ઈન્ટ્રા-ડે ઊંચી વોલેટિલિટી વચ્ચે માર્કેટમાં મંદીનો મૂડ
નિફ્ટીએ ફરી 18400નું સ્તર તોડ્યું
જોકે ઈન્ટ્રા-ડે 18203ની સપાટીએથી ઊંચું બાઉન્સ દર્શાવ્યું
વૈશ્વિક બજારોમાં પણ મંદીનું માનસ
અદાણી એન્ટર., ટીસીએસ, RIL તરફથી સપોર્ટ સાંપડ્યો
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન નરમ
પીએનબી હાઉસિંગ, આઈઆઈએફએલ ફાઈ. નવી ટોચે
ગ્લેન્ડ ફાર્મા, નાયકા, સ્ટર્લિંગ વિલ્સનમાં નવું તળિયું
વૈશ્વિક શેરબજારોમાં મંદી વચ્ચે ભારતીય બજારે મંગળવારે બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 104 પોઈન્ટ્સ ગગડી 61702ની સપાટીએ જ્યારે નિફ્ટી 35 પોઈન્ટ્સના ઘટાડે 18835ની સપાટીએ બંધ રહ્યાં હતાં. જોકે લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. જેને કારણે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 36 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 14 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ધીમી વેચવાલી નીકળી હતી. જેની પાછળ બ્રેડ્થ નરમ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક સમયે 9 ટકા ઉછળ્યો હતો. જે પાછળથી માર્કેટ ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફરતાં માત્ર 1.7 ટકા મજબૂતી સાથે 13.78ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહના બીજા સત્રમાં ભારતીય બજારે ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને વધુ ગગડીને ઝડપથી છેલ્લાં મહિનાના તળિયા નજીક પહોંચી ગયું હતું. જોકે ત્યાંથી પરત ફર્યો હતો અને સાધારણ ઘટાડે બંધ આપવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 18340ની સપાટીએ ખૂલી 18203નું બોટમ બનાવી 18405 સુધી બાઉન્સ થયો હતો. જોકે તે 18400ની સપાટી પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમીયમ 40 પોઈન્ટ્સ જોવા મળતું હતું. ફ્યુચર 18425 પર બંધ રહ્યો હતો. સોમવારે બંધ ભાવે ફ્યુચર્સ 80 પોઈન્ટ્સનું પ્રિમીયમ સૂચવતો હતો. આમ બજારમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. જે આગામી સત્રોમાં વધુ વેચવાલીની શક્યતાં દર્શાવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટને 18050-18100ની રેંજમાં સપોર્ટ છે. જ્યાં સુધી તે ગગડી શકે છે. જ્યારે ઉપરમાં 18500નું સ્તર પાર થાય તો જ નવી તેજી જોવા મળી શકે છે. મંગળવારનો ઘટાડો ઊંચા વોલ્યુમ સાથેનો હતો. જે પણ આગામી સત્રોમાં નરમાઈ આગળ વધવાનો સંકેત આપે છે. નિફ્ટી ફ્યુચર્સમાં એક કરોડથી વધુના કામકાજ થયાં હતાં. બેન્ચમાર્કને સપોર્ટ આપવામાં ટોચના પાંચ કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, યૂપીએલ, તાતા મોટર્સ, એચયૂએલ, ભારતી એરટેલ, એનટીપીસી, એમએન્ડએમ અને અદાણી પોર્ટ્સમાં એક ટકાથી લઈ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ દેખાવ પર નજર નાખીએ તો આઈટી, મેટલ અને એનર્જી સૂચકાંકો પોઝીટીવ બંધ જોવા મળતાં હતાં. જ્યારે તે સિવાય તમામ નરમ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી છેલ્લાં સપ્તાહે સતત ઘટાડા બાદ 0.2 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. નીચા મથાળે આઈટી કાઉન્ટર્સમાં સારી ખરીદી જોવા મળી હતી. જેમાં એમ્ફેસિસ, ટીસીએસ, કોફોર્જ મુખ્ય