વૈશ્વિક સ્તરે સ્થિરતા વચ્ચે ભારતીય બજારમાં મંદીની હેટ્રીક
ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ સાથે નરમાઈ
ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 12.79ની સપાટીએ
બેંક નિફ્ટી સિવાય અન્ય સૂચકાંકો નરમ
પીએસયૂ બેંક નિફ્ટી 2 ટકા તૂટ્યો
ફાર્મા, ઓટો, રિઅલ્ટી, એફએમસીજી, એનર્જીમાં વેચવાલી
અદાણી જૂથમાં સાર્વત્રિક નરમાઈ
EIH, ચોલા ઈન્વે., હિટાચી નવી ટોચે
ઈપ્લા લેબ્સ, એબીએફઆરએલ નવા તળિયે
વૈશ્વિક શેરબજારોમાં સ્થિરતા સાથે મજબૂતી વચ્ચે સ્થાનિક બજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. બે બાજુની ઝડપી ઈન્ટ્રા-ડે મૂવમેન્ટ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 129 પોઈન્ટ્સ ગગડી 61432 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ 52 પોઈન્ટ્સના ઘટાડે 18130ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. માર્કેટમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3606 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1922 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1559 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. 152 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ગગડી 12.79ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પછી સતત ઘટાડા તરફી જોવા મળ્યો હતો. અગાઉના સત્રમાં 18182ના બંધ સામે બેન્ચમાર્ક 18288ની સપાટીએ ખૂલી ઉપરમાં 18297નું લેવલ દર્શાવી ઈન્ટ્રા-ડે 18105 સુધી ગગડ્યો હતો અને લગભગ તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 50 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18180ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 50 પોઈન્ટ્સના પ્રિમીયમ સમાન હતું. આમ બજારમાં લોંગ કે શોર્ટ પોઝીશનમાં કોઈ ખાસ ફેરફાર થયાના સંકેતો નથી મળી રહ્યાં. જેનો અર્થ માર્કેટમાં મોટી વધ-ઘટની શક્યતાં ઓછી છે. સતત ત્રણ સત્રોના ઘટાડા પછી બજાર સપ્તાહના આખરી સત્રમાં એક બાઉન્સ દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જોકે, 18100ની સપાટી મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો બજારમાં ટ્રેન્ડ રિવર્સલ થયો એમ કહી શકાશે. જોકે હજુ 18000ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ડિવિઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, આઈટીસી, ટાઈટન કંપની, બ્રિટાનિયા, આઈશર મોટર્સ, લાર્સન, એમએન્ડએમ, તાતા મોટર્સ, પાવર ગ્રીડ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એચયૂએલમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંક નિફ્ટી અને નિફ્ટી ફાઈ. સર્વિસિઝ સિવાય સાર્વત્રિક નરમાઈ જોવા મળી હતી. બેંક નિફ્ટી 0.12 ટકા જ્યારે નિફ્ટી ફિન સર્વિસ 0.32 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યાં હતાં. બીજી બાજુ નિફ્ટી પીએસયૂ બેંક્સ 1.9 ટકા ઘટાડો સૂચવતો હતો જેમાં બેંક ઓફ બરોડા 3 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત કેનેરા બેંક, એસબીઆઈ, પીએનબી, આઈઓબી, જેકે બેંક, યૂકો બેંક, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકમાં વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજીમાં 1.1 ટકાથી વધુ ઘટાડો નોઁધાયો હતો. જેમાં ટોચના તમામ કાઉન્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 0.9 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી મેટલમાં 0.6 ટકા નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એનર્જી 0.9 ટકા ગગડ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 2.4 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો સૂચવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 5.4 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી અને ડીએલએફ નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એયૂ સ્મોલ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, મેરિકો, બલરામપુર ચીની, વ્હર્લપુલ, સિન્જિન ઈન્ટરનેશનલ, કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ જીએનએફસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, મેટ્રોપોલીસ, કોરોમંડલ, ડિવિઝ લેબ્સ, ગેઈલ, સન ટીવી નેટવર્ક, બેંક ઓફ બરોડા ઘટવામાં ટોચ પર જોવા મળતાં હતાં. કેટલાંક 52-સપ્તાહની ટોચ દર્શાવતાં કાઉન્ટર્સમાં ઈઆઈએચ, હિટાચી એનર્જી, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પુનાવાલા ફિન, મેક્સ હેલ્થકેર, ઈક્વિટાસ બેંક, કેપીઆઈટી ટેકનોલોજીનો સમાવેશ થતો હતો. જ્યારે ઈપ્કા લેબ્સ અને આદિત્ય બિરલા ફેશન વાર્ષિક તળિયું દર્શાવી રહ્યાં હતાં.
