શેરબજાર પર મંદીવાળાઓની પકડ યથાવતઃ જોકે, નિફ્ટી 22 હજાર જાળવી રાખવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ સુધારે 13.69ના સ્તરે બંધ
ચીન સિવાય તમામ વૈશ્વિક બજારોમાં નરમાઈ
એફએમસીજી અને મેટલમાં મજબૂતી
જાહેર સાહસો, ઓટો, ફાર્મા, બેંકિંગમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ ફરી નેગેટીવ
ભારતી એરટેલ, સોલાર ઈન્ડ., કોલગેટ, હિતાચી એનર્જી નવી ટોચે
ભારતીય શેરબજાર પર મંદીવાળાઓની પકડ મજબૂત બની રહી છે. ગુરુવારે એક દિવસ માટે બાઉન્સ પછી શુક્રવારે ફરી શેરબજારમાં ઘટાડો જળવાયો હતો અને સાપ્તાહિક ધોરણે નિફ્ટી 2 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. અલબત્ત, નિફ્ટી 22 હજારની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો પરંતુ બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ નેગેટિવ બની રહી હતી. સેન્સેક્સ 454 પોઈન્ટ્સ ઘટાડે 72643ની સપાટીએ જ્યારે નિફ્ટી 123 પોઈન્ટ્સ ગગડી 22023ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પસંદગીના કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જોકે, સમગ્રતયા બ્રેડ્થ નેગેટિવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3936 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2022 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1800 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 74 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 58 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ સાધારણ સુધારે 13.69ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
શુક્રવારે વૈશ્વિક સ્તરે ચીન સિવાયના બજારોમાં નરમાઈનું માહોલ જોવા મળતું હતું. જેની વચ્ચે ભારતીય શેરબજાર પણ ગેપડાઉન ઓપનીંગ સાથે ખૂલ્યાં પછી સમગ્ર દિવસ માટે નેગેટિવ ઝોનમાં જ ટ્રેડિંગ દર્શાવતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 21932ની સપાટી પર ટ્રેડ થયાં પછી 22 હજાર પર પરત ફર્યો હતો. જેણે તેજીવાળાઓને થોડી રાહત આપી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 97 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 22120ની સપાટીએ બંધ જોવા મળતો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં 21 પોઈન્ટ્સનો ઘટાડો સૂચવે છે. લોંગ ટ્રેડર્સ 21850ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકે છે. જેની નીચે બેન્ચમાર્કમાં વધુ ઘટાડો સંભવ છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં યૂપીએલ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, અદાણી પોર્ટ્સ, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, મારુતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ટીસીએસ, ગ્રાસિમ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, એમએન્ડએમ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, તાતા મોટર્સ, લાર્સન, હીરો મોટોકોર્પ, ચસીએલ ટેક્નોલોજી, એનટીપીસી, ઓએનજીસી, સન ફાર્મા, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો એફએમસીજી અને મેટલમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે જાહેર સાહસો, ઓટો, ફાર્મા, બેંકિંગમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી મેટલ સાધારણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે નિફ્ટી પીએસઈ 2.5 ટકા તૂટ્યો હતો. સૂચકાંકમાં મુખ્ય ઘટાડાનું કારણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી હતું. સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરતાં ઓએમસી કંપનીઓના માર્જિન પર દબાણની શક્યતાં પાછળ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલના ભાવમાં 5-7 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, પીએફસી, ભેલ, આરઈસી, નાલ્કો, ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, એનએચપીસીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી પણ આ જ કારણે 1.5 ટકાથી વધુ ગગડ્યો હતો. નિફ્ટી ઓટોમાં 1.6 ટકાનું ગાબડું પડ્યું હતું. જેના ઘટકોમાં એમએન્ડએમ, ટીવીએસ મોટર, તાતા મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, મધરસન, આઈશર મોટર્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ જેવા કાઉન્ટર્સ ઊંચો ઘટાડો સૂચવતાં હતાં. નિફ્ટી ફાર્મા પણ લગભગ એક ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન 6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સ, લ્યુપિન, સિપ્લામાં ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો હિંદ કોપર 3 ટકાથી વધુ મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, આદિત્ય બિરલા ફેશન, અંબુજા સિમેન્ટ્સ, ફેડરલ બેંક, એલએન્ડટી ટેક્નોલોજી, યૂપીએલ, ડિક્સોન ટેક્નોલોજી, ગોદરેજ પ્રોપર્ટીઝ, જીએનએફસી, વેદાંત, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી એએમસી, એચડીએફસી લાઈફ, કોલગેટ, આઈઆરસીટીસી, પર્સિસ્ટન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદાલ્કોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, એચપીસીએલ, બાયોકોન, એપોલો ટાયર્સ, આઈઓસી, એમએન્ડએમ, પાવર ફાઈનાન્સ, ભેલ, ટીવીએસ મોટર, આરઈસી, બીપીસીએલ, નાલ્કો, ટોરેન્ટ ફાર્મા, ઝી એન્ટરટેઈનમેન્ટ, ભારત ઈલે., કોલ ઈન્ડિયા, પીએનબીમાં ભારે નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ભારતી એરટેલ, સોલાર ઈન્ડ., કોલગેટ, હિતાચી એનર્જીનો સમાવેશ થતો હતો.
