બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં તેજીની હેટ્રીકઃ સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ 76795ની ટોચ બનાવી 76693ની સપાટીએ જોવા મળ્યો
બ્રોડ માર્કેટમાં જળવાયેલી લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે 16.88ના સ્તરે બંધ
આઈટી, ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈમાં 2-3 ટકાનો તીવ્ર ઉછાળો
તેજસ નેટવર્ક્સ, અમર રાજા, આઈઆરબી ઈન્ફ્રા, જીઈ શીપીંગ, રેમન્ડ, શોભા, એમએન્ડએમ નવી ટોચે
ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. આરબીઆઈએ રેપો રેટને સ્થિર જાળવતાં બેન્ચમાર્ક સેન્સેક્સ 1619 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 76693ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 469 પોઈન્ટ્સ ઉછળી 23,290ની ટોચ પર બંધ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ હતી. બીએસઈ ખાતે કુલ 3952 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2890 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 970 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 190 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.5 ટકા મજબૂતી સાથે 16.88ના સ્તરે બંધ જોવા મળ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજારે ફ્લેટ ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, આરબીઆઈ તરફથી રેપો રેટને સ્થિર જાળવી રાખવામાં આવતાં બજારમાં ધીમે-ધીમે સુધારો જોવા મળ્યો હતો અને સત્રની આખર સુધી તે જળવાયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 76795ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે નિફ્ટી 23320 પર ટ્રેડ થયો હતો. તેણે સપ્તાહની શરૂમાં એક્ઝિટ પોલ્સના પરિણામો પછી 23339ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. આમ, તે સહેજ છેટે જોવા મળ્યો હતો. બજાર તેજીના નવા ઝોનમાં હોવાથી તેનો નવો ટાર્ગેટ 23500-23600નો ઝોન છે. જોકે, નજીકના સમયગાળા માટે તે ઓવરબોટ છે અને તેથી આગામી સપ્તાહે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.
નિફ્ટીને શુક્રવારે સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એમએન્ડએમ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, તાતા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટાઈટન કંપની, તાતા મોટર્સ, ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, ડો. રેડ્ડીઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ અને તાતા કન્ઝ્યૂમર્સ, માત્ર બે જ કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, ઓટો, મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈ સેક્ટરલ સૂચકાંકોમાં 2-3 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી 3.4 ટકા ઉછળ્યો હતો. જેમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, એલએન્ડટી ટેક્નોલોજી, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 2.6 ટકા વૃદ્ધિ સાથે 25 હજારની સપાટી કૂદાવી ગયો હતો. તેના ઘટકોમાં એમએન્ડએમ, તાતા મોટર્સ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, મધરસન, અશોક લેલેન્ડ, ડ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, ભારત ફોર્જ, સોના બીએલડબલ્યુ, મારુતિ સુઝુકી, એમઆરએફ, આઈશર મોટર્સમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, રામ્કો સિમેન્ટ્સ, વોડાફોન આઈડિયા, વિપ્રો, બિરલાસોફ્ટ, ટેક મહિન્દ્રા, જેકે સિમેન્ટ, પર્સિસ્ટન્ટ, એમસીએક્સ ઈન્ડિયા, કોફોર્જ, ઈન્ફોસિસમાં સારી ખરીદી નીકળી હતી. બીજી બાજુ, મેટ્રોપોલીસ, ગ્લેનમાર્ક, એસબીઆઈ લાઈફ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, ઓબેરોય રિઅલ્ટી, તાતા કેમિકલ્સમાં ઘટાડો નોંધાયો હતો.
કેટલાંક કાઉન્ટર્સ જેવાકે તેજસ નેટવર્ક્સ, અમર રાજા, આઈઆરબી ઈન્ફ્રા, જીઈ શીપીંગ, રેમન્ડ, શોભા, એમએન્ડએમ સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી.
RBIએ રેપો રેટ સ્થિર જાળવ્યો, 2024-25 માટે GDP વૃદ્ધિ દર અંદાજ વધાર્યો
અગાઉના 7 ટકા વૃદ્ધિ દરના અંદાજને 7.2 ટકા કર્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની દ્વિમાસિક મોનેટરી સમીક્ષા દરમિયાન રેપો રેટને 6.5 ટકાની સપાટીએ આઁઠમીવાર સ્થિર જાળવ્યો હતો. સાથે તેણે ચાલુ નાણા વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરના અંદાજને અગાઉના 7 ટકા પરથી સુધારી 7.2 ટકા કર્યો હતો. 2024-25 માટેની બીજી મોનેટરી પોલિસી સમીક્ષામાં આરબીઆઈની એમપીસીના 6 સભ્યોમાંથી ચારે રેપો રેટને વર્તમાન સપાટીએ જાળવી રાખવાનું સમર્થન કર્યું હતું. આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે પણ ફાઈનાન્સિયલ એકોમોડેશનને પરત ખેંચવાનું વલણ જાળવ્યું હતું.
