બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં મજબૂતી, બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા ગગડી 21.46ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં ફિફ્ટીઃફિફ્ટી
એફએમસીજી, ફાર્મા, આઈટી, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી
મેટલ, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
બીઈએમએલ, સોલાર ઈન્ડ, હેગ, હિંદ ઝીંક નવી ટોચે
સીસીએલ પ્રોડક્ટ્સ નવા તળિયે
ભારતીય શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. બંને બેન્ચમાર્ક્સ ગ્રીન ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. સેન્સેક્સ 268 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 74221ની સપાટીએ જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ્સ સુધરી 22598ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખાસ ખરીદી જોવા નહોતી મળી. જેને કારણે બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3948 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1932 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1902 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 252 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહના તળિયે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.6 ટકા ગગડી 21.46ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટોન વચ્ચે ભારતીય બજારે બુધવારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે નિફ્ટી 22630ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, તે 22600 પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 68 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22666ની સપાટીએ બંધ રહ્યો હતો. લોંગ ટ્રેડર્સ 22450ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં સિપ્લા, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડિવિઝ લેબ્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી એન્ટરપ્રાઈઝ, લાર્સન, એનટીપીસી, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, એપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, હીરો મોટોકોર્પ, એક્સિસ બેંક, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એફએમસીજી, ફાર્મા, આઈટી, રિઅલ્ટી, એનર્જીમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે મેટલ, પીએસયૂ બેંક્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.5 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં ઈમામી, ડાબર ઈન્ડ્યા, પીએન્ડજી, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, મેરિકો, ગોદરેજ કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ્, આઈટીસી, નેસ્લેમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી રિઅલ્ટ ઈન્ડેક્સ 1.4 ટકા ઉછળી 1000ની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી મિડિયા, નિફ્ટી એનર્જી અને નિફ્ટી પીએસઈ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયૂ બેંક, નિફ્ટી બેંકમાં નરમાઈ જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ભારત ઈલેક્ટ્રીક, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ઓબેરોય રિઅલ્ટી, મેટ્રોપોલીસ, સિપ્લા, ડાબર ઈન્ડિયા, કોફોર્જ, ઝી એન્ટરટેઈનમેન્ટ, એચયૂએલ, તાતા કન્ઝ્યૂમર, એલએન્ડટી ટેક્નોલોજીમાં પણ સારી ખરીદી નીકળી હતી. બીજી બાજુ, ભેલ, હિંદ કોપર, આઈઈએક્સ, એનએમડીસી, સેઈલ, મેક્સ ફાઈ., દિપક નાઈટ્રેટ, એયૂ સ્મોલ ફાઈ. પોલીકેબ, આરઈસી, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ગેઈલ, સિમેન્સમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં બીઈએમએલ, સોલાર ઈન્ડ, હેગ, હિંદ ઝીંક, જ્યુપિટર વેગન્સ, મેટ્રોટેક ડેવલપર્સ, ભારત ડાયનેમિક્સ, પોલી મેડિક્યોર, હિંદુ. એરોનોટીક્સ, ઓબેરોય રિઅલ્ટી, સીએએમએસ નવી ટોચે જોવા મળ્યાં હતાં બીજી બાજુ, સીસીએલ પ્રોડક્ટ્સ નવા તળિયે ટ્રેડ થયો હતો.
RBI બોર્ડની સરકારને રૂ. 2.11 લાખ કરોડની વિક્રમી સરપ્લસ ટ્રાન્સફર માટે મંજૂરી
સરકારની અપેક્ષા કરતાં ડિવિડન્ડ પેટે ખૂબ મોટી રકમ શિફ્ટ કરવામાં આવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને 2023-24 નાણા વર્ષ માટે રૂ. 2.11 લાખ કરોડના સરપ્લસના ટ્રાન્સફરની મંજૂરી આપી છે. જે અત્યાર સુધીમાં ભારતીય મધ્યસ્થ બેંક તરફથી સરકારને આપવામાં આવેલી વિક્રમી ટ્રાન્સફર છે.