હતાં. અન્ય આઈટી કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ પણ 0.12 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન અદાણી એન્ટરપ્રાઈઝનું હતું. આ સિવાય હિંદુસ્તાન ઝીંકનો શેર 1.4 ટકા સુધર્યો હતો. જ્યારે બીજી બાજુ એનએમડીસી, સેઈલ, જિંદાલ સ્ટીલ, મોઈલ, તાતા સ્ટીલ અને વેદાંત નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ નિફ્ટી એનર્જી પોઝીટીવ બંધ દર્શાવી શક્યો હતો. એ સિવાય અન્ય કાઉન્ટર્સ નરમ જોવા મળ્યાં હતાં. જેમાં એનટીપીસી, એચપીસીએલ અને પાવર ગ્રીડ મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી 0.62 ટકા સાથે ઘટવામાં મોખરે હતો. આમાં ડાબર ઈન્ડિયા, વરુણ બેવરેજીસ, એચયૂએલ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ગોદરેજ કન્ઝ્યૂમર ઘટવામાં અગ્રણી હતાં. જ્યારે યુનાઈટેડ સ્પિરિટ્સ અને નેસ્લે પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી બેંક 0.12 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 1.7 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતી. ઉપરાંત ફેડરલ બેંક, પીએનબી, એચડીએફસી બેંક, બંધન બેંક, કોટક બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં. જોકે બીજી બાજુ એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં મજબૂતી જોવા મળી રહી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં બલરામપુર ચીની 3.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈપ્કા લેબ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, કમિન્સ, અતુલ, નવીન ફ્લોરિન, શ્રીરામ ફાઈનાન્સ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં. બીજી બાજુ ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડસ ટાવર્સ, આઈડીએફસી, મેક્સ ફાઈનાન્સિયલ, આઈશર મોટર્સ, સિટી યુનિયન બેંક, પિરામલ એન્ટરપ્રાઈઝ, એનએમડીસી નોંધપાત્ર ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં પીએનબી હાઉસિંગ ફાઈ., જેકે પેપર, આઈઆઈએફએલ ફાઈનાન્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, કલ્યાણ જ્વેલર, એપોલો ટાયર્સ, શીપીંગ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3657 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1940 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1597 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 133 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે 39 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું.
સેબીએ બાયબેક નિયમોમાં કરેલાં નોંધપાત્ર ફેરફારો
કંપનીઓએ હવેથી લઘુત્તમ 50 ટકાને બદલે 75 ટકા બાયબેક રકમનો ઉપયોગ કરવાનો રહેશે
સ્ટોક એક્સચેન્જિસ ખાતે બાયબેક માટે અલગ વિન્ડો શરૂ કરવામાં આવશે
બાયબેક માટેનો સમયગાળો 90 દિવસથી ઘટાડી 66 દિવસ કરાયો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ બાયબેક સંબંધી વર્તમાન નિયમોમાં ધરમૂળથી ફેરફારો હાથ ધર્યાં છે. રોકાણકારો પાસેથી શેર પરત ખરીદીની પ્રક્રિયામાં ઊંચી પારદર્શક્તા તથા માર્કેટની વિશ્વસનીયતામાં વધારો થાય તે માટે સેબીએ લિસ્ટેડ કંપનીઓ માટે બાયબેકના નિયમોને તથા ડિસ્ક્લોઝર નિયમોને આકરાં બનાવ્યાં છે.