યૂકેનું BT ગ્રૂપ 55 હજાર જોબ્સ નાબૂદ કરશે
હાલમાં સ્ટાફ અને કોન્ટ્રેક્ટર્સ મળી 1.3 લાખ કર્મચારીઓને 2030 સુધી 75-90 હજાર કરશે
યૂકે ટેલિકોમ કંપની બીટી ગ્રૂપે ગુરુવારે જણાવ્યું હતું કે તે ચાલુ દાયકાની આખર સુધીમાં જોબ્સમાં 55000નો ઘટાડો કરવા વિચારી રહ્યું છે. કંપની ખર્ચમાં ઘટાડાના ભાગરૂપે તેના વર્કફોર્સમાં કાપ મૂકશે. હાલમાં કંપની તેના સ્ટાફ અને કોન્ટ્રેક્ટર્સ સહિસ 1,30,000 કર્મચારીઓ ધરાવે છે. જે સંખ્યા દાયકાની આખર સુધીમાં ઘટાડીને 75000થી 90000ની વચ્ચે લાવશે.
બીટી જૂથના સીઈઓ ફિલીપ જેન્સેનના જણાવ્યા મુજબ 2020ની આખર સુધીમાં બીટી જૂથ ઘણા નાના વર્કફોર્સ પર અવલંબિત હશે અને તે કોસ્ટ બેઝમાં નોંધપાત્ર ઘટાડો કરશે. નવું બીટી ગ્રૂપ વધુ સારા ભવિષ્ય સાથે નાનો બિઝનેસ ધરાવતો હશે. ટેક્નોલોજી અને ટેલિકોમ કંપનીઝ છેલ્લાં કેટલાંક સમયથી જોબ્સમાં ઘટાડો કરી રહી છે. કેમકે ઉદ્યોગ પર આર્થિક મંદીને કારણે ભારણ વધી રહ્યું છે. ઉપરાંત ઈન્ફ્લેશનને કારણે પણ કંપનીઓના ખર્ચમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી રહી છે. યુરોપ અને આફ્રિકામાં સક્રિય યુકે-સ્થિત વાયરલેસ કેરિયર વોડાફોને પણ કેટલાંક દિવસો અગાઉ જણાવ્યું હતું કે તે પુનર્ગઠનના ભાગરૂપે 11 હજાર કર્મચારીઓને છૂટાં કરશે. અગાઉ જાહેર ક્ષેત્રની અને બ્રિટિશ ટેલિકોમ તરીકે ઓળખાતી કંપનીએ જણાવ્યું હતું કે એકવાર તેનું ફાઈબર-ઓપ્ટિક બ્રોડબેન્ડ અને 5જી મોબાઈલ નેટવર્ક્સ સંપૂર્ણપણે નખાઈ જશે ત્યારપછી તેને જાળવવા માટે કંપનીએ આટલા બધાં કર્મચારીઓની જરૂરિયાત રહેશે નહિ. કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે જોબમાં કાપણી માટે કંપની યુનિયન પાર્ટનર્સ સાથે કામ કરશે.
SBIનો ત્રિમાસિક નફો 83 ટકા ઉછળી રૂ. 16695 કરોડ રહ્યો
દેશમાં ટોચના લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16,694.51 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 9113.53 કરોડના નફા સામે 83 ટકાનો ઉછાળો સૂચવે છે. વ્યાજની ઊંચી આવક અને નીચા પ્રોવિઝનીંગને કારણે કંપની ઊંચો નફો નોંધાવી શકી છે.