ફેબ્રુઆરીમાં વેપાર ખાધ 18.71 અબજ ડોલર સાથે 11-મહિનાની ટોચે
એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024ના 11-મહિનામાં કુલ ટ્રેડ ડેફિસિટ 225.20 અબજ ડોલર પર નોંધાઈ
ભારતની મર્કેન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટ ફેબ્રુઆરીમાં વધી 18.71 અબજ ડોલર પર રહી છે. જે જાન્યુઆરીમાં 17.49 અબજ ડોલર પર હતી એમ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયનો ડેટા સૂચવે છે. ફેબ્રુઆરી, 2023માં ટ્રેડ ડેફિસિટ 16.57 અબજ ડોલર પર જોવા મળતી હતી. ફેબ્રુઆરીમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 11.9 ટકા વધી 41.40 અબજ ડોલર રહી હતી. જ્યારે આયાત 12.2 ટકા વધી 60.11 અબજ ડોલર પર નોંધાઈ હતી. જેને કારણે વેપાર ખાધમાં વૃદ્ધિ જોવા મળી હતી.
ફેબ્રુઆરીમાં ભારતે 41.40 અબજ ડોલર સાથે છેલ્લાં 11-મહિનાની સૌથી ઊંચી મર્કેન્ડાઈઝ નિકાસ દર્શાવી હતી. અગાઉ માર્ચ, 2023માં દેશમાંથી 41.96 અબજ ડોલરની નિકાસ નોંધાઈ હતી. દેશની આયાત ચાર-મહિનાની ટોચ પર જોવા મળી હતી. વિવિધ સેગમેન્ટવાર જોઈએ તો એન્જીનીયરીંગ ગુડ્ઝની નિકાસ 15.9 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે ઈલેક્ટ્રોનિક ગુડ્ઝમાં 54.81 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 33.04 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. જ્યારે ફાર્માની નિકાસ 22.24 ટકા વધી હતી.
નાણા વર્ષ 2022-23માં દેશમાંથુ કુલ 451.07 અબજ ડોલરની મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ્સ નોંધાઈ હતી. જ્યારે સર્વિસ એક્સપોર્ટ્સ 325.33 અબજ ડોલર પર જોવા મળી હતી. આમ કુલ, 776.40 અબજ ડોલરની નિકાસ રહી હતી. જે વાર્ષિક ધોરણે 14.8 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. ચાલુ વર્ષે એપ્રિલ-2023થી ફેબ્રુઆરી-2024 સુધી 11-મહિના દરમિયાન દેશની વેપાર ખાધ 225.20 અબજ ડોલર પર જોવા મળે છે. જે 2022-23ના પ્રથમ 11-મહિના દરમિયાન જોવા મળતી 245.94 અબજ ડોલરની સરખામણીમાં નીચી છે.
સરકારે વૈશ્વિક EV પ્લેયર્સ માટે દરવાજાં ખોલ્યાઃ ટેસ્લાને લાભ થશે
નવી સ્કિમમાં રૂ. 4150 કરોડના રોકાણની પ્રતિબધ્ધતા દર્શાવનારને ત્રણ વર્ષ માટે 15 ટકા કસ્ટમ ડ્યૂટી પર ઈવી આયાતની છૂટ રહેશે
ભારત સરકારે વૈશ્વિક ઈવી ઉત્પાદકો માટે દેશના દરવાજા ખોલ્યાં છે. જેનો લાભ યુએસ સ્થિત ટોચની ઈવી કાર ઉત્પાદક ટેસ્લાને મળશે તેમ માર્કેટ વર્તુળો જણાવી રહ્યાં છે. સરકારે દેશમાં ઈલેક્ટ્રીક પેસેન્જર કાર્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ સ્કિમ ઘડી કાઢી છે. જે 15 ટકાની આયાત ડ્યુટી પર સંપૂર્ણપણે બિલ્ટ-અપ(સીબીયૂ)ની આયાત માટે છૂટ આપશે. કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ નીતિ દેશમાં ઈ-વેહીકલ ક્ષેત્રે રોકાણને આકર્ષવા માટે તૈયાર કરાઈ છે.
વર્તમાન નીતિ મુજબ 40 હજાર ડોલરથી ઊંચી કિંમત ધરાવતી ફૂલ્લી એસેમ્બલ્ડ કોમ્પ્લીટલી બિલ્ટ-અપ(સીબીયૂ) વેહીકલ્સ પર 100 ટકા આયાત જકાત લાગુ પડે છે. જ્યારે 40 હજાર ડોલરથી નીચા મૂલ્યની કાર પર 70 ટકા ડ્યૂટી લાગુ પડે છે. નવી સ્કિમને કારણે ટેસ્લા જેવી કંપનીને લાભ થશે. જે કમ્પ્લીટલી નોક ડાઉન(સીકેડી) યુનિટ્સ માટેના 15 ટકાના દરે જ સીબીયૂની આયાત કરી શકશે અને તેણે એસેમ્બલી કરવાની રહેશે. ટેસ્લા અગાઉ ભારત સરકારને ડ્યૂટીમાં ઘટાડા માટે ઘણીવાર જણાવી ચૂકી છે. સરકારી જાહેરનામા મુજબ જેઓ રૂ. 4150 કરોડ(લગભગ 50 કરોડ ડોલર)ના રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવતે તેવા ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ(ઓઈએમ્સ) માટે નીચી ડ્યૂટીની છૂટ રહેશે. આ સ્કિમ માટેની યોગ્યતા મેળવવા માટે કંપનીઓએ ભારતમાં ત્રણ વર્ષમાં મેન્યૂફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની રહેશે. તેમણે પાંચમા વર્ષમાં 50 ટકા લોકલાઈઝેશન હાંસલ કરવાનું રહેશે. અરજી કરનાર કંપની અથવા તેની સંલગ્ન કંપનીઓ ઓટોમોટીવ મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે ઓછામાં ઓછી રૂ. 10 હજાર કરોડની વાર્ષિક આવક ધરાવતી હોય તે અનિવાર્ય છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.