Categories: Market Tips

Market Summary 02/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટ માટે બજેટ ‘નોન-ઈવેન્ટ’, ફેડના હોકિશ વલણને નજર અંદાજ કર્યું
નિફ્ટી 21700 નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 14.45ના સ્તરે બંધ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.1 ટકા ઉછળી નવી ટોચે
ઓટો, બેંકિંગ, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી
રિઅલ્ટી, મેટલ, મિડિયા અને ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન નરમ
હૂડકો, એનબીસીસી, બીઈએમએલ, ગોદરેજ કન્ઝ્યૂમર, એઆઈએ એન્જી. નવી ટોચે
વેદાંત ફેશન્સ, યૂપીએલ નવા તળિયે

ભારતીય શેરબજાર માટે વચગાળાનું બજેટ ‘નોન-ઈવેન્ટ’ બની રહ્યું હતું. તેમજ યુએસ ફેડ તરફથી 2024ની પ્રથમ રેટ સમીક્ષા પછી કરવામાં આવેલા હોકિશ વલણને પણ માર્કેટે નજરઅંદાજ કરી ફ્લેટિશ બંધ આપ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 107 પોઈન્ટ્સ ગગડી 71645ની સપાટીએ જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ્સના ઘટાડે 21697ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે વેચવાલીને કારણે અન્ડરટોન નરમ જોવા મળ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ નરમ રહી હતી. બીએસઈ ખાતે કુલ 3942 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2081 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1774 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 461 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ગગડી 14.45ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે બે ઘટનાઓને લગભગ અવગણી હતી એમ કહી શકાય. જેમાં સ્થાનિક ઘટનામાં 2024-25 માટેના વચગાળાના બજેટમાં ખાસ કોઈ મહત્વની જાહેરાતના અભાવે બજારમાં સ્થિરતા જોવા મળી હતી. જ્યારે ફેડ તરફથી બુધવારે રેટ કાપમાં ઉતાવળ નહિ હોવાના સંકેતને પણ તેણે ખાસ પ્રતિભાવ આપ્યો નહોતો. એશિયન બજારોમાં ચીન સિવાય અન્ય બજારો પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટીએ કામગીરીની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી અને ઈન્ટ્રા-ડે 21833ની ટોચ બનાવી હતી. જ્યાંથી 21659 સુધી ગગડ્યો હતો અને સાધારણ ઘટાડે બંધ આવ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 44 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21741ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 160 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થયાના સંકેતો સાંપડે છે. જે આગામી સમયમાં ઘટાડો સૂચવે છે. લોંગ ટ્રેડર્સ 21650ના નજીકના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવી શકે છે. જ્યારે શોર્ટ ટ્રેડર્સે 21800ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવવી જોઈએ.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી મુખ્ય હતો. આ ઉપરાંત, સિપ્લા, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈશર મોટર્સ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, એનટીપીસી, બીપીસીએલ, એસબીઆઈ, તાતા કન્ઝ્યૂમર, ટીસીએસ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, ગ્રાસિમ, ડો. રેડ્ડીઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીસ, ટાઈટન કંપની, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટર પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3.1 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. ઓટો, બેંકિંગ, એફએમસીજી, એનર્જીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, રિઅલ્ટી, મેટલ, મિડિયા અને ફાર્મામાં નરમાઈ દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યૂમર 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, મારુતિ સુઝુકી, કેનેરા બેંક, પીએનબી, કોન્કોર, શ્રી સિમેન્ટ્સ, ઈન્ટરગ્લોબ એવિએશન, બેંક ઓફ બરોડા, એસ્ટ્રાલ, ડાબર ઈન્ડિયા, સિપ્લા, એનએમડીસી, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, પાવર ગ્રીડ કોર્પો., આઈશર મોટર્સ, કેન ફિન હોમ્સ, આરબીએલ બેંક, એસબીઆઈ લાઈફ, ડિક્સોન ટેક્નોલોજીમાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓરોબિંદો ફાર્મા, વોલ્ટાસ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એસ્કોર્ટ્સ કુબોટા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, રામ્કો સિમેન્ટ્સ, આલ્કેમ લેબ, શ્રીરામ ફાઈનાન્સ, નવીન ફ્લોરિન, એબીબી ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક પીએસયૂ કાઉન્ટર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં હૂડકો, એનબીસીસી, બીઈએમએલ મુખ્ય હતાં. હૂડકો 20 ટકાની સર્કિટમાં બંધ રહ્યો હતો. આ ઉપરાંત, એનબીસીસી 9 ટકા ઉછળ્યો હતો. ગોદરેજ કન્ઝ્યૂમર, મધરસ એસડબલ્યુઆઈ, એઆઈએ એન્જી., આઈઓબી, ફાઈઝર, વેરોક એન્જિનીયર, બિરલા કોર્પ, ઈઆઈડી પેરી, યૂકો બેંક, ઈન્ડિયન બેંક, સુઝલોન એનર્જી, બેંક ઓફ ઈન્ડિયા તેમની સર્વોચ્ચ ટોચે જોવા મળ્યાં હતાં. બીજી બાજુ, વેદાંત ફેશન્સ અને યૂપીએલ વાર્ષિક તળિયે પહોંચ્યાં હતાં.


