બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નવી ટોચ બનાવી બેન્ચમાર્ક્સે નેગેટીવ બંધ દર્શાવ્યું, બ્રોડ માર્કેટમાં મજબૂતી જળવાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.9 ટકા ગગડી 16.39ના સ્તરે બંધ
ફાર્મા, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં મજબૂતી
આઈટી, મેટલ, કન્ઝ્મ્પ્શનમાં નરમાઈ
કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, કરૂર વૈશ્ય, ફિનોલેક્સ કેબલ્સ નવી ટોચે
ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યાં પછી સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 203 પોઈન્ટ્સ ગગડી 76,490 પર જ્યારે નિફ્ટી 31 પોઈન્ટ્સ ગગડી 23,259ની સપાટીએ બંધ રહ્યાં હતાં. સેન્સેક્સે 77079ની સર્વોચ્ચ સપાટી જ્યારે નિફ્ટીએ નિફ્ટીએ 23412ની ટોચ બનાવી હતી. બ્રોડ માર્કેટમાં ખરીદીનો મૂડ જળવાયો હતો. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 4129 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2631 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1360 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 316 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સે અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં.
એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારે નવા સપ્તાહે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઉપરમાં 23412ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, દિવસ આગળ વધતાં તે ધીમો ઘસાતો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે 23227ની બોટમ જોવા મળી હતી. ટેકનીકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં 22500નો નજીકનો સપોર્ટ છે. જ્યારે ઉપરમાં 23500-23700ની રેંજ જોવા મળી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, સિપ્લા, પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફસી લાઈફ, તાતા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, તાતા મોટર્સ, બીપીસીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, વિપ્રો, એમએન્ડએમ, એલટીઆઈમાઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી નરમાઈ દર્શાવતાં હતાં.
સેક્ટરલ પર્ફોર્મન્સ પર નજર નાખીએ તો નિફ્ટી ફાર્મામાં એક ટકો વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી એનર્જી, અને નિફ્ટી પીએસઈ પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે નિફ્ટી આઈટીમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ, નિફ્ટી મેટલ અને નિફ્ટી કન્ઝમ્પ્શન પણ નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો રામ્કો સિમેન્ટ્સ, ઝી એન્ટરટેઈનમેન્ટ, મધરસન, આરતી ઈન્ડ., શ્રી સિમેન્ટ્સ, ઈન્ટરગ્લોબ, ચંબલ ફર્ટિ, સીજી કન્ઝ્યૂમર, યૂનાઈટેડ બ્રૂઅરિઝ, દાલમિયા ભારત, અલ્ટ્રાટેકસિમેન્ટમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, કોફોર્જ, વેદાંત, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ગેઈલ, વિપ્રો, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, કમિન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, મોતીલાલ ઓસ્વાલ, ગોદાવરી પાવર, કરુર વૈશ્ય, ફિનોલેક્સ કેબલ્સ, વ્હર્લપુલ, મધરસન, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ટરગ્લોબલ એવિએશન, સુપ્રીમ ઈન્ડ.નો સમાવેશ થતો હતો.
મે મહિનામાં ઈક્વિટી MF સ્કિમ્સમાં રૂ. 34697 કરોડનો વિક્રમી ઈનફ્લો નોંધાયો
SIP કલેક્શન રૂ. 20,900 કરોડની નવી ટોચ પર પહોંચ્યું
એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 58.9 લાખ કરોડની સર્વોચ્ચ ટોચે જોવા મળ્યું
મે મહિનામાં લોકસભાના ચૂંટણી પરિણામો અગાઉ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે વિક્રમી ઈક્વિટી ઈનફ્લો નોંધાવ્યો હતો. વિવિધ ઈક્વિટી સ્કિમ્સમાં કુલ રૂ. 34,697 કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. જે માર્ચ મહિનાના રૂ. 28,463 કરોડની સરખામણીમાં 22 ટકા ઊંચો હતો.
એપ્રિલ-2024મં રૂ. 19000 કરોડનો ઈનફ્લો નોંધાયો હતો. જેને ગણનામાં લેતાં મેમાં માસિક ધોરણે બમણાથી સહેજ નીચી વૃદ્ધિ જોવા મળી હતી. મે મહિનામાં એચડીએફસી મેન્યૂફેક્ચરિંગ ફંડના એનએફઓએ મજબૂત કલેક્શન દર્શાવ્યું હતું. એનએફઓમાં રૂ. 9563 કરોડની રકમ એકત્ર થઈ હતી. જે ઈક્વિટ ફંડ માટે બીજી સૌથી ઊંચી રકમ હતી. જ્યારે એનએફઓ માટે ત્રીજી સૌથી ઊંચી રકમ હતી. અગાઉ, એસબીઆઈ એમએફના બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે રૂ. 14,551 કરોડનું સૌથી ઊંચું કલેક્શન દર્શાવ્યું હતું.