સેન્ટ્રલ બેંકે જણાવ્યુ હતું કે સરકારને સરપ્લસનું ટ્રાન્સફર ઈકોનોમિકસ કેપિટલ ફ્રેમવર્ક(ઈસીએફ)ને આધારે લેવામાં આવ્યું છે. બેંકે 26 ઓગસ્ટ, 2019ના રોજ આ ઈસીએફને અપનાવ્યું હતું. જેની ભલામણ બિમલ જાલન કમિટીએ કરી હતી. ઊંચી સરપ્લસ ટ્રાન્સફર પાછળનું મુખ્ય કારણ ફોરેક્સ હોલ્ડિંગ તરફથી ઊંચી આવક હોઈ શકે છે.
સન ફાર્માનો નેટ પ્રોફિટ 34 ટકા ઉછળી રૂ. 2655 કરોડ નોંધાયો
કંપનીની રેવન્યૂ 10 ટકા વધી રૂ. 11983 કરોડ રહી
ટોચની ફાર્મા કંપની સન ફાર્માએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2654.80 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 34 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 1984.47 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 5.2 ટકા વધી રૂ. 2523.75 કરોડ પર રહ્યો હતો.
કંપનીની કુલ કામકાજી આવક રૂ. 11,983 કરોડ પર રહી હતી. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 10931 કરોડની આવક જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીની આવક 3.2 ટકા ઘટાડો સૂચવતી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક રૂ. 12,381 કરોડ પર રહી હતી.
માર્ચ ક્વાર્ટર માટે કંપનીનો એબિટા 8.3 ટકા વૃદ્ધિ સઆથે રૂ. 3034 કરોડ પર રહ્યો હતો. જે રૂ. 3032 કરોડની અપેક્ષા મુજબ હતો. એબિટા માર્જિન 70 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 25.3 ટકા પર જોવા મળ્યાં હતાં.
કંપનીના ભારતમાં ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 10.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 3707 કરોડ રહ્યું હતું. જે કુલ વેચાણમાં 31.4 ટકા હિસ્સો દર્શાવતું હતું.. યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણ 47.6 કરોડ ડોલર રહ્યું હતું. જે 10.9 ટકા વાર્ષિક વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે ઈમર્જિંગ માર્કેટ્સ વેચાણ પણ 10.8 ટકા વધી 24.5 કરોડ ડોલર પર જોવા મળ્યું હતું.
સમગ્ર વર્ષની વાત કરીએ તો સન ફાર્માનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 9576 કરોડ પર રહ્યો હતો. જે વાર્ષિક 13 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે કંપનીએ રૂ. 8474 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની કુલ આવક પણ ગયા વર્ષની રૂ. 43886 કરોડ પરથી 10.5 ટકા વધી રૂ. 48497 કરોડ રહી હતી.
પેટીએમનો નફો વધી રૂ. 550 કરોડ પર જોવા મળ્યો
કંપનીની આવક 2.6 ટકા ગગડી રૂ. 2399 કરોડ રહી
કંપનીએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના બિઝનેસને અન્ય પાર્ટનર બેંક્સને તબદિલ કર્યો
ડિજીટલ પેમેન્ટ્સ કંપની પેટીએમે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 549.6 કરોડની ખોટ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી ખોટની સરખામણીમાં ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં પેટીએમની ખોટ રૂ. 168.4 કરોડ પર જોવા મળતી હતી. ત્રિમાસિક ધોરણે કંપનીની ખોટ બમણાથી વધુ વૃદ્ધિ સૂચવતી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 219.8 કરોડની ખોટ નોંધાવી હતી.
નોઈડા-મુખ્યાલય ધરાવતી પેટીએમે 2023-24 માટે રૂ. 1417 કરોડની ખોટ દર્શાવી હતી. જે 2022-23ની કુલ રૂ. 1776.5 કરોડની ખોટ કરતાં નીચી હતી. કંપનીએ માર્ટ ક્વાર્ટર માટે રૂ. 2399 કરોડની આવક દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 2.6 ટકા ઘટાડો સૂચવતી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 2465 કરોડની આવક દર્શાવી હતી.
ત્રિમાસિક ધોરણે આવકમાં 20 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 2999 કરોડની આવક દર્શાવી હતી. 2023-24 માટેની કુલ આવક 25.2 ટકા વધી રૂ. 10,525 કરોડ પર રહી હતી. જે 2022-23માં રૂ. 8400 કરોડ પર જોવા મળતી હતી. કંપનીનો ખર્ચ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2691.4 કરોડ પર રહ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2630.5 કરોડ પર હતો. ત્રિમાસિક ધોરણે ખર્ચ 16.3 ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 3216.3 કરોડ પર જોવા મળતો હતો.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.