Categories: Market Tips

Market Summary 18/03/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


નિફ્ટીને 22 હજાર પર ટકાવી રાખવામાં બુલ્સ સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા મજબૂતી સાથે 13.89ના સ્તરે બંધ
મેટલ, ઓટો, કોમોડિટીઝ, ફાર્મામાં મજબૂતી
આઈટી, એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ન્યૂટ્રલ વલણ
ક્રિસિલ, ઓરેકલ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ટીસીએસ નવી ટોચે
બ્લ્યૂ ડાર્ટ, એચયૂએલ, જીએમએમ ફોડલર નવા તળિયે

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. સોમવારે ઈન્ટ્રા-ડે બે બાજુ સાંકડી રેંજમાં વધ-ઘટ વચ્ચે તેજીવાળાઓ બેન્ચમાર્ક નિફ્ટીને 22000ની સપાટી પર જાળવી રાખવામાં સફળ થયા હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાતાં બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 4059 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1963 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1985 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. 127 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જ્યારે 52 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયાવિક્સ 1.5 ટકા મજબૂતી સાથે 13.89ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે સાધારણ નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યાં પછી 200 પોઈન્ટ્સની રેંજમાં ટ્રેડ જાળવ્યો હતો. ઈન્ટ્રા-ડે 21917નું લો જ્યારે 22124ની હાઈ બનાવી આખરે 22 હજારની સપાટી જાળવી રાખી હતી. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 79 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22134ની સપાટીએ બંધ રહ્યો હતો. જે પ્રિમિયમમાં ઘટાડો સૂચવે છે. આમ, લોંગ પોઝીશન લિક્વિડેટ થયાના સંકેતો છે. જોકે, બેન્ચમાર્ક 21900નો સપોર્ટ દર્શાવી રહ્યો છે. જેને સ્ટોપલોસ તરીકે રાખી લોંગ પોઝીશન જાળવી શકાય. 21900ની નીચે તે 21600 સુધી ગગડી શકે છે. નવા લોંગ માટે 22500ની સપાટી પાર થાય તેની રાહ જોવી જોઈએ.
નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં તાતા સ્ટીલ, એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, ઓએનજીસી, ડો. રેડ્ડીઝ લેબ્સ, લાર્સન, ડિવિઝ લેબ્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, યૂપીએલ, ઈન્ફોસિસ, ટીસીએસ, ટાઈટન કંપની, વિપ્રો, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એચયૂએલ, નેસ્લે, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, બીપીસીએલમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, ઓટો, કોમોડિટીઝ, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે આઈટી, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એપીએલ એપોલો, સેઈલ, રત્નમણિ મેટલ, વેદાંત, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક, નાલ્કો, કોલ ઈન્ડિયા, મોઈલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.26 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમએન્ડએમ, તાતા મોટર્સ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, મધરસન, બોશ, અશોક લેલેન્ડમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ અડધા ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા 1.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, સન ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, સિપ્લા પણ મજબૂતી સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો તાતા સ્ટીલ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, જિંદાલ સ્ટીલ, સેઈલ, ભેલ, તાતા પાવર, એમએન્ડએમ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા મોટર્સ, એબીબી ઈન્ડિયા, એપોલો હોસ્પિટલ, ગોદરેજ કન્ઝ્યૂમર, વેદાંત, બજાજ ઓટો, એનએમડીસી, નાલ્કો, પીએનબી, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, કોફોર્જ, બિરલા સોફ્ટ, એપોલો ટાયર્સ, એમઆરએફ, પર્સિસ્ટન્ટ, એસ્ટ્રાલ, અંબુજા સિમેન્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એસીસી, આરઈસી, તાતા કન્ઝ્યૂમર, ફેડરલ બેંક, પોલીકેબમાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ક્રિસિલ, ઓરેકલ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ટીસીએસનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ, બ્લ્યૂ ડાર્ટ, એચયૂએલ, જીએમએમ ફોડલર નવા તળિયે ટ્રેડ થયાં હતાં.



તાતા સન્સે TCSના 2.34 કરોડ શેર્સ ઓફર કર્યાં
કંપની આઈટી કંપનીના શેર્સના વેચાણમાંથી રૂ. 4001 કરોડ મેળવશે
સોમવારે શેરના બંધ ભાવ સામે 3.6 ટકા ડિસ્કાઉન્ટમાં વેચાણની શક્યતાં
તાતા જૂથની કંપની તાતા સન્સે સોમવારે ટીસીએસના 2.34 કરોડ શેર્સ ઓફર કર્યાં હોવાનું બ્લૂમબર્ગનો રિપોર્ટ જણાવતો હતો. કંપનીએ સોમવારે બંધ ભાવથી 3.6 ટકા ડિસ્કાઉન્ટમાં શેર્સ ઓફર કર્યાં હતાં. સોમવારે બીએસઈ ખાતે ટીસીએસનો શેર 1.8 ટકા ઘટાડે રૂ. 4144.25ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે રૂ. 4254.75ની ટોચ બનાવી હતી. ડિસેમ્બર, 2023ની આખરમાં ટીસીએસમાં તાતા જૂથ 72.41 ટકા હિસ્સો ધરાવતાં હતું. જેમાં તાતા સન્સ પાસે 72.38 ટકા હિસ્સો રહેલો હતો. જ્યારે તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પાસે બાકીનો હિસ્સો જોવા મળતો હતો. સિટી ગ્રૂપ અને જેપીમોર્ગન આ શેર વેચાણ માટે બુકરનર્સ છે. ટીસીએસના 2.34 કરોડ શેર્સ 0.65 ટકા શેર હિસ્સો સૂચવે છે. ટીસીએસ હાલમાં રૂ. 15 લાખ કરોડ સાથે ભારતીય શેરબજારમાં બીજા ક્રમની સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપની છે.
તાતા સન્સના સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટીંગની સંભાવનાઓ પછી તાતા જૂથના શેર્સ ફોકસમાં જોવા મળે છે. આરબીઆઈ તરફથી અપર-લેયર એનબીએફસી તરીકે નોટિફાઈડના ત્રણ વર્ષની અંદર કંપનીએ લિસ્ટીંગ કરાવવાનું રહેતું હોય છે.  તાતા સન્સ તાતા જૂથની 29 લિસ્ટેડ કંપનીઓનો અંકુશ ધરાવે છે. આ કંપનીઓનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 31.6 લાખ કરોડ થવા જાય છે.