2022-23ના માર્ચ ક્વાર્ટર દરમિયાન બેંકની ઈન્ટરેસ્ટ ઈન્કમ 31 ટકા ઉછળી રૂ. 92,951 કરોડ પર રહી હોવાનું એસબીઆઈએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં બેંકની બેડ લોન્સ અને કન્ટેન્જન્સિસ ઘટીને રૂ. 3315.71 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 7237.45 કરોડ પર હતી. સમગ્ર 2022-23 નાણા વર્ષ માટે એસબીઆઈનો નેટ પ્રોફિટ 59 ટકા ઉછળી રૂ. 50,232.45 કરોડ રહ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 31,675.98 કરોડ પર હતો. બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો. 2022-23માં એસબીઆઈની ગ્રોસ એનપીએ ઘટી રૂ. 90027 કરોડ પર રહી હતી. જે અગાઉના વર્ષ દરમિયાન રૂ. 1.12 લાખ કરોડ પર હતી. ટકાવારીમાં જોઈએ તો તે 3.97 ટકા પરથી ઘટી 2.78 ટકા પર જોવા મળી હતી. બેંકની નેટ એનપીએ રૂ. 28,470 કરોડ પરથી ઘટી રૂ. 24,098 કરોડ પર રહી હતી. બેંકનો કોર્પોરેટ અને હોલસેલ બેંકિંગ બિઝનેસ રૂ. 19,825 કરોડ પરથી વધી રૂ. 29,505 કરોડ પર જોવા મળ્યો હતો. જ્યારે રિટેલ બેંકિંગ બિઝનેસ રૂ. 38075 કરોડ પરથી વધી રૂ. 48091 કરોડ પર રહ્યો હતો. જેમાં ડિજિટલ બેંકિંગનો સમાવેશ પણ થાય છે.
એસબીઆઈએ 1130 ટકા લેખે પ્રતિ શેર રૂ. 11.30ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બેંકે ડિવિડન્ડ પેમેન્ટ માટે 14 જૂનની રેકર્ડ ડેટ પણ નિર્ધારિત કરી છે. એસબીઆઈનો શેર ગુરુવારે કામકાજની આખરમાં 2.06 ટકા ગગડી રૂ. 574.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગોલ્ડમેને એક્ટિવ ESG ફંડ્સમાં અદાણીનો હિસ્સો ઘટાડો
કુલ 12 એક્ટિલ ઈએસજી ફંડ્સે અદાણી જૂથ કંપનીઓના 12 કરોડ શેર્સનું કરેલું વેચાણ
ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્કની ઈન્વેસ્ટમેન્ટ પાંખે તેના ઈએસજી પોર્ટફોલિયોમાં અદાણી જૂથના એક્સપોઝરમાં નાટ્યાત્મક ઘટાડો કર્યો હતો. યુએસ શોર્ટ-સેલર હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછીના સપ્તાહો દરમિયાન ફંડ્સ તરફથી આમ કરવામાં આવ્યું હતું.
