Categories: Market Tips

Market Summary 12/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં નવા સપ્તાહની નરમાઈ સાથે શરૂઆત, મીડ-સ્મોલ કેપ્સમાં ભારે વેચવાલી
નિફ્ટી 21700 નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 16.06ના સ્તરે બંધ
માત્ર આઈટી, ફાર્મામાં પોઝીટીવ ટ્રેન્ડ
નિફ્ટી પીએસઈ 4 ટકા તૂટ્યો
એનર્જી, મેટલ, રિઅલ્ટી, પીએસયૂ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ભારે વેચવાલી
માર્કેટ બ્રેડ્થ ભારે નેગેટીવ
ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, જેબીએમ ઓટો નવી ટોચે
દિપર ફર્ટિ., શારડા કોર્પ, જીએમએમ ફોડલર નવા તળિયે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. બેન્ચમાર્ક સૂચકાંકો પોણો ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 523 પોઈન્ટ્સ ગગડી 71,072ની સપાટીએ જ્યારે નિફટી 166 પોઈન્ટ્સ ઘટી 21616ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેને કારણે માર્કેટ બ્રેડ્થ છેલ્લાં ઘણા સપ્તાહોમાં સૌથી ખરાબ રહી હતી. બીએસઈ ખાતે કુલ 4079 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2986 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે માત્ર 1004 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 368 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 57 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયું દર્શાવતાં હતાં. 14 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ઉછળી 16.06ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે નિફ્ટીએ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, તે ગ્રીન ઝોનમાં ટકી શક્યો નહોતો અને દિવસભર ઘટાડાતરફી બની રહ્યો હતો. બેન્ચમાર્ક અગાઉના 21783ના બંધ સામે 21832ની ઈન્ટ્રા-ડે ટોચ દર્શાવી નીચામાં 21575ની સપાટીએ ટ્રેડ થયો હતો. જ્યાંથી સહેજ બાઉન્સ થઈ 21600નું લેવલ જાળવી શક્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 80 પોઈન્ટ્સના પ્રિમીયમે 21696ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 66 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 14 પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં સાધારણ વૃદ્ધિનો સંકેત છે. જે દર્શાવે છે કે માર્કેટ આગામી સત્રોમાં કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. માર્કેટમાં પેનિકની શક્યતાં ઓછી છે પરંતુ ધીમો ઘસારો જળવાય શકે છે. લોંગ ટ્રેડર્સે 21450ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. જે તૂટશે તો માર્કેટ 21250 સુધી ગગડી શકે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, એમએન્ડએમ, આઈશર મોટર્સ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, બીપીસીએલ, ઓએનજીસી, તાતા સ્ટીલ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, આઈટીસી, કોટક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, એચયૂએલ, હિંદાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી એન્ટર., બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો પીએસઈ, પીએસયૂ બેંક્સ, મેટલ, એનર્જી, રિઅલ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જ્યારે આઈટી અને ફાર્મા મજબૂત જળવાયાં હતાં. નિફ્ટી પીએસઈ 3.8 ટકા તૂટ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એનએચપીસી 16 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, ઓઈલ ઈન્ડિયા, નાલ્કો, સેઈલ, આરઈસી, કોલ ઈન્ડિયા, ભેલ, એનએમડીસી, આઈઆરસીટીસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, આઈઓસી, બીપીસીએલ, ભારત ઈલે., કોન્કોર, એનટીપીસી, ગેઈલમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4.5 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં સેન્ટ્રલ બેંક 12 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈઓબી, યૂકો બેંક, જેકે બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી, કેનેરા બેંક, બેંક ઓફ બરોડામાં ભારે વેચાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મેટલ 2.4 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં મોઈલ 11 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, નાલ્કો, મોઈલ,  સેઈલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, વેદાંતમાં ભારે વેચવાલી નોંધાઈ હતી. નિફ્ટી રિઅલ્ટી 3 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં હેમિસ્ફીઅર 12 ટકા પટકાયો હતો. આ ઉપરાંત, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 6 ટકા, ફિનિક્સ મિલ્સ 6 ટકા, સોભા 5 ટકા, ડીએલએફ 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, વિપ્રો, એચસીએલ ટેક, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી ફાર્મા પણ 0.3 ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં ઝાયડસ લાઈફ 6 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ બંધ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઝાયડસ લાઈફ 6.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એમઆરએફ, એસ્ટ્રાલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, કોફોર્જ, ડિવિઝ લેબ્સ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયામાર્ટ, વોલ્ટાસ, આરતી ઈન્ડ., ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ જોવા મળ્યાં હતાં. બીજી બાજુ, ભારત ફોર્જ 14 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, હિંદ કોપર, નાલ્કો, એમસીએક્સ ઈન્ડિયા, સેઈલ, તાતા પાવર, ઝી એન્ટરટેઈનમેન્ટ, બંધન બેંક, વાડોફોન આઈડિયા, આરઈસી, આરબીએલ બેંક, ઈન્ડુસ ટાવર્સમાં ઊંચી વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ બંધ દર્શાવનારા કાઉન્ટર્સમાં ઝાયડસ લાઈફ, ગ્લોબલહેલ્થ, ઝોમેટો, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, જેબીએમ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, એસીસી, મેક્સ હેલ્થકેરનો સમાવેશ થતો હતો.


