બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં પ્રત્યાઘાતી સુધારો, નિફ્ટીએ 21600 પર બંધ આપ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.42 ટકા ઘટી 13.87ના સ્તરે બંધ
પીએસઈ, મેટલ, એફએમસીજી, ઓટો, આઈટીમાં મજબૂતી
મિડિયા, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં જોવા મળેલી ખરીદી
રેલ વિકાસ, હૂડકો, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈઆરએફસી, એનબીસીસી નવી ટોચે
સતત ત્રણ સત્રોની મંદી પછી શુક્રવારે ભારતીય શેરબજારમાં બાઉન્સ જોવા મળ્યું હતું અને બેન્ચમાર્ક્સ 0.7 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 496 પોઈન્ટ્સ ઉછળી 71,683ની સપાટીએ જ્યારે નિફ્ટી 160 પોઈન્ટ્સ ઉછળી 21,622ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઊંચી ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3912 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2450 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1366 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 389 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 10 કાઉન્ટર્સે વાર્ષિક બોટમ દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.42 ટકા ઘટી 13.87ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્કે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી દિવસ દરમિયાન સાંકડી રેંજમાં ટ્રેડિંગ નોંધાવ્યું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 21671ની ટોચ તથા 21575ના તળિયા વચ્ચે ટ્રેડ થઈ મધ્યમાં બં રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 58 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21675ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 88 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 30 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. જેનો અર્થ ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં ઘટાડો એવો થાય છે. શનિવારે એક ખાસ સત્રમાં શેરબજારો બે સત્રોમાં અડધો દિવસ ચાલુ રહેવાના છે. આગામી સપ્તાહે જાન્યુઆરી સિરિઝ એક્સપાયરી છે અને તેની પાછળ માર્કેટમાં ઊંચી વધ-ઘટ સંભવ છે. જોકે, 21450ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે. જે તૂટતાં ગુરુવારનો 21280નું તળિયું સપોર્ટ બની શકે છે. જે તૂટશે તો નિફ્ટી 21100 સુધી ગગડી શકે છે. ઉપરમાં, 21700નો અવરોધ બની શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, તાતા સ્ટીલ, બ્રિટાનિયા, એમએન્ડએમ, અલ્ટ્રાટેકસિમેન્ટ, ટાઈટન કંપની, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, ગ્રાસિમ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક, તાતા કન્ઝૂયમર, આઈટીસી, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, ટીસીએસ, ઈન્ફોસિસમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, ડિવિઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસબીઆઈ નરમાઈ દર્શાવતાં હતાં.
સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો પીએસઈ, મેટલ, એફએમસીજી, ઓટો, આઈટીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મિડિયા, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 3 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આરઈસી 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં આઈઆરસીટીસી, પાવર ફાઈનાન્સ, ભેલ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, એનએમડીસી, એનએચપીસી, એનટીપીસી, ગેઈલ, આઈઓસી, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટીક્સ, કોલ ઈન્ડિયા, ભારત ઈલે., નાલ્કો, કોન્કોર, સેઈલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.3 ટકા ઉછળી બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, મોઈલ, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, સેઈલમાં ખરીદી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી 1.2 ટકા પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજીસ, બ્રિટાનિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ. આઈટીસી, યુનાઈટેડ સ્પિરિટ્સ, મેરિકો, એચયૂએલ, ડાબર ઈન્ડિયા, નેસ્લેમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડિયા એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઝી એન્ટરટેઈનમેન્ટ 5.3 ટકા તૂટ્યો હતો. જ્યારે ડિશ ટીવી 4 ટકા પટકાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર કરીએ તો આરતી ઈન્ડસ્ટ્રીઝ 11 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, આરઈસી, આઈઆરસીટીસી, ઈન્ડિયામાર્ટ, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ, મણ્ણાપુરમ ફાઈ., પાવર ફાઈનાન્સ, ભેલ, હિંદ કોપર, ગોજરેજ કન્ઝ્યૂમર, કમિન્સ ઈન્ડિયા, ઈન્ડિયન હોટેલ્સ, ઓએનજીસી, એનએમડીસી, ભારતી એરટેલ, એસ્ટ્રાલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એનટીપીસી, ગેઈલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડિક્સોન ટેક્નોલોજી, ઈન્ડસઈન્ડ બેંક, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, તાતા કોમ્યુનિકેશન, આરબીએલ બેંક, બાયોકોન, જીએમઆર એરપોર્ટ્સ, હેવેલ્સ ઈન્ડિયા, આઈડીએફસી, કોફોર્જ, એચડીએફસી બેંકમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં રેલ વિકાસ, હૂડકો, આરતી ઈન્ડસ્ટ્રીઝ, આઈઆરએફસી, એનબીસીસી, જેકે પેપર, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, સ્વાન એનર્જી, આઈઆરસીટીસી, બજાજ હોલ્ડિંગ્ઝ, જેએમ ફઆઈનાન્સિયલ, ઓરેકલ ફાઈનાન્સિયલ, સ્ટર્લિંગ વિલ્સન, એસજેવીએન, ભેલનો સમાવેશ થતો હતો.