મંગળવારે મળેલી સેબીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યાં મુજબ હાલમાં સ્ટોક એક્સચેન્જિસ મારફતે થતી બાયબેકની પ્રક્રિયાને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. તેમજ કંપનીઓએ સ્ટોક એક્સચેન્જિસ મારફતે હાથ ધરેલી બાયબેક પ્રક્રિયામાં વર્તમાન લઘુત્તમ 50 ટકા રકમના ઉપયોગના નિયમને બદલે હવેથી ઓછામાં ઓછી 75 ટકા રકમનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યાં સુધી બાયબેક સ્ટોક એક્સચેન્જિસ પર હાથ ધરાવાનું ચાલ રહેશે ત્યાં સુધી તે એક્સચેન્જ પર એક અલગ વિન્ડો મારફતે કરવામાં આવશે. જેથી માર્કેટ મધ્યસ્થીઓ તરફથી કોઈપણ પ્રકારની ગેરરિતીની શક્યતાં રહે નહી. હાલમાં ઘણીવાર માર્કેટ મધ્યસ્થીઓ બાયબેકની પ્રક્રિયામાં ખરીદ-વેચાણ કરતાં માલૂમ પડે છે. જેને કારણે રિટેલ રોકાણકારોને નુકસાન ઉઠાવવાનું રહે છે. સેબીએ બાયબેક પ્રક્રિયાની શરૂઆતથી લઈ તેને 66 દિવસમાં પૂર્ણ કરવા જણાવ્યું છે. હાલમાં બાયબેક પ્રક્રિયા માટે 90 દિવસનો સમય ફાળવવામાં આવે છે. આમ બાયબેક પ્રક્રિયાના સમયમાં નોંધપાત્ર ઘટાડો પણ કરવામાં આવ્યો છે.
સેબીએ તેણે ઘડેલી પેનલની ભલામણોને આધારે આ ફેરફારો કર્યાં છે. એચડીએફસી લિ.ના વાઈસ ચેરમેન કેકી મિસ્ત્રીની અધ્યક્ષતામાં રચાયેલી પેનલે તેની ભલામણો કેટલાંક સમય અગાઉ સુપ્રત કરી હતી. જેને લઈને આજે સેબીની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો. પેનલે બાયબેક માટેની મહત્તમ મર્યાદામાં ઘટાડાની, ઓપન માર્કેટમાં બાયબેકને પૂરા કરવાના સમયમાં ઘટાડાની તથા બાયબેક માટેની ફાળવેલી રકમના ઉપયોગની મર્યાદાને 50 ટકા પરથી 75 ટકા કરવાની ભલામણો કરી હતી. ઘણીવાર કંપનીના પ્રમોટર્સ બાયબેકની જાહેરાત કર્યાં પછી જો શેરના ભાવમાં વૃદ્ધિ થાય તો શેરની પરત ખરીદીને મુલત્વી રાખવા સાથે તેમાં ઘટાડો કરતાં હતાં, તેમજ ઊંચા ભાવે તેમણે ખરીદેલા શેર્સનું વેચાણ કરતાં માલૂમ પડતાં હતાં.
એક્સચેન્જિસ સેબીના રડાર હેઠળ
સેબીએ તેની મિટિંગમાં માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સને એક આગવા વર્ટિકલ્સની રચના માટે જણાવ્યું હતું. જે બિઝનેસ ડેવલપમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટને એકબીજાથી અલગ કરે. આ ત્રણ વર્ટિકલ્સની રચનાને કારણે ક્રિટિકલ ઓપરેશન્સ, રેગ્યુલેટરી એન્ડ કોમ્પ્લાયન્સ બિઝનેસ તથા બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અન્ય કામગીરી એકબીજાથી ભિન્ન બનશે. આ ભલામણો સેબીના ભૂતપૂર્વ હોલ-ટાઈમ મેમ્બર જી મહાલિંગમની ચેરમેનશીપ હેઠળની પેનલે કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણનના સમયમાં જોવા મળેલી ગવર્નન્સ સંબંધી છીંડાઓને કારણે આ પ્રકારના પગલાની કવાયત હાથ ધરવામાં આવી હતી. એનએસઈ કોલોકેશન સ્કેમ હેઠળ પસંદગીના બ્રોકર્સને ઈન્સાઈડર ઈન્ફર્મેશન મળતી હતી. જે વિન્ડફોલ પ્રોફિટ્સમાં પરિણમતી હતી.