PSU શેર્સે ત્રણ સત્રોમાં રૂ. 6.4 લાખ કરોડ ગુમાવ્યાં
શેરબજારમાં છેલ્લાં ત્રણ સત્રોમાં પીએસયૂ શેર્સના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં રૂ. 6.4 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. બીએસઈ પીએસઈ ઈન્ડેક્સમાં સોમવારે 1.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ 3.8 ટકા ગગડ્યો હતો. પીએસયૂ કાઉન્ટર્સમાં ટોચનું મૂડી ધોવાણ દર્શાવનારાઓમાં એલઆઈસી, આઈઆરએફસી, આઈઓસી, એનએચપીસી, એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને પાવર ગ્રીડ કોર્પો.નો સમાવેશ થાય છે. લાર્જ-કેપ સિવાય સ્મોલ-કેપ પીએસયૂ શેર્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. જેમાં એસજેવીએન ટોચ પર છે. કંપનીનો શેર સોમવારે 20 ટકાની સેલર સર્કિટમાં બંધ રહ્યો હતો. એલઆઈસીનું માર્કેટ-કેપ ત્રણ સત્રોમાં રૂ. 41 હજાર કરોડનું ધોવાણ દર્શાવે છે. જ્યારે આઈઆરએફસીના માર્કેટ-કેપમાં પણ રૂ. 40 હજાર કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે.
કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં એસબીઆઈ કાર્ડ્, ઈન્ડિયન ઓવરસિઝ બેંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઝ તથા આરઈસી અને પીએફસીમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. નિફ્ટી પીએસયૂ ઈન્ડેક્સ છેલ્લાં છ મહિનામાં માર્કેટની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહ્યો હતો. કેલેન્ડર 2023માં તે 50 ટકાથી વધુનું રિટર્ન દર્શાવતો હતો.


પેટીએમ પેમેન્ટ્સ બેંક સામેના નિર્ણયની સમીક્ષાનો RBIનો ઈન્કાર
આરબીઆઈ ગવર્નરના મતે કંપનીના સર્વગ્રાહી મૂલ્યાંકન પછી જ નિર્ણય લેવામાં આવ્યો છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગવર્નર શક્તિકાંતા દાસે પેટીએમ પેમેન્ટ્સ બેંક(પીપીબીએલ) સામે લેવામાં આવેલા આવેલા પગલાને લઈ ફરીથી સમીક્ષાની શક્યતાનો ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ સર્વગ્રાહી મૂલ્યાંકન પછી જ આ નિર્ણય લીધો હતો અને તેથી હવે તેમાં કોઈ ફેરફારની શક્યતાં નથી. 31 જાન્યુઆરી, 2024ના રોજ એક મહત્વના પહલામાં આરબીઆઈએ પીપીબીએલને ડિપોઝીટ્સ સ્વીકારવા પર તેમજ ટોપ-અપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે આ માટે 29 ફેબ્રુઆરીની ડેડલાઈન નિર્ધારિત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 606મી બેઠક પછી એક પત્રકાર પરિષદમાં દાસે જણાવ્યું હતું કે પીપીબીએલ નિર્ણયને લઈને સ્પષ્ટતા કરી દઉં કે તેમાં કોઈ સમીક્ષાનો સવાલ નથી. જો તમે આ નિર્ણયની સમીક્ષા ઈચ્છતાં હોવ તો જણાવી દઉં કે કોઈ સમીક્ષા લેવામાં આવશે નહિ. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે આરબીઆઈ કોઈપણ નિર્ણય સર્વગ્રાહી વિચારણા પછી જ લેતી હોય છે.


