં ભારત સ્પેસિફિક ફંડ્સનો દેખાવ સારો રહ્યો છે. એટલેકે ભારતીય બજારમાં રોકાણના હેતુથી બનાવવામાં આવેલા ફંડ્સમાં ખૂબ જ ઓછો આઉટફ્લો જોવા મળ્યો છે. જ્યારે ચીન, કોરિયા, બ્રાઝિલ જેવા દેશો માટે બનેલા ફંડ્સે નોંધપાત્ર આઉટફ્લો દર્શાવ્યો છે.

 

16 જૂને પૂરા થતાં સપ્તાહ દરમિયાન મેઈન લેન્ડ ચાઈના સ્પેસિફિક ફંડ્સે 128 ડોલરનો તીવ્ર આઉટફ્લો નોંધાવ્યો હતો. આ જ રીતે સાઉથ કોરિયા સ્પેસિફિક ફંડ્સમાં 200 કરોડ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. એક મહત્વના ઈમર્જિંગ માર્કેટ તથા બ્રિક્સ ગ્રૂપના સદસ્ય એવા બ્રાઝિલ સ્પેસિફિક ફંડ્સે 62.3 કરોડ ડોલરનો આઉટફ્લો દર્શાવ્યો હતો. જ્યારે અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ માટે બનેલા ફંડ્સમાં 17 ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જેની સામે ઈન્ડિયા સ્પેસિફિક ફંડ્સમાં 7.3 કરોડ ડોલરનો સાધારણ આઉટફ્લો જોવા મળ્યો હતો. એશિયન દેશોમાં એકમાત્ર તાઈવાન સ્પેસિફિક ફંડ્સે 58.5 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાવ્યો હતો. જ્યારે અન્ય તમામ ઈમર્જિંગ માર્કેટ્સ સ્પેસિફિક ફંડ્સે આઉટફ્લો નોંધાવ્યો હતો. જોકે ગ્લોબલ ઈમર્જિંગ માર્કેટ્સ બેન્ચમાર્ક્સ ફંડમાં 417.4 કરોડ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જેના કારણે આ બજારોમાં નેટ ઈનફ્લો જોવા મળી રહ્યો છે. એનાલિસ્ટ્સના મતે ઈમર્જિંગ માર્કેટ્સમાં આવી રહેલો ફ્લો ગ્લોબલ ઈએમમાંથી આવી રહ્યો છે. જોકે ઓક્ટોબર 2020 બાદ ગયા સપ્તાહે ઈમર્જિંગ માર્કેટ્સ ફંડે સૌથી નીચો ઈનફ્લો નોંધાવ્યો હતો. જેનું કારણ ફેડ રિઝર્વે ગયા સપ્તાહે ઈન્ટરેસ્ટ રેટમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિની દર્શાવેલી શક્યતા હતું. જોકે આમ છતાં હજુ ઈમ બેન્ચમાર્ક્સ ફંડમાં ઈનફ્લો પોઝીટીવ છે જે સૂચવે છે કે વૈશ્વિક બજારમાં વિપુલ લિક્વિડીટી જોવા મળી રહી છે અને તે આગામી સમયગાળામાં ઈએમ ફંડ્સમાં પ્રવેશતી રહેશે.

 

 

જો ભારતીય બજારની વાત કરીએ તો ચાલુ કેલેન્ડરમાં માર્ચ, એપ્રિલ અને મેમાં સતત ત્રણ મહિના દરમિયાન નેગેટિવ ફ્લો દર્શાવનાર એફઆઈઆઈએ જૂનમાં ચોખ્ખો ઈનફ્લો દર્શાવ્યો છે. જૂનમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ અત્યાર સુધી કુલ રૂ. 16900 કરોડનો પોઝીટીવ ફ્લો નોંધાવ્યો છે. ચાલુ કેલેન્ડરમાં તેમણે અગાઉ જાન્યુઆરીમાં રૂ. 19473 કરોડ અને માર્ચમાં રૂ. 25787 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. આમ 2021માં જૂન એ પોઝીટીવ ઈનફ્લો દર્શાવનાર ત્રીજો મહિનો છે. માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન સતત નેગેટિવ ઈનફ્લો છતાં ભારતીય બજારમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 60100 કરોડનો પોઝીટીવ ઈનફ્લો એફઆઈઆઈ તરફથી જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. 2020માં માર્ચ મહિનામાં જ રૂ. 60 હજાર કરોડનો આઉટફ્લો નોંધાયો હતો અને તેથી સમાનગાળામાં નેટ આઉટફ્લો જોવા મળતો હતો.