સરકારની બીડર્સને આકર્ષવા IDBI બેંક બાયરને ટેક્સમુક્તિ માટે વિચારણા
રોકાણકારને આખરી બીડીંગ બાદ શેરના ભાવમાં વૃદ્ધિ પર ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે
ભારત સરકાર આઈડીબીઆઈ બેંકમાં બહુમતી હિસ્સા વેચાણ માટેની પ્રક્રિયામાં વધુ બીડર્સને આકર્ષવા માટે ખરીદારને કેટલાંક ટેક્સમાંથી મુક્તિ આપે તેવી શક્યતાં બે સરકારી વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. સરકારે શરૂઆતી બીડ્સ માટેની ડેડલાઈનને લંબાવ્યા બાદ મંગળવારે તેમણે આમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર એ ટેક્સ નિયમમાં રાહત આપવા વિચારી રહી છે. જે મુજબ ફાઈનલ બીડ પછી જો શેરના ભાવમાં વૃદ્ધિ જોવા મળે તો ખરીદારે અધિક ટેક્સ ચૂકવવાનો થાય છે એમ અધિકારી જણાવે છે.
અધિકારીના જણાવ્યા મુજબ સરકાર તરફથી ફાઈનાન્સિયલ બીડ્સ આમંત્ર્યા પછી શેરના ભાવમાં વૃદ્ધિ થાય તો નવા ખરીદાર પાસેથી બીડીંગ પ્રાઈસ અને ત્યારબાદ શેરના ભાવમાં થયેલી વૃદ્ધિ પર ટેક્સની માગણી કરવી અયોગ્ય કહેવાય અને તેથી સરકાર આ નિયમમાં સુધારો કરશે. ટેક્સ નિયમો મુજબ ઔપચારિક રીતે ફાઈનાન્સિયલ બીડ્સ રજૂ કર્યાં બાદ આઈડીબીઆઈ બેંકના શેરના ભાવમાં વૃદ્ધિ જોવા મળે તો શેરના ભાવમાં તફાવતને ખરીદાર માટે ‘અન્ય આવક’ ગણવામાં આવી શકે છે. જેના પર 30 ટકા ટેક્સ ઉપરાંત સરચાર્જ અને સેસ વસૂલાઈ શકે છે એમ ટેક્સ એક્સપર્ટ જણાવે છે. સરકારની ટેક્સમુક્તિની વિચારણા સંભવિત ખરીદારને આ ટેક્સમાંથી મુક્તિ આપશે.
સરકાર અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા મળીને આઈડીબીઆઈ બેંકમાં 95 ટકા હિસ્સો ધરાવે છે. જેમણે શરૂઆતમાં રોકાણકાર પાસેથી 60.72 ટકા હિસ્સા ખરીદી માટે બીડ્સ મંગાવ્યા છે. ગયા સપ્તાહે સરકારે શરૂઆતી બીડ્સ રજૂ કરવા માટેની ડેડલાઈને 7 જાન્યુઆરી સુધી લંબાવી હતી. સરકાર પાસે એકવાર શરૂઆતી બીડ્સ આવશે ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેના માપદંડો મુજબ રોકાણકાર ‘ફીટ એન્ડ પ્રોપર’ છે કે નહિ તેની ચકાસણી કરશે. કેન્દ્રિય નાણા વિભાગે જોકે આ અંગે કોઈ ટીપ્પણી નહોતી કરી.