સ્પાઈસજેટ ખર્ચ ઘટાડાના ભાગરૂપે 1400 કર્મચારીઓને છૂટાં કરશે

લો-કોસ્ટ એરલાઈન કંપની સ્પાઈસજેટ તેના કુલ કર્મચારીગણનો 15 ટકા એટલેકે 1400 કર્મચારીઓને છૂટાં કરશે. કંપની હાલમાં નાણાકિય સમસ્યાનો સામનો કરી રહી છે. જેને જોતાં ખર્ચ ઘટાડવા માટે કંપની આ પગલું ભરશે. કંપની તરફથી સત્તાવાર રીતે આ અહેવાલને સમર્થન આપવામાં આવ્યું છે. હાલમાં કંપની 9000 કર્મચારી ધરાવે છે. તે કુલ 30 વિમાનો ચલાવી રહી છે. જેમાં આંઠ વિમાનો વિદેશી લીઝર્સ તરફથી મેળવાયાં છે. કંપની માસિક ધોરણે રૂ. 60 કરોડનું વેતન ચૂકવી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી તે કર્મચારીઓને વેતન ચૂકવી શકી નથી એવું પણ કહેવાય છે. ઘણા કર્મચારીઓ તેમના જાન્યુઆરીના પગારની રાહ જોઈ રહ્યાં છે. 2019માં ટોચ વખતે સ્પાઈસજેટ 118 વિમાનો ધરાવતી હતી. તે વખતે તેની કર્મચારીઓની સંખ્યા પણ 16 હજાર પર હતી. જ્યારે સ્થાનિક ઉડ્ડયન બજારમાં તે 16.5 ટકા હિસ્સો ધરાવતી હતી.

હિંદુસ્તાન એરોનોટિક્સે રૂ. 1261 કરોડનો નફો દર્શાવ્યો
કંપનીનો કુલ ખર્ચ 2 ટકા ઘટી રૂ. 4838 કરોડ પર નોંધાયો

સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1261 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધારણે 9 ટકા વૃદ્ધિ સૂચવે છે. ડિફેન્સ સેક્ટર તરફથી વિમાનોની ઊંચી માગ અને ઈન્વેન્ટરી સંબંધી લાભને કારણે કંપનીનો પ્રોફિટ વધ્યો હતો. કંપનીના ગ્રાહકોમાં ભારતીય આર્મી, એર ફોર્સ અને નેવીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કંપની એરબસ અને બોઈંગ સાથે પણ કામ કરી રહી છે. કંપનીની આવક 7 ટકા વધી રૂ. 6061 કરોડ જોવા મળી હતી. સરકાર તરફથી ઊંચા ખર્ચને કારણે ડિફેન્સ સાથે જોડાયેલી કંપનીઓને લાભ મળી રહ્યો છે. એચએએલનો કુલ ખર્ચ 2 ટકા ઘટી રૂ. 4838 કરોડ પર રહ્યો હતો. તેને ઈન્વેન્ટરી સંબંધી ફેરફારોમાંથી રૂ. 111 કરોડનો લાભ થયો હતો. ગયા વર્ષે કંપનીનો રો-મટિરિયલ ખર્ચ જોકે 37 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો.


ભારત ફોર્જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 378 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીની આવક રૂ. 2263 કરોડ જોવા મળી

ઓટો કોમ્પોનેન્ટ ઉત્પાદક કંપની ભારત ફોર્ડે ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 378 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષ સમાનગાળાની સરખામણીમાં 31 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 289 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની કુલ રેવન્યૂ રૂ. 2263 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 1952 કરોડ પર જોવા મળી હતી. કંપનીના સીએમડીના જણાવ્યા મુજબ આગામી સમયગાળામાં વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ગ્રોથ મોમેન્ટમ ધીમું પડવાની અપેક્ષા છે. કંપની તેના ડાયવર્સિફાઈડ બિઝનેસ મિક્સને જોતાં માર્કેટ કરતાં ચઢિયાતો દેખાવ કરવા ધારે છે. પરિણામો પછી કંપનીનો શેર 14 ટકા ગગડી રૂ. 1130.30 પર ટ્રેડ થયો હતો.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

6 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

6 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

6 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

6 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

6 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

6 months ago

This website uses cookies.