 

 

 

છેલ્લાં ચાર સપ્તાહોમાં કન્ટ્રી સ્પેસિફિક ફંડ્સનો દેખાવ

 

દેશ                    ફંડ(કરોડ ડોલરમાં)

 

મેઈન લેન્ડ ચાઈના             -128

 

તાઈવાન                       58.5

 

કોરિયા                         -200

 

ભારત                          -7.3

 

બ્રાઝિલ                         -62.3

 

અન્યો                          -17.0

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નિફ્ટીમાં કેશ સામે ફ્યુચર્સમાં ડિસ્કાઉન્ટ

 

બજારમાં નોંધપાત્ર સમય બાદ મંગળવારે નિફ્ટીમાં કેશ ભાવ સામે ફ્યુચર સતત ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સામાન્યરીતે ફ્યુચર હંમેશા કેશ સામે પ્રિમીયમમાં ટ્રેડ થતો હોય છે. ક્યારેક જ એવું બનતું હોય છે જ્યારે ફ્યુચર ડિસ્કાઉન્ટમાં ટ્રેડિંગ દર્શાવે. મંગળવારે નિફ્ટી કેશ 15773 પર બંધ રહ્યો હતો ત્યારે નિફ્ટી ફ્યુચર 15757 પર બંધ દર્શાવતો હતો. માર્કેટમાં ઊંચી વધ-ઘટ વખતે કેશ અને ફ્યુચર વચ્ચે આ પ્રકારની મૂવમેન્ટ સામાન્ય હોય છે. જોકે મંગળવારે નિફ્ટી જ્યારે નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવતો હતો ત્યારે પણ ફ્યુચરમાં ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું હતું. જે સૂચવે છે કે સિસ્ટમમાં શોર્ટની સરખામણીમાં ઊંચું લોંગ જોવા મળી રહ્યું છે.

 

 

ડોલર સામે રૂપિયો 26 પૈસા ગગડ્યો

 

ભારતીય ચલણમાં ડોલર સામે સતત નરમાઈ જોવા મળી રહી છે. ઉઘડતાં સપ્તાહે અમેરિકી ચલણ સામે 22 પૈસાનો ઘટાડો દર્શાવનાર રૂપિયો મંગળવારે પણ ગ્રીનબેક સામે 26 પૈસા ગગડી 74.37ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેની લગભગ દોઢ મહિનાની નીચી સપાટી છે. અગાઉ 74.11ના સ્તરે બંધ રહેલો રૂપિયો મંગળવારે 74.17ના સ્તરે નરમ ખૂલીને 74.4050 સુધી વધુ ગગડ્યો હતો. જ્યાંથી સુધરી 74.0550 પર જોવા મળ્યો હતો. જ્યાંથી ફરી ગગડી 74.3650 પર બંધ રહ્યો હતો.

 

 

બ્રેન્ટ ક્રૂડે 75 ડોલરની સપાટી કૂદાવી

 

વૈશ્વિક ક્રૂડના ભાવોમાં મજબૂતી યથાવત છે. તે ધીમી ઝડપે સુધારો દર્શાવી રહ્યું છે. મંગળવારે સવારે એશિયન ટ્રેડ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ વાયદો 75.28 ડોલર પ્રતિ બેરલની છેલ્લા દોઢ વર્ષથી વધુની સપાટી પર ટ્રેડ થયો હતો. અગાઉ તે ડિસેમ્બર 2019માં આ સ્તર પર જોવા મળતો હતો. જોકે કોવિડ પાછળ તે ગગડીને એપ્રિલ 2020માં 16 ડોલર પર બોલાયો હતો. જ્યાંથી સતત સુધરતો રહ્યો છે. ક્રૂડમાં મજબૂતીના બે મુખ્ય કારણોમાં ઈરાન સાથે ન્યુકલિયર ડીલ અટવાતાં ઈરાનનો સપ્લાય બજારમાં આવવાંમાં જોવા મળી રહેલો વિલંબ છે. જ્યારે બીજી બાજુ યુએસના ક્રૂડની માગ વધતાં ત્યાં ઈન્વેન્ટરી ખૂબ છી જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે ક્રૂડ રૂ. 5449ની ટોચ બનાવી રૂ. 5413 પર ટ્રેડ કરી રહ્યું હતું.

 

ચોમાસાની સારી શરૂઆત પાછળ ઓટો શેર્સમાં લેવાલી

 

દેશભરમાં ચોમાસાની સિઝનની સારી શરૂઆતને પગલે ઓટોમોબાઈલ કંપનીઓના શેર્સમાં નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી છે. સારા વરસાદ પાછળ ખરિફ સિઝન સારી રહે તો ગ્રામીણ અર્થતંત્ર તરફથી ઊંચી માગ જોવા મળી શકે છે. સારી ખરિફ પાછળ કાર તથા ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓ તહેવારોની સિઝનમાં મોટું વેચાણ નોંધાવતાં હોય છે. આવી જ શક્યતા પાછળ મારુતિ સુઝુકીનો શેર મંગળવારે 5.3 ટકાના સુધારે રૂ. 7265.40 પર બંધ જોવા મળ્યો હતો. કંપનીનો શેર નોંધપાત્ર સમયથી બ્રોડ માર્કેટની સરખામણીમા અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો છે. નોંધપાત્ર સુધારો દર્શાવનારા અન્ય ઓટો શેર્સમાં ભારત ફોર્જ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો અને આઈશર મોટર્સ મુખ્ય છે.

Rushit Parmar

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

5 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

5 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

5 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

5 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

5 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

5 months ago

This website uses cookies.