યુરોપિયન યુનિયન રુલ્સ હેઠળ રજિસ્ટર્ડ ગોલ્ડમેન ફંડ્સે ગયા ફેબ્રુઆરીમાં અદાણી જૂથ કંપનીઓના કુલ 1.17 કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું. આ ફંડ્સનો હેતુ એન્વાર્યમેન્ટ, સોશ્યલ અને ગવર્નન્સના હેતુ પ્રમોશનનો છે. આ વેચાણ પછી ગોલ્ડમેન સાચના ઈએસજી ફંડ્સનું અદાણી જૂથમાં એક્સપોઝર માત્ર અંબુજા સિમેન્ટ્સના 4 લાખ શેર્સ પૂરતું મર્યાદિત જોવા મળતું હતું. આમ અન્ય અદાણી જૂથ કંપનીઓમાંથી તેમણે એક્ઝિટ લીધી હતી. ઈએસજી ફંડ્સમાંથી અદાણી જૂથના શેર્સ વેચનાર અન્ય એસેટ મેનેજર્સમાં નોર્થર્ન કોર્પ અને સ્ટોરબ્રાન્ડ એએસએનો સમાવેશ થાય છે. જેમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સનો સમાવેશ નથી થતો. સમગ્રતયા 13 એક્ટિવલી મેનેજ્ડ ઈએસજી ફંડ્સે કોંગ્લોમેરટમાંના તેમના શેર્સનો હિસ્સો ઘટાડ્યો હતો. તેમણે મળીને અદાણી જૂથના કુલ 1.2 કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું. જેમાં ગોલ્ડમેન સાચનો હિસ્સો સૌથી ઊંચો હતો. જોકે, ગોલ્ડમેન સાચના પ્રવક્તાએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. નોર્થન ટ્રસ્ટ અને સ્ટોરબ્રાન્ડના પ્રવક્તાએ પણ કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. દરમિયાનમાં, અદાણી જૂથ ફરીથઈ બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી 100 અબજ ડોલરથી વધુનું માર્કેટ-કેપ ધોવાણ જોનાર અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશન રૂ. 21,425 કરોડનું ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી ચૂકી છે. તેઓ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે આ રકમ ઊભી કરશે. અદાણી ગ્રીન એનર્જી પણ બજારમાંથી ફંડ ઊભું કરવા વિચારણા ચલાવી રહી છે.
એમેઝોન વેબ સર્વિસ ભારતમાં ક્લાઉડ સર્વિસિઝમાં રૂ. 1.05 લાખ કરોડનું રોકાણ કરશે
2030 સુધીમાં થનારા આ રોકાણથી સ્થાનિક જીડીપીમાં રૂ. 1.95 લાખ કરોડનું યોગદાન જોવા મળશે
એમેઝોન વેબ સર્વિસિઝે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે 2030 સુધીમાં રૂ. 1.05 લાખ કરોડ(12.7 અબજ ડોલર)નું રોકાણ કરશે. દેશમાં ક્લાઉડ સર્વિસિઝ માટે ગ્રાહકોની વધી રહેલી માગને જોતાં તે જંગી રોકાણ કરશે.
એમેઝોનના ક્લાઉડ કોમ્પ્યુટીંગ યુનિટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આયોજિત ઈન્વેસ્ટમેન્ટ ભારતીય બિઝનેસિસમાં અંદાજે 1,31,700 ફૂલ-ટાઈમ ઈક્વિવેલન્ટ(એફટીઈ) જોબ્સને સપોર્ટ કરશે. આ પોઝીશન્સમાં બાંધકામ, ફેસિલિટી મેઈન્ટેનન્સ, એન્જિનીયરીંગ, ટેલિકોમ્યુનિકેશન્સ અને અન્ય જોબ્સનો સમાવેશ થતો હતો. જે ડેટા સેન્ટર સપ્લાય ચેઈનનો ભાગ ગણાય છે. એડબલ્યુએસે જણાવ્યું હતું કે તે ભારતમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 1,05,600 કરોડના રોકાણ માટે વિચારી રહી છે. સાથે તેણે ઉમેર્યું હતું કે દેશ માટેનું તેનું લોંગ ટર્મ કમિટમેન્ટ 2030 સુધીમાં રૂ. 1,36,500 કરોડ(16.4 અબજ ડોલર) પર પહોંચશે. કંપનીએ 2016થી 2022 સુધીમાં દેશમાં રૂ. 30,900 કરોડ અથવા 3.7 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ઈન્વેસ્ટમેન્ટ ભારતની કુલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)માં 2030 સુધીમાં રૂ. 1,94,700 કરોડ(23.3 અબજ ડોલર)નું યોગદાન આપે તેવો અંદાજ છે. કંપની ભારતમાં બે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. જેમાં 2016માં એક મુંબઈમાં લોંચ કરવામાં આવ્યું હતું. જ્યારે 2022માં એક હૈદરાબાદ ખાતે લોંચ કરાયું હતું. એડબલ્યુએસે એડબલ્યુએસ એશિયા પેસિફિક(મુંબઈ) રિજનમાં રૂ. 30,900 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જેમાં મૂડી અને ઓપરેટિંગ ખર્ચ, બંનેનો સમાવેશ થાય છે. આ રોકાણને કારણે 2016થી 2022 સુધીમા દેશના જીડીપીમં રૂ. 38,200 કરોડનું યોગદાન જોવા મળ્યું હતું.
