Categories: Market Tips

Market Summary 19/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજાર સર્વોચ્ચ સપાટીએઃ નિફ્ટીએ 22187ની ટોચ દર્શાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 પોઈન્ટ્સ ઉછળી 16.01ના સ્તરે
ફાર્મા, એફએમસીજી, ઓટો, બેંકિંગનો સપોર્ટ
આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં જળવાયેલી ખરીદી
એમઆરપીએલ, જેબીએમ ઓટો, ક્રિસિલ, ક્વેસ કોર્પ નવી ટોચે

ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆતમાં જ સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 82 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 22187ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 22122.25ના સ્તરે બંધ આપ્યું હતું.  બેન્ચમાર્ક સેન્સેક્સ 281 પોઈન્ટ્સ મજબૂતી સાથે 72708ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, તે સર્વોચ્ચ સપાટી પર જોવા નહોતો મળ્યો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદીનો દોર જળવાયો હતો અને માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. બીએસઈ ખાતે કુલ 4102 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2430 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1537 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 392 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 18 કાઉન્ટર્સ અપર સર્કિટમાં તથા 7 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 પોઈન્ટ્સ ઉછળી 16.01ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે મજબૂતી સાથે કામકાજની શરૂઆત દર્શાવી હતી. નિફ્ટી 22041ના બંધ સામે 22103 પર ખૂલી ઉપરમાં 22187ની ટોચ બનાવી 22100ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 38 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22161ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં 19 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. આમ, ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડેટ થયાના સંકેતો છે. જોકે, ટેકનિકલી માર્કેટ નવી ટેરિટરીમાં છે અને તેથી તેને કોઈ ખાસ અવરોધ નથી જણાતો. નજીકમાં તે 22300-22500 સુધીના સ્તરો દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 21850ના નજીકના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
નિફ્ટીને સોમવારે સપોર્ટ કરનારા ઘટકોમાં ગ્રાસિમ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ, યૂપીએલ, સન ફાર્મા, આઈટીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, એપોલો હોસ્પિટલ, એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પો, તાતા કન્ઝ્યૂમર અને એસબીઆઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, લાર્સન, વિપ્રો, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, હિંદાલ્કો, આઈશર મોટર્સ, તાતા મોટર્સ, ટીસીએસ, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સ, બીપીસીએલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.9 ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા 2 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બાયોકોન, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા અને આલ્કેમ લેબ પણ મજબૂતી દર્શાવતાં હતાં. જોકે, લ્યુપિન અને ટોરેન્ટ ફાર્મામાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી એફએમસીજી 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈમામી, યુનાઈટેડ સ્પિરિટ્સ, આઈટીસી, વરુણ બેવરેજીસ, નેસ્લે, ડાબર ઈન્ડિયા, પીએન્ડજી, મેરિકો, એચયૂએલ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.3 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, તાતા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, ગેઈલ, પાવર ગ્રીડમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.3 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બોશ, બજાજ ઓટો, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, મારુતિ સુઝુકી, એમએન્ડએમ, એમઆરએફ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ, નિફ્ટી આઈટી, નિફ્ટી પીએસયૂ બેંક અને નિફ્ટી રિઅલ્ટી નેગેટિવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી આઈટીના ઘટકોમાં પર્સિસ્ટન્ટ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, એમ્ફેસિસ, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક પણ 0.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ડિક્સોન ટેક્નોલોજીસ 6 ટકા સાથે સૌથી ઊંચો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત, ડેલ્ટા કોર્પ, એમસીએક્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, જીએમઆર એરપોર્ટ્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ, કોન્કોર, ગ્રાસિમ, યુનાઈડેટ સ્પિરિટ્સ, બોશ, જીએનએફસી, બજાજ ઓટો, પોલીકેબ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, વોલ્ટાસ, સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક, આદિત્ય બિરલા ફેશન, ભારતી એરટેલ, શ્રી સિમેન્ટ્સ, સીજી કન્ઝ્યૂમર, ઝાયડસ લાઈફ, પેટ્રોનેટ એલએનજી, લૌરસ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, કમિન્સ ઈન્ડિયા, બંધન બેંકમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, એચડીએફસી એએમસી, ઝી એન્ટરટેઈનમેન્ટ, કેનેરા બેંક, લ્યુપિન, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, એસીસી, બેંક ઓફ બરોડા, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, મણ્ણાપુરમ ફાઈ., પર્સિસ્ટન્ટ, સિટી યુનિયન બેંક, એસઆરએફ, લાર્સન, જિંદાલ સ્ટીલ, બિરલાસોફ્ટ, નાલ્કો, પીએનબીમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એમઆરપીએલ, જેબીએમ ઓટો, ક્રિસિલ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ, ક્વેસ કોર્પ, એજીસ લોજિસ્ટીક્સ, ઓલેક્ટ્રા ગ્રીન, ડિક્સોન ટેકનોલોજી, સોનાટા, રેડિંગ્ટન, ગોદરેજ ફિલિપ, ગુજરાત પીપાવાવ, સુંદરમ ફિન, મિંડા કોર્પ, સનોફી ઈન્ડિયા, નાટ્કો ફાર્મા, જીએરઆર એરપોર્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, બ્લ્યૂ સ્ટાર, કેસ્ટ્રોલ, એનસીસી, બોશ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો.