RE કંપનીઓએ વિદેશી ડેટ ચૂકવવા રૂપિ લોન્સ લેવી પડશે
વૈશ્વિક ફંડીંગ મોંઘુ બનતાં ભારતીય રિન્યૂએબલ એનર્જી કંપનીઓએ 2023-24 અને 2024-25માં ચૂકવવાના થતાં 3 અબજ ડોલરના ગ્રીન બોન્ડ્સના રિપેમેન્ટ માટે સ્થાનિક રૂપી લોન્સનો ઉપયોગ કરવો પડશે એમ વર્તુળો જણાવે છે. વિદેશી ગ્રીન બોન્ડ્સના રિફાઈનાન્સિંગ માટે વિદેશમાંથી લોન વર્તમાન ઈન્ટરેસ્ટ રેટ્સ કરતાં ઊંચા દરે લેવી પડી શકે છે. જે તેમના ક્રેડિટ મેટ્રીક્સને બગાડી શકે છે. જ્યારે સ્થાનિક રૂપી ડેટનો ઉપયોગ કરવાથી કંપનીઓ માટે રિફાઈનાન્સિંગ માટે ડેટ સર્વિસિંગ પર ઓછી અસર પડી શકે છે એમ રેટિંગ એજન્સી ઈકરા જણાવે છે. કંપનીઓએ 2022-23માં 30 કરોડ ડોલર કર્યું છે. જ્યારે આગામી બે નાણા વર્ષોમાં તેમણે અનુક્રમે 1.3 અબજ ડોલર અને 2.1 અબજ ડોલરનું રિપેમેન્ટ કરવાનું રહે છે.
નિફ્ટી-50માં મેન્યૂફેક્ચરિંગ કંપનીનું વેઈટ વધ્યું
2022માં શેરબજારમાં મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં તેમના વેઈટમાં વૃદ્ધિ જોવા મળી છે. મેન્યૂફેક્ચરિંગ કંપનીઓમાં એફએમસીજી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટીકલ્સ, મેટલ્સ, સિમેન્ટ અને એગ્રોકેમિકલ્સ કંપનીઓનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ નિફ્ટી-50માં 25.43 ટકાનું વેઈટેજ ધરાવે છે. જે ડિસેમ્બર 2021ની આખરમાં જોવા મળતાં 24.55 ટકાની સરખામણીમાં 88 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. 2020માં કોવિડ પાછળ તેમનું વેઈટેજ ગગડીને 23.1 ટકા પર જોવા મળ્યું હતું. મેન્યૂફેક્ચરિંગ સેક્ટર હાલમાં એચયૂએલ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે અને બ્રિટાનિયા જેવા કાઉન્ટર્સનું પ્રભુત્વ ધરાવે છે. જે ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ મેન્યૂફેક્ચરિંગ કંપનીઓના કુલ માર્કેટ-કેપનું 45 ટકા માર્કેટ-કેપ ધરાવે છે. જ્યારબાદ ઓટો કંપનીઓ 21.4 ટકા અને ફાર્મા કંપનીઓ 12.7 ટકા માર્કેટ-કેપ ધરાવે છે.
2022 ક્રિપ્ટો માટે ત્રણ વર્ષોનું સૌથી ખરાબ વર્ષ બની રહ્યું
2021માં 9.1 અબજ ડોલર સામે 2022માં માત્ર 49.8 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાયો
બિટકોઈન 2022માં રોકાણકારો માટે એક દુઃસ્વપ્ન બની રહ્યો છે. વર્ષની આખરમાં તે 60 ટકા ઘટાડો સૂચવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે સસ્તો નાણા પ્રવાહ દૂર થતાં તથા રેગ્યુલેટરી પગલાઓ પાછળ ક્રિપ્ટોકરન્સિઝ ઊંધા માથે પટકાઈ હતી. ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ અને ઘટેલા રિસ્ક એપેટાઈટ પાછળ ક્રિપ્ટો કરન્સિઝનું માર્કેટ-કેપ 1.4 ટ્રિલીયન જેટલું ગગડ્યું હતું અને લગભગ ત્રીજા ભાગનું રહી ગયું હતું.