વેદાંતની 60 કરોડ ડોલર ઊભા કરવા માટે ડોઈશે સહિતની બેંકો સાથે મંત્રણા
કંપનીની જૂન ક્વાર્ટરમાં પાકતાં ડેટ ઓબ્લિગેશન માટે પણ બેંક્સ અને ક્રેડિટ ફંડ સાથે વાતચીત
અનિલ અગ્રવાલની કંપની વેદાંતા રિસોર્સિસ(વીઆરએલ) ડોઈશે બેંક અને અન્ય વૈશ્વિક બેંક સાથે મળી 50-60 કરોડ ડોલર ઊભા કરવા માટેની વાતચીત ચલાવી રહી છે. જેમાં જેપીમોર્ગન અને બાર્ક્લેઝનો સમાવેશ પણ થાય છે. કંપનીએ ફારાલોન કેપિટલ મેનેજમેન્ટ પાસેથી ફંડ્સ સિક્યોર કર્યાં પછી આ મંત્રણા શરૂ કરી છે. કંપની તેના ઝીંક ઈન્ટરનેશનલ યુનિટ મારફતે નાણા ઉધાર લેવા ધારે છે. કંપનીએ 7.125 ટકા કૂપન રેટ ધરાવતાં બોન્ડ પર 50 કરોડ ડોલરનું રિપેમેન્ટ કરવાનું રહે છે. જે 31 મેના રોજ પાકે છે.
વર્તુળો જણાવે છે કે વેદાંત હાલમાં ડોઈશે સહિતની વૈશ્વિક બેંક્સ સાથે લોન માટે વાત ચલાવી રહી છે. જોકે, ફારાલોન કેપિટલ પાસેથી મેળવેલી લોન કરતાં તેનું કદ નાનું છે. સામાન્યરીતે ક્રેડિટ ફંડ તરફથી ચાર્જ કરવામાં આવતાં ઈન્ટરેસ્ટ રેટની સરખામણીમાં બેંક લોન ઘણી સસ્તી હોય છે. લેન્ડર્સ સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ(એસઓએફઆર) ઉપરાંત 800 બેસીસ પોઈન્ટ્સ ચાર્જ કરશે. હાલમાં એસઓએફઆર 5.06 ટકા પર છે. કંપની ગ્લોબલ બેંક્સ પાસેથી એક અબજ ડોલર ઊભા કરવા માટે મંત્રણા યોજી રહી હતી. જોકે વીઆરએલે ઊંચા ઈન્ટરેસ્ટ રેટને જોતાં તેનું કદ ઘટાડ્યું હતું. ઉપરાંત, લેન્ડર્સે વેદાંતા પાસેથી મોટી લોન માટે ગેરંટીની માગણી પણ કરી હતી. જે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી કંપનીએ મંજૂરી માગી હતી. વધુમાં કંપની જૂન ક્વાર્ટરમાં ચૂકવવાના થતાં 1.8 અબજ ડોલરના ડેટ ઓબ્લિગેશન માટે બેંક્સ અને ક્રેડિટ ફંડ્સ સાથે મંત્રણા કરી રહી છે. તેણે એપ્રિલમાં 40 કરોડ ડોલરના રિપેમેન્ટ્સ માટે કંપનીઓ તરફથી ડિવિડન્ડ્સ પર આધાર રાખ્યો હતો. ગયા મહિને વીઆરએલે હિંદુસ્તાન ઝીંક પાસેથી 60 કરોડ ડોલરનું ડિવિડન્ડ મેળવ્યું હતું. ચાલુ સપ્તાહની શરૂમાં વેદાંતે સોનલ શ્રીવાસ્તવની ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરી હતી. તેઓ 1 જૂન 2023થી કાર્યભાર સંભાળશે.