તાતા જૂથનું 365 અબજ ડોલરનું માર્કેટ-કેપ પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં પણ મોટું
આઈએમએફના મતે પાકિસ્તાની અર્થતંત્રનું કદ 341 અબજ ડોલર

દેશમાં સૌથી મોટા કોંગ્લમોરટ તાતા જૂથનું માર્કેટ-કેપ પાકિસ્તાનના અર્થતંત્રના કદથી આગળ વધી ગયું છે એમ ઈકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ જણાવે છે. રિપોર્ટ મુજબ તાતા જૂથનું માર્કેટ-કેપ 365 અબજ ડોલર જોવા મળે છે. જે પાકિસ્તાનના 341 અબજ ડોલરના અર્થતંત્ર કરતાં ઊંચું છે. છેલ્લાં એક વર્ષમાં તાતા જૂથના શેર્સમાં અસાધારણ રિટર્ન જોવા મળ્યું છે. બીજી બાજુ, પાકિસ્તાનનું અર્થતંત્ર ડેટ અને ઈન્ફ્લેશનની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારતીય ચલણમાં જોઈએ તો તાતા જૂથનું માર્કેટ-કેપ રૂ. 30 લાખ કરોડથી ઊંચું જોવા મળે છે. તાતા જૂથની લિસ્ટેડ કંપનીઓમાં ટોચની આઈટી કંપની ટીસીએસનો સમાવેશ થાય છે. જે એકનું માર્કેટ-કેપ જ 170 અબજ ડોલર અથવા રૂ. 15 લાખ કરોડ જેટલું થાય છે. આમ, જૂથના કુલ માર્કેટ-કેપમાં ટીસીએસ અડધો-અડધ હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, તાતા મોટર, ટ્રેન્ટ, ટાઈટન, તાતા સ્ટીલ જેવી કંપનીઓ પણ નોંધપાત્ર વેલ્યૂએશન્સ ધરાવે છે. છેલ્લાં એક વર્ષમાં તાતા મોટર્સનો શેર 110 ટકાથી વધુ ઉછળ્યો છે. જ્યારે ટ્રેન્ટનો શેર 200 ટકાથી વધુ મજબૂતી દર્શાવી શક્યો છે. આ ઉપરાંત, તાતા ટેક્નોલોજીસ, ટીઆરએફ, બનારસ હોટેલ્સ, તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓ તાતા જૂથમાં સમાવિષ્ટ છે. તાતા જૂથની લગભગ 25 કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે. જે સાથે તે શેરબજાર પર હાજરી ધરાવતું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે.