ડિસેમ્બર ક્વાટરમાં રિલાયન્સ જિઓએ રૂ. 5,208 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ટેલિકોમ પાંખ જિઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5,208 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડ પર હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 4638 કરોડ પર હતો. કંપનીની આવક સપ્ટેમ્બર ક્વાટરના મુકાબલે 24,750 કરોડ રૂપિયાથી વધીને 25,368 કરોડ રૂપિયા પર પહોંચી હતી. જિઓનો નફો ગત વર્ષના મુકાબલે 12 ટકાથી વધારે વધીને 5,208 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે કારોબારથી આવક 10 ટકા વધીને 25,368 કરોડ રૂપિયા રહી છે. તેમજ સપ્ટેમ્બર ક્વાટરના મુકાબલે જિઓના નફામાં 3 ટકા અને આવકમાં 2.5 ટકાનો વધારો નોંધાયો છે.
જિઓનો નફો બીજા ક્વાટરના મુકાબલે 5,058 કરોડ રૂપિયાથી વધીને 5,208 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જિઓનો ગત વર્ષના આ જ ક્વાટરમાં 4,638 કરોડ રૂપિયાો નફો થયો હતો. જ્યારે આવક સપ્ટેમ્બર ક્વાટરના મુકાબલે 24,750 કરોડ રૂપિયાથી વધીને 25,368 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા ત્રીજા ક્વાટરમાં આ આંકડા 22,998 કરોડ રૂપિયા હતો. ક્વાટરના આધાર પર EBITDA માર્જિન કોઈ ફેરફાર વિના 52.3 ટકા પર સ્થિત રહ્યો છે. જ્યારે બીજા ક્વાટરના મુકાબલે EBITDA 12,953 કરોડ રૂપિયાથી વધીને 13,277 કરોડ રૂપિયાની પાર પહોંચી ગયો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
આરબીએલ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંક આરબીએલ બેંકે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 233 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે, માર્કેટની અપેક્ષા કરતાં તે નીચો જોવા મળ્યો છે. બેંકની એનપીએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.18 ટકા સામે ઘટી ચાલુ વર્ષે 0.8 ટકા પર રહી હતી. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 1546 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષની રૂ. 1277 કરોડની સરખામણીમાં 21 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ગયા વર્ષે સમાનગાળામાં 5.27 ટકા સામે ચાલુ વર્ષે 5.52 ટકા પર જળવાયા હતા.
હિંદુસ્તાન ઝીંકઃ વેદાંતા જૂથની હિંદુસ્તાન ઝીંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2028 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 5.9 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ રૂ. 2156 કરોડનો નફો રળ્યો હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નેટ પ્રોફિટ 17 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. સપ્ટેમ્બરમાં ક્વાર્ટરમાં નફો રૂ. 1729 કરોડ પર રહ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7067 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 7628 કરોડની આવક કરતાં 7.4 ટકા નીચી હતી. ત્રિમાસિક ધોરણે આવક 8 ટકા ઊંચી જોવા મળી હતી.
એચયૂએલઃ એફએમસીજી જાયન્ટે ડિસેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષાથી નીચો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ નીચી ગ્રામીણ માગ પાછળ નબળા પરિણામ નોંધાવ્યાં છે. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 0.6 ટકા ઘટી રૂ. 2519 કરોડ પર રહ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 2680 કરોડની અપેક્ષા કરતાં નીચો રહ્યો છે. કંપનીનું ત્રિમાસિક વેચાણ સાધારણ ઘટી રૂ. 14,928 કરોડ પર રહ્યું હતું. કંપનીના હોમ કેર બિઝનેસમાં વૃદ્ધિ જોવાઈ હતી. જ્યારે સર્ફ એક્સેલ અને કમ્ફર્ટ બ્રાન્ડ્સની આવકમા 1 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીએ કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાથી નફાકારક્તા પર અસર પડી હતી.
અલ્ટ્રાટેક સિમેન્ટઃ કંપનીનો પ્રોફિટ વાર્ષિક ધોરણે 68 ટકા ઉછળી રૂ. 1777 કરોડ પર નોંધાયો છે. જ્યારે કંપનીની આવક 8 ટકા વધી રૂ. 16740 કરોડ પર રહી છે. કંપનીએ એનાલિસ્ટ્સની રૂ. 1730 કરોડની અપેક્ષા સામે ઊંચો નફો દર્શાવ્યો છે. ત્રિમાસિક ધોરણે દેશમાં સિમેન્ટના ભાવમાં 2.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જેણે સિમેન્ટ કંપનીઝની નફાકારક્તામાં વૃદ્ધિ કરી હતી. કંપનીનું વેચાણ વોલ્યુમ ડિસેમ્બર ક્વાર્ટરમાં 6 ટકા વધી 2.73 કરોડ ટન પર જોવા મળ્યું હતું.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.