આરબીઆઈએ જીડીપી વૃદ્ધિ દર અંદાજને અગાઉના 7.2 ટકા પરથી વધારી 7 ટકા કર્યો હતો. જ્યારે ફુગાવાનો ટાર્ગેટ 4.5 ટકા પર જાળવી રાખ્યો હતો. આરબીઆઈ ગવર્નરે સતત 11મા મહિને કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ઘટાડાના ટ્રેન્ડની વાત કરતાં જણાવ્યું હતું કે ફૂડ ઈન્ફ્લેશને સમગ્રતયા જોવા મળેલા લાભને સરભર કર્યો છે. જોકે, આગામી ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતાં જોતાં દાસે 2024-25 માટે 4.5 ટકાના ઈન્ફ્લેશનનો અંદાજ બાંધ્યો હતો. ત્રિમાસિક ધોરણે ફુગાવાનો અંદાજ જોઈએ તો પ્રથમ ક્વાર્ટર માટે 4.9 ટકા, બીજી ક્વાર્ટર માટે 3.9 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 4.6 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 4.5 ટકાનો અંદાજ રખાયો હતો.
આરબીઆઈ મિટિંગને મુખ્ય હાઈલાઈટ્સ
• રેપો રેટ 6.5 ટકા પર સ્થિર જળવાયો
• 2024-25 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 7 ટકા પરથી સુધારી 7.2 ટકા કરાયો
• 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.5 ટકા પર જાળવી રખાયો.
• 2023-24 દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી 41.6 અબજ ડોલરનો ઈનફ્લો નોંધાયો
ભારતીય એરપોર્ટ ઉદ્યોગનો પ્રોફિટ 2024-25માં 35 ટકા વૃદ્ધિ દર્શાવશે
ભારતીય એરપોર્ટ ઉદ્યોગ નાણા વર્ષ 2024-25માં વાર્ષિક ધોરણે 35 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં કન્સલ્ટન્સી કંપની CAPA ઈન્ડિયાએ દર્શાવી છે. તેના મતે 2023-24માં ઉદ્યોગે રૂ. 7680 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 134.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મહામારી પછી ઉડ્ડયન ઉદ્યોગમાં તીવ્ર રિકવરી પાછળ આમ બન્યું હતું.
દિલ્હી, કોલકોતા અને ચેન્નાઈ સિવાય મોટાભાગના એરપોર્ટ્સે 2023-24માં નેશનલ એવરેજ કરતાં ડોમેસ્ટીક ટ્રાફિસમાં ઊંચી વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે ટોચના તમામ એરપોર્ટ્સે ઈન્ટરનેશનલ ટ્રાફિકમાં મજબૂત રિકવરી દર્શાવી હતી.
સરકારી માલિકીની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(એએઆઈ)ની નફાકારક્તા 2023-24 અને 2024-25માં મજબૂત રહેવાની અપેક્ષા છે. એએઆઈ દેશમાં 100થી વધુ એરપોર્ટ્સનું સંચાલન કરે છે. એરોનોટીકલ રેવન્યૂમાં વૃદ્ધિ પાછળ એએઆઈની રેવન્યૂ વધવાની શક્યતાં છે.
દેશમાં મેટ્રો અને નોન-મેટ્રો ખાતે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માગથી આગળ જોવા મળે છે. પ્રથમવાર આમ બની રહ્યું છે કે એરપોર્ટની ક્ષમતા માગ પાછળ વધારવા ભાગવું પડી રહ્યું નથી. હાલમાં 11 અબજ ડોલરનું ઈન્વેસ્ટમન્ટ પાઈપલાઈનમાં છે. જેમાં ટીયર-2 અને ટીયર-3 એરપોર્ટ્સન સમાવેશ થાય છે. 2024-25માં ભારતીય એરપોર્ટ ઉદ્યોગ રૂ. 18090 કરોડનો એબિટા દર્શાવે તેવી શક્યતાં છે. જ્યારે રૂ. 10,370 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવી શકે છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.