ટેસ્લાએ દેશમાં ઓટો સેક્ટરમાટે ઈન્સેન્ટીવ સ્કિમ અંગે ચર્ચા કરી
કંપનીએ ભારતમાં નવા ઈવી ઉત્પાદન એકમની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે
યુએસ ઈવી ઉત્પાદક ટેસ્લાએ ભારત સરકારના અધિકારીઓ સાથે દેશમાં કાર અને બેટરી મેન્યૂફેક્ચરિંગ સંબંધી ઈન્સેન્ટિવ્સનો લાભ તે કેવી રીતે લઈ શકે તેને લઈને ચર્ચા-વિચારણા કરી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
ઈલેક્ટ્રીક કાર ઉત્પાદકે ભારતમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સના ઉત્પાદન માટે ફેક્ટરીની સ્થાપના માટે પ્રસ્તાવ મૂક્યો હોવાનું કહેવાય છે. સાથે સ્થાનિક સ્તરે ઈવી બેટરીઝના ઉત્પાદન માટેની યોજના અંગે પણ તેણે ચર્ચા કરી હોવાનું વર્તુળ જણાવે છે. ગયા વર્ષે ભારત સરકાર અને ટેસ્લા વચ્ચે મંત્રણા પડી ભાંગ્યા પછી કંપની તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઈવી કાર ઉત્પાદકે સરકારને કાર્સની આયાત પરની ડ્યુટી ઘટાડવા માટે વિનંતી કરી હતી. સરકારની ઈચ્છા ટેસ્લા ભારતમાં કાર બનાવે તેવી હતી. જોકે, ટેસ્લા પહેલાં આયાત કરીને બજારનું પરીક્ષણ કરવા માગતી હતી. ટેસ્લાએ ભારતમાં કાર્સ પર લાગુ પડતાં આયાત ટેક્સને લઈને પણ ચર્ચા-વિચારણા કરી હતી. જોકે વાતચીતનું મુખ્ય કેન્દ્ર સ્થાનિક નીતિઓ અને નવી ફેક્ટરીની સ્થાપના માટે સરકાર તરફથી આપવામાં આવતી રાહતો જ હતી એમ નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે. ટેસ્લા તેના ઉત્પાદન બેઝને ડાયવર્સિફાઈ કરવાના હેતુથી ચીન ઉપરાંત અન્ય દેશમાં પણ હાજરી ઈચ્છી રહી છે. જેના ભાગરૂપે ટેસ્લાના અધિકારીઓ દેશની મુલાકાતે આવ્યાં છે.
એપ્રિલમાં ઓઈલમિલની નિકાસમાં 48 ટકાનો ઉછાળો
સોયામિલના સપોર્ટને કારણે એપ્રિલમાં દેશમાંથી ઓઈલમિલ(ખોળ)ની નિકાસમાં 48.47 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષે એપ્રિલમાં 3.32 લાખ ટનની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 4.93 લાખ ટન તેલખોળની નિકાસ થઈ હતી. સોયાબિનના ભાવ નીચા આવવાને પગલે દેશમાંથી સોયામિલની નિકાસ આકર્ષક બની હતી. એપ્રિલ 2022મા સોયાબિનના ભાવ રૂ. 7640 પ્રતિ ક્વિન્ટલની ટોચ પરથી ગગડી ગયા મહિને રૂ. 4550 પર જોવા મળ્યાં હતાં. એપ્રિલ 2023માં ભારતમાંથી 1.77 લાખ ટન સોયામિલની નિકાસ જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 24,937 ટન પર હતી. આર્જેન્ટીનાની સરખામણીમાં ભારતીય સોયામિલના ભાવ ઊંચા હોવા છતાં લોજિસ્ટીક્સ એડવાન્ટેજને કારણે ભારતીય નિકાસ વધી હતી. ભારતમાંથી મોટાભાગે દક્ષિણ એશિયાના દેશોમાં નિકાસ થાય છે. ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે પણ નિકાસ આકર્ષક બની છે.