2022માં ક્રિપ્ટો ફંડ્સે 48.9 કરોડ ડોલરનો નેટ ઈનફ્લો દર્શાવ્યો હતો. જે 2021માં 9.1 અબજ ડોલરના વિક્રમી સ્તરે જોવા મળતો હતો. 2020માં કોવિડના આગમન બાદ ક્રિપ્ટોકરન્સિઝમાં ભારે ખરીદી જોવા મળી હતી. જે નવેમ્બર 2021 સુધી જળવાય હતી અને બિટકોઈન 4 હજાર ડોલરના સ્તરેથી 68 હજાર ડોલર સુધી ઉચકાયો હતો. જોકે ત્યાંથી તેના વળતા પાણી થયાં હતા. 2022ના બીજા મહિનેથી ફેડ તરફથી રેટ વૃદ્ધિની શરૂઆત થઈ હતી અને બિટકોઈન સતત ગગડતો રહ્યો હતો. યૂબીએસ સ્થિત સ્ટ્રેટેજિસ્ટના કહેવા મુજબ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન તેના ક્લાયન્ટ્સ સાથે 70 ટકા સમય ક્રિપ્ટોને લઈને ચર્ચા થતી હતી. જોકે છેલ્લાં 10 દિવસોમાં મોન્ટેરિઅલથી લઈને મિઆમી સુધી વિસ્તરેલા તેના ક્લાયન્ટ્સમાં માત્ર 2 ટકા સમય ક્રિપ્ટોની ચર્ચા થઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં ક્રિપ્ટોકરન્સિઝમાં ઘટાડાની શરૂઆત થઈ તે અગાઉ તે મુખ્ય સંસ્થાકિય રોકાણકારો તરફથી સ્વિકૃતિમાં 2-3 વર્ષ દૂર હોવાનું જણાતું હતું. જોકે હવે તે ખૂબ જ દૂર-દૂર હોવાનું જણાય છે. જોકે ક્રિપ્ટો માટે 2022 સંપૂર્ણપણે ખરાબ હતું એવું નથી. વર્ષ દરમિયાન ઈથેરિયમ બ્લોકચેને તેના મેગા-અપગ્રેડ ‘મર્જ’ને લોંચ કર્યું હતું. જેને તે સપ્ટેમ્બરમાં ઓછો એનર્જી વપરાશ ધરાવતી પ્રૂફ ઓફ સ્ટેક સિસ્ટમમાં લઈ ગઈ હતી. આ ઘટના વર્ષ માટે ક્રિપ્ટો સેગમેન્ટમાં એકમાત્ર પોઝીટીવ બાબત હતી. જે સિવાય સમગ્ર વર્ષ અંધકારમય બની રહ્યું હતું. આ અપગ્રેડ બાદ વિશ્વમાં રોકાણકારો માટે ઈથેરિયમ ઈકોસિસ્ટમનો ઉપયોગ સરળ બની રહેશે. જેને જોતાં 2023માં ક્રિપ્ટો માટે આશાવાદી નહિ બનવું અઘરુ બની રહેશે. આઈડીએક્સ ડિજીટલ એસેટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસરના જણાવ્યા મુજબ બ્લોકચેન-બેઝ્ડ ટુલ્સની વધતી લોકપ્રિયતા પણ ચાલુ વર્ષ માટે એક પોઝીટીવ પરિબળ બની રહી છે. જેમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ એક્સચેન્જિસ અને ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. તેમના મતે 2023માં રિસ્ક એપેટાઈટ પરત ફર્યાં બાદ ડિજિટલ એસેટ્સ માટે ઊંચી ફાળવણી જોવા મળી શકે છે.
એક ટ્રિલીયન M-Cap ક્લબમાં 2022માં પાંચ કંપનીઓનો ઉમેરો
2022માં બેન્ચમાર્ક્સ તરફથી મંદ દેખાવ છતાં રૂ. એક લાખ કરોડના માર્કેટ-કેપિટલાઝઈઝેશન ધરાવતી કંપનીઓની સંખ્યાં વૃદ્ધિનો ક્રમ સતત બીજા વર્ષે જળવાયો હતો. કેલેન્ડર 2022માં એક ટ્રિલીયન ડોલરથી ઊંચુ માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની સંખ્યામાં વધુ 5નો ઉમેરો થયો હતો અને આંક 54 પર પહોંચ્યો હતો. જોકે કેલેન્ડર 2021માં આવી કંપનીઓની સંખ્યામાં 20નો ઉમેરો થયો હતો અને તે 29 પરથી 49 પર પહોંચી હતી. કોવિડ વર્ષ 2020માં આવી કંપનીઓની સંખ્યા 31 પરથી ઘટી 29 પર જોવા મળી હતી.