EDએ હજુ સુધી પેટીએમ પેમેન્ટ્સ બેંકના કિસ્સામાં ફોરેક્સ નિયમોનો ભંગ નથી જોયોઃ રિપોર્ટ

પેટીએમ પેમેન્ટ્સ બેંક્સ તરફથી ફોરેન એક્સચેન્જ નિયમોના ભંગની ચાલી રહેલી તપાસમાં હજુ સુધી કોઈ પુરાવો પ્રાપ્ત નહિ થયો હોવાનું સરકારી વર્તુળોએ જણાવ્યું છે. ગયા સપ્તાહે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પેટીએમ પેમેન્ટ્સ બેંકના વિદેશી ટ્રાન્ઝેક્શન્સની તપાસની જાહેરાત કરી હતી. જાન્યુઆરીની આખરમાં આરબીઆઈ તરફથી પેટીએમ પેમેન્ટ્સ બેંક પર અંકુશો લાગુ કર્યાં પછી કંપનીના શેરમાં 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. આરબીઆઈએ પેમેન્ટ બેંકને નવી ડિપોઝીટ્સ લેવા પર તેમજ નવી ક્રેડિટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે કંપનીના શેરધારકોના મૂલ્યમાં 3.1 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. વર્તુળોના મતે તપાસમાં નો-યોર-કસ્ટમર સંબંધમાં કેટલાંક છીંડા જોવા મળ્યાં છે. જોકે, ઈડીને હજુ સુધી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ભંગને લઈ કોઈ પુરાવા પ્રાપ્ય થયા નથી એમ તેઓ ઉમેરે છે.


IPOમાં તેજીએ HUF સ્ટ્રક્ચરમાં રસ વધાર્યો, નોકરીકર્તાઓ પણ લાઈનમાં

હિંદુ અનડિવાઈડેડ ફેમિલી(HUF)ની સ્થાપના માટે લોકોમાં રસ વધી રહ્યો છે. જેનું મહત્વનું કારણ આઈપીઓ માર્કેટમાં તેજી હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવે છે. આમ કરવા પાછળનું એક કારણ આઈપીઓની અરજી પર શેર્સ લાગવાની વધતી શક્યતાં હોવાનું પણ તેમનું કહેવું છે. તે પણ ટેક્સ-એફિશિયન્ટ રીતે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મતે છેલ્લાં એક વર્ષમાં એચયૂએફની સ્થાપના માટે તેમનો સંપર્ક કરનાર લોકોની સંખ્યામાં ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં એક વર્ષમાં શેરબજારમાં પ્રાઈમરી સેગમેન્ટમાં આઈપીઓમાં ઊંચી તેજી જળવાય છે.
તેમના મતે વ્યક્તિ તેના લગ્ન થયાના પ્રથમ દિવસથી જ એચયૂએફની નોંધણી કરાવી શકે છે.અગાઉ સેલરાઈડ(નોકરી કરનારા) લોકો આઈપીઓમાં તેમના નામે અથવા તેમના પત્નિને નામે અરજી કરતાં હતાં. હવે તેઓ એચયૂએફની સ્થાપના કરીને એક વધુ અરજી પણ કરી શકે છે એમ સીએ ઉમેરે છે. એક ઈન્વેસ્ટમેન્ટ બેંકરના મતે આઈપીઓમાં અરજી કરવામાં એચયૂએફનું પ્રમાણ તીવ્ર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. તેમાં પણ એસએમઈ આઈપીઓમાં એચયૂએફ તરફથી નોંધપાત્ર અરજીઓ જોવા મળી રહી છે. અગાઉ બિઝનેસના માલિકો એચયૂએફની સ્થાપના કરતાં હતાં. જેનું કારણ તેમના કરવેરાના બોજને ઘટાડવાનું હતું. આમ કરવાથી તેમની આવક વ્યક્તિ અને એચયૂએફ વચ્ચે વિભાગી શકાતી હતી.
એચયૂએફને એક અલગ કાનૂની કંપની તરીકે ગણવામાં આવે છે અને ઈન્કમ ટેક્સ નિયમ હેઠળ તેને ‘વ્યક્તિ’ તરીકે ટ્રીટ કરાય છે. હિંદુ લો મુજબ એચયૂએફ એક પરિવાર છે. જે એક કોમન વડવાઓમાંથી બનેલો છે. તેમાં પત્ની, અનમેરિડ દિકરીઓનો સમાવેશ થાય છે એમ ઈન્કેમ-ટેક્સની વેબસાઈટ જણાવે છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

8 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

8 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

8 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

9 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

9 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

9 months ago

This website uses cookies.