ભારત કેન્દ્રિત ફઁડ્સ, ઈટીએફ્સમાં 80.3 કરોડ ડોલરનો ઈનફ્લો
સતત 17-ક્વાર્ટર્સ સુધી નેટ આઉટફ્લો પછી સતત ત્રણ ક્વાર્ટર્સમાં ઈન્ડિયા-સેન્ટ્રીક ઓફશોર ફંડ્સ અને ઈટીએફ્સમાં 80.3 કરોડ ડોલરનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ઓફશોર ફંડ્સ અને ઈટીએફ્સમાં ત્રણ ક્વાર્ટર્સ મળી 1.8 અબજ ડોલરનો નેટ ઈનફ્લો નોઁધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓફશોર ઈનફ્લોમાં મજબૂતી પાછળ ભારતીય શેરબજારમાં વેલ્યૂએશન્સ વાજબી બનવાનું કારણ મુખ્ય છે. છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સતત વેચવાલ હતાં. કેમકે હરિફ ઈમર્જિંગ બજારો સામે વેલ્યૂએશન્સ મોંઘા જણાતાં હતાં. જોકે, હવે તે તબક્કો પૂરો થયો છે. ભારત ફરી એકવાર તેમના માટે પસંદગીનું રોકાણ માર્કેટ બની રહ્યું છે. અન્ય ઈમર્જિંગ માર્કેટ્સન સાપેક્ષ ભારતના વેલ્યૂએશનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કેમકે અર્નિંગ્સ ગ્રોથ અપેક્ષાથી સારો જોવાયો છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ITC: સિગારેટ અને એફએમસીજી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5086.9 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 4190.9 કરોડના નફા સામે 21.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 15,531 કરોડ પરથી 5.6 ટકા વધી રૂ. 16,398 કરોડ પર રહી હતી. આઈટીસીનો એબિટા 19 ટકા વધી રૂ. 6209 કરોડ રહ્યો હતો. કંપનીએ શેર દિઠ રૂ. 6.75નું ફાઈનલ અને રૂ. 2.75નું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
થર્મેક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 156 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 103 કરોડની સરખામણીમાં 52.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1992 કરોડની સરખામણીમાં 16 ટકા વધી રૂ. 2310.8 કરોડ પર રહી હતી.
જીંદાલ સોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 294 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 122 કરોડની સરખામણીમાં 135 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3970 કરોડની સરખામણીમાં 25 ટકા વધી રૂ. 5180 કરોડ પર રહી હતી.
એમટાર ટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20 કરોડની સરખામણીમાં 55 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 96 કરોડની સરખામણીમાં 110 ટકા વધી રૂ. 196 કરોડ પર રહી હતી.
નિયોજન કેમિકલ્સઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 41 ટકા વૃદ્ધિ સાથે રૂ. 686.2 કરોડની આવક દર્શાવી છે. કંપનીનો એબિટા 29 ટકા વધી રૂ. 111.6 કરોડ પર જ્યારે નેટ પ્રોફિટ 12 ટકા વધી રૂ. 50 કરોડ રહ્યો હતો. ઈપીએસ રૂ. 20.03 જોવા મળી હતી. જ્યારે શેર દીઠ રૂ. 3ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
પટેલ એન્જિનીયરિંગઃ કંપનીએ 2022-23માં વાર્ષિક 24.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4201 કરોડની આવક દર્શાવી હતી. જ્યારે નેટ પ્રોફિટ 181.43 ટકા ઉછળી રૂ. 154.8 કરોડ રહ્યો હતો. કંપનીનો એબિટા ગયા વર્ષે રૂ. 527 કરોડ સામે વધી રૂ. 649 કરોડ જોવા મળ્યો હતો.
જેકે ટાયરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 108.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 40 કરોડની સરખામણીમાં 150 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3311.8 કરોડની સરખામણીમાં 10 ટકા વધી રૂ. 3632.5 કરોડ પર રહી હતી.
એમએમ ફોર્જિંગઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 30.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7 કરોડની સરખામણીમાં 430 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 322.4 કરોડની સરખામણીમાં 18 ટકા વધી રૂ. 387.4 કરોડ પર રહી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.