પૂરા થવા જઈ રહેલા કેલેન્ડરમાં વન ટ્રિલિયન એમ-કેપ ક્લબમાં પ્રવેશનાર કંપનીઓમાં બજાજ ઓટો, સિમેન્સ, બ્રિટાનિયા અને અંબુજા સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ખૂબ સારો દેખાવ દર્શાવ્યો હતો અને રૂ. 1 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કર્યું હતું. 2022માં એક લાખનું માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા પ્રથમવાર અર્ધી સદીને પાર કરી ગઈ હતી. બ્રોડ માર્કેટનો દેખાવ જોકે આટલો સારો રહ્યો નહોતો અને મીડ-કેપ સેગમેન્ટમાં ઘણી કંપનીઓના માર્કેટ-કેપમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીમાં 4-5 ટકા સુધારો નોંધાયો હતો. હજુ વર્ષને પૂર્ણ થવામાં આંઠ સત્રો બાકી છે.
2022ની એક વધુ ઉપલબ્ધિમાં પ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડનો આંક વટાવી ગઈ હતી. માર્કેટમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે કેલેન્ડરમાં માસિક સરેરાશ 23 લાખ નવા ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયા હતાં. જોકે આ ગતિ કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ઘટી હતી. વર્ષના શરૂઆતી છ મહિના અપેક્ષિત નહિ રહેવાના કારણે રોકાણકારો બજારથી થોડા વિમુખ બન્યાં હતાં અને તેથી જૂન મહિના બાદ માર્કેટમાં રિકવરી છતાં રિટેલનો નાનો વર્ગ જ બજારમાં પરત ફર્યો હતો. જેને કારણે કેશ સેગમેન્ટ વોલ્યુમમાં પણ ઘટાડો નોંધાયો હતો. કેલેન્ડર દરમિયાન વન ટ્રિલિયન ક્લબમાં પ્રવેશેલી કંપનીઓમાંથી ચાર કન્ઝ્યૂમર સેક્ટર સાથે જોડાયેલી છે. જ્યારે સિમેન્સ એન્જીનીયરીંગ કંપની છે. જેણે લાંબા સમયબાદ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. આ સેક્ટરની અન્ય કંપનીઓ લાર્સન, એબીબી અને ભેલે પણ વર્ષ દરમિયાન ઊંચું વળતર નોંધાવ્યું છે.
છેલ્લાં ચાર વર્ષોમાં વન ટ્રિલિયન એમ-કેપ ક્લબની સ્થિતિ
કેલેન્ડર વન ટ્રિલિયન એમ-કેપ કંપની
2019 31
2020 29
2021 49
2022 54
કોર્પોરેટ હેડલાઈન્સ
ટેલિકોમ કંપનીઝઃ ઓક્ટોબરમાં રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલે તેમના સબસ્ક્રાઈબર્સમાં ઉમેરો કર્યો હતો. જ્યારે વોડાફોનના ગ્રાહકોમાં ઘટાડો જળવાયો હતો. જીઓએ 14.1 લાખ નવા ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે એરટેલે 8 લાખ ગ્રાહકોનો ઉમેરો નોંધાવ્યો હતો. બીજી બાજુ વોડાફોનના ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો હતો. ઓક્ટોબરમાં સતત બીજા મહિને ટેલિકોમ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 0.16 ટકા ઘટી 114.4 કરોડ પર જોવા મળી હતી.