આદિત્ય બિરલા કેપિટલ આદિત્ય બિરલા સન લાઈફ AMCમાં 4.99 ટકા હિસ્સો વેચશે
સેબીના નિયમ મુજબ લિસ્ટેડ કંપનીમાં નોન-પ્રમોટર્સ હિસ્સાને લઘુત્તમ 25 ટકા કરવાના હેતુથી વેચાણ કરાશે
આદિત્ય બિરલા કેપિટલના બોર્ડે સોમવારે તેની સબસિડિયરી આદિત્ય બિરલા સન લાઈફ એએમસીમાં 1.44 કરોડ શેર્સ સુધીના વેચાણ માટે મંજૂરી આપી હતી. જે પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલનો 4.99 ટકા હિસ્સો રજૂ કરે છે. કંપની ઓફર ફોર સેલ(OFS) મારફતે આ હિસ્સાનું વેચાણ કરશે. સેબીના નિયમ મુજબ નોન-પ્રમોટર્સનો હિસ્સો લઘુત્તમ 25 ટકા કરવા માટે આ ઓએફએસ લાવવામાં આવી રહ્યો છે. હાલમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસીમાં પ્રમોટર્સ 86.47 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં એબી કેપિટલ પાસે 49.99 ટકા હિસ્સો રહેલો છે. એબી સન લાઈફ એએમસી દેશમાં ટોચની એસેટ મેનેજમેન્ટ કંપની છે. જે 79.8 લાખ ઈન્વેસ્ટર ફોલિયોઝ ધરાવે છે. જ્યારે તેનું કુલ એયૂએમ રૂ. 3.24 લાખ કરોડ જેટલું છે. તે ટોચની પાંચ એસેટ મેનેજર્સમાં સ્થાન ધરાવે છે. સોમવારે એબી સન લાઈફ એએમસીનો શેર 1.28 ટકા ઘટાડે રૂ. 472.70ની સપાટીએ બંધ રહ્યો હતો.


રેખા ઝૂનઝૂનવાલા સમર્થિત બાઝાર સ્ટાઈલ રિટેલે DRHP ફાઈલ કર્યું
બાઝાર રિટેલનો આઈપીઓ ઓએફએસ અને ફ્રેશ ઈસ્યુનો મિક્સ ઈસ્યુ હશે, તે રૂ. 185 કરોડ ઊભા કરશે
રેખા રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત બાઝાર સ્ટાઈલ રિટેલે શેરબજારમાં આઈપીઓ સાથે પ્રવેશવા માટે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની બજારમાંથી રૂ. 185 કરોડની રકમ ઊભી કરવા ધારે છે. જેમાં ઓફર-ફોર-સેલ ઉપરાંત ફ્રેશ ઈક્વિટીનો સમાવેશ પણ થાય છે. કંપનીના પ્રમોટર્સ ઉપરાંત અન્ય રોકાણકારો તેમના આંશિક હિસ્સાનું વેચાણ કરી રહ્યાં છે. કોલકોત્તા સ્થિત વેલ્યૂ રિટેલ ચેઈન કંપનીમાં રેખા ઝૂનઝૂનવાલા 27.2 લાખ શેર્સ સુધીનું વેચાણ કરી શકે છે. જ્યારે ઈન્ટેન્સિવ સોફ્ટશેર 22.4 લાખ શેર્સનું વેચાણ કરશે. ઈન્ટેન્સિવ ફાઈનાન્સ 14.9 લાખ શેર્સનું જ્યારે ચંદુરકર ઈન્વેસ્ટમેન્ટ્સ 13.1 લાખ શેર્સનું વેચાણ કરશે.



વેદાંતની સ્ટરલાઈટ પાવર ત્રણ પાવર પ્રોજેક્ટ્સને GIC વેન્ચરને ટ્રાન્સફર કર્યાં

વેદાંત જૂથની ખાનગી માલિકી ધરાવતી સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશને તેના ત્રણ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સને જીઆઈસીને ટ્રાન્સફર કર્યાં છે. જીઆઈસી વેન્ચર એ સિંગાપુર સરકારનું વેલ્થ ફંડ છે. હાલમાં આ પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ હેઠળ છે એમ વર્તુળો જણાવે છે. હજુ સુધી વેદાંત તરફથી આ અહેવાલને કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી. સ્ટરલાઈટના પ્રવક્તાએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે જીઆઈસી વેન્ચરનો સંપર્ક થઈ શક્યો નહોતો. માઈનીંગ સાથે જોડાયેલું વેદાંત જૂથ લિક્વિડીટીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને નોન-કોર એસેટ્સના વેચાણ માટે વિચારી રહ્યું છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

4 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

4 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

4 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

4 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

4 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

4 months ago

This website uses cookies.