મેમાં સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) મારફતે કુલ ઈનફ્લો રૂ. 20,904 કરોડની વિક્રમી સપાટીએ જળવાયો હતો. એપ્રિલમાં એસઆઈપીમાં રૂ. 20,371 કરોડનો એસઆઈપી ફ્લો નોંધાયો હતો. નેટ એસઆઈપી ઈનફ્લો રૂ. 9226 કરો પર રહ્યો હતો.
ડેટ ફંડ્સ, હાઈબ્રીડ ફંડ્સ અને પેસિવ ફંડ્સમાં મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું હતું. ડેટ ફંડ્સે કુલ રૂ. 42,295 કરોડનો ઈનફ્લો મેળવ્યો હતો. જ્યારે હાઈબ્રિડ ફંડ્સે રૂ. 17,991 કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો. પેસિવ ફંડ્સે પણ રૂ. 15,655 કરોડનો ઈનફ્સો નોંધાવ્યો હતો.
મે મહિનામાં મ્યુચ્યુલ ફંડ્સની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ 2.8 ટકા વધી રૂ. 58.9 લાખ કરોડ પર જોવા મળી હતી.
ગેઈલ રૂ. 60,000ના રોકાણ મારફતે દેશનો સૌથી મોટો ઈથેન ક્રેકર પ્રોજેક્ટ સ્થાપશે
પીએસયૂ સાહસ મધ્ય પ્રદેશમાં ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રોજેક્ટ તૈયાર કરશે
કમર્સિયલ પ્રોડક્શન 2030-31 સુધીમાં શરૂ થશે
દેશમાં ટોચની ગેસ સપ્લાયર ગેઈલે મધ્ય પ્રદેશના શિહોર જિલ્લા સ્થિત અષ્ટા ખાતે 1500 કેટીએ ઈથેન ક્રેકર પ્રોજક્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. જે વિવિધ ઈથીલીન ડેરિવેટીવ્સનું ઉત્પાદન ધરાવતો હતો. ગેઈલ આ પ્રોજેક્ટમાં રૂ. 60000 કરોડનું રોકાણ કરશે.
એક્સચેન્જને ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે મધ્ય પ્રદેશ સરકાર પાસે પ્રોજેક્ટ માટે જરૂરી સુવિધા પૂરી પાડવા અરજી કરી છે. જે હેઠળ એમપી ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળ 800 હેક્ટર્સ જમીન પૂરી પાડવામાં આવશે. જે માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો ઈથેન ક્રેકર પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટમાં ગ્રીનફિલ્ડ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. જેમાં એલએલડીપીઈ, એચડીપીઈ, એમઈજી અને પોપ્રીલીનનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બાંધકામ દરમિયાન 15000 લોકોને રોજગારી પૂરી પાડશે. જ્યારે તેની કામગીરી ચાલુ થયા પછી 5500 લોકોને રોજગારી પૂરી પાડશે.
પ્રોજેક્ટમાં 70 હેક્ટરની ટાઉનશીપનો પ્રસ્તાવ પણ છે. આ માટે ફેબ્રુઆરી 2025 સુધીમાં ખાતમૂહૂર્ત કરવામાં આવશે. જ્યારે વાણિજ્યિક ઉત્પાદન 2030-31માં શરૂ થવાની અપેક્ષા છે.
પેટીએમે રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે સંખ્યાબંધ કર્મચારીઓને છૂટાં કર્યાં
ફિનટેક કંપની પેટીએમની માલિક વન97 કોમ્યુનિકેશન્સે 10 જૂને જણાવ્યું હતું કે તેણે રિસ્ટ્રક્ચરિંગ પ્લાનના ભાગરૂપે ઘણા કર્મચારીઓને છૂટાં કર્યાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ કર્મચારીઓને પ્લેસમેન્ટ સપોર્ટ પૂરો પાડશે.
અગાઉ 22 મેના રોજ શેરધારકોને એક પત્રમાં કંપનીના સીઈઓ શર્માએ જણાવ્યું હતું કે તેઓ કોર બિઝનેસ પર ફોકસ કરશે અને ખર્ચ કાર્યદક્ષતામાં સુધારો કરશે. તે વખતે તેમણે ભવિષ્ટમાં છટણીનો સંકેત આપ્યો હતો. શર્માના મતે ટેક અને ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં રોકાણને કારણે કંપનીનો કર્મચારી ખર્ચ છેલ્લાં વર્ષોમાં નોંધપાત્ર વધ્યો છે. કર્મચારીઓની છટણી મારફતે કંપની વાર્ષિક ધોરણે રૂ. 400-500 કરોડની બચત કરી શકે છે. માર્ચ, 2024માં પેટીએમના સેલ્સ કર્મચારીઓની સંખ્યા ત્રિમાસિક ધોરણે 3500 જેટલી ઘટી 36,521 પર જોવા મળતી હતી.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.