ઉડ્ડયન કંપનીઓઃ નવેમ્બરમાં દેશમાં ડોમેસ્ટીક એર ટ્રાફિકમાં વાર્ષિક 11 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જોકે હજુ પણ તે કોવિડ અગાઉની સરખામણીમાં નીચી હતી. નવેમ્બર 2019ના એર ટ્રાફિક કરતાં તે 10 ટકા નીચી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મતે નવેમ્બરમાં 1.17 કરોડ પેસેન્જર્સે ડોમેસ્ટીક રૂટ્સ પર ઉડાન ભરી હતી. જે નવેમ્બર 2021માં 1.05 કરોડ પર હતી. જ્યારે ઓક્ટોબર 2022માં 1.14 કરોડ પેસેન્જર્સ દર્શાવતી હતી.
હિંદુજા ગ્લોબલઃ હિંદુજા જૂથની બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ કંપનીએ 60 લાખ શેર્સના બાયબેક માટે મંજૂરી આપી છે. કંપની રૂ. 1020 કરોડના ખર્ચે આ બાયબેક હાથ ધરશે. કંપનીના બોર્ડે બાયબેક માટે રૂ. 1700 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો છે. કંપની ટેન્ડર ઓફર મારફતે બાયબેક હાથ ધરશે.
હિંદુસ્તાન ઝીંકઃ એશિયામાં સૌથી મોટી ઝીંક ઉત્પાદક કંપની ડિઝલ-ફાયર્ડ માઈનીંગ વેહીકલ્સને બેટરી-ઓપરેટેડ વેહીકલ્સમાં કન્વર્ટ કરવા માટે આગામી સમયગાળામાં એક અબજ ડોલરનું રોકાણ કરવા વિચારી રહી છે.
સુગર કંપનીઝઃ સરકાર તરફથી ઈથેનોલ પર જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાની અસરે સતત બીજા દિવસે સુગર કંપનીઝના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. આ ઉપરાંત સરકાર તરફથી જાન્યુઆરીમાં સુગર નિકાસ માટે ઊંચો ક્વોટા જાહેર કરવામાં આવે તેવી શક્યતાંને કારણે પણ સુગર શેર્સ ઊંચકાયા હતાં.
એચડીએફસીઃ ટોચની માર્ગેજ ફાઈનાન્સિંગ કંપનીએ રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટમાં 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. તેણે 20 ડિસેમ્બરથી અમલમાં આવે તે રીતે રેટ વધાર્યાં છે. આરબીઆઈની ચાલુ મહિને રેટ સમીક્ષા પછી કંપની તરફથી આ પ્રથમ વૃદ્ધિ છે. વૃદ્ધિ બાદ 800 ઉપરનો ક્રેડિટ સ્કોર ધરાવતાં કંપનીના નવા હોમ લોન બોરોઅરે 8.65 ટકાનો રેટ ચૂકવવો પડશે.
એનબીસીસીઃ પીએસયૂ બાંધકામ કંપનીએ ઓડિશા પાવર ટ્રાન્સમિશન પાસેથી રૂ. 69.3 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીના શેરમાં મંગળવારે મજબૂતી જોવા મળી હતી.
તાતા ગ્રૂપઃ તાતા ગ્રૂપે તેની ઓમ્ની-કોમર્સ, ફેશન અને લક્ઝરી ફોકસ્ડ ઈ-કોમર્સ કંપની તાતા યુનિસ્ટોરમાં રૂ. 1600 કરોડનું નવુ રોકાણ કર્યું છે. તાતા યુનિસ્ટોર તાતા ક્લિક પ્લેટફોર્મને ઓપરેટ કરે છે. આ નવા રોકાણ સાથે જૂથ કંપનીમાં કુલ રૂ. 5000 કરોડનું રોકાણ કરી ચૂક્યું છે.
ઈપ્કા લેબોરેટરીઝઃ ફાર્માસ્યુટીલક કંપનીએ ટ્રોફિક વેલનેસમાં વધુ 6.53 ટકા હિસ્સો ખરીદ્યો છે. જેની પાછળ ઈપ્કા લેબનો શેરમાં મંગળવારે ખરીદી જોવા મળી હતી.
જસ્ટ ડાયલઃ ટેક્નોલોજી કંપનીના પ્રમોટર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ જસ્ટ ડાયલમાં 2 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.