2024-25 માટે રૂ. 50 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ
2023-24 માટેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને રૂ. 51 હજાર કરોડથી ઘટાડી રૂ. 30 હજાર કરાયો

નાણાપ્રધાન નિર્મળા સીતારામણે 2024-25 માટેના વચગાળાના બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને રૂ. 50 હજાર કરોડ નિર્ધારિત કર્યો હતો. જે ચાલુ વર્ષે સરકારને મળનારી અપેક્ષિત રકમથી રૂ. 20 હજાર કરોડ વૃદ્ધિ સૂચવે છે. નાણાપ્રધાને ચાલુ નાણા વર્ષ માટેનો ટાર્ગેટ રૂ. 51 હજાર કરોડથી ઘટાડી રૂ. 30 હજાર કરોડ કર્યો હતો. છેલ્લાં ચાર વર્ષોથી સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પૂરો કરવામાં નિષ્ફળતા દર્શાવી રહી છે. અગાઉ 2018-19માં સરકારે તેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કર્યો હતો. ત્યારપછી તે અંદાજ કરતાં નીચું ડિસઈન્વેસ્ટમેન્ટ દર્શાવતી આવી છે. ચાલુ નાણા વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં સરકારે તેના અંદાજના 40 ટકા રકમ ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે મેળવી છે. તેણે સુધારેલા ટાર્ગેટને હાંસલ કરવા માટે માત્ર બે મહિનામાં રૂ. 17,496 કરોડની રકમ ઊભી કરવી પડશે. અત્યાર સુધીમાં તેણે રૂ. 12,504 કરોડ ઊભાં કર્યાં છે. જ્યારે ડિવિડન્ડ મારફતે તેણે રૂ. 44060 કરોડ મેળવ્યાં છે.


વચગાળાના બજેટથી રિટેલ કરદાતાઓ નિરાશ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે સંસદમાં અંતરિમ બજેટ 2024 રજુ કર્યું. લોકસભા ચૂંટણી 2024 પૂર્વેના આ બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતોના વિકાસ પર ભાર મુકાયો. આવક વેરા સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો નથી.
અંતરિમ બજેટ 2024 રજુ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારામને વિકસિત દેશ પર ભાર મુક્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં છઠ્ઠું બજેટ રજુ કર્યું. આ વર્ષે માર્ચ એપ્રિલ માસમાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારનું આ અંતરિમ બજેટ છે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ પેપરલેસ રજુ કરાયું જેમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો નથી. યુવાનો માટે વ્યાજ મુક્ત ધિરાણની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન આજે સંસદમાં તેમના મોટા ભાષણ પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા હતા. ત્યારબાદ સંસદ પહોંચીને કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો. મોદી કેબિનેટે બજેટને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ સાથે પણ નાણામંત્રીએ મુલાકાત કરી હતી આ તેણી છઠ્ઠી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે – એક રેકોર્ડ જે અગાઉ માત્ર મોરારજી દેસાઈ દ્વારા જ મદદ કરવામાં આવી હતી. આ વચગાળાનું બજેટ છે તે જોતાં, કોઈ મોટી નીતિની જાહેરાતો અપેક્ષિત નથી. લોકસભાની ચૂંટણી નજીકમાં છે તે ધ્યાનમાં રાખીને, સરકાર છેલ્લા દાયકામાં તેની કેટલીક જીત પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. ચાલો રાહ જુઓ અને જુઓ!



મધ્યમ વર્ગને સરકારની ભેટ: મકાન ખરીદવા માટે સરકાર લાવશે આવાસ યોજના
મોદી સરકારની બીજી ટર્મના છેલ્લાં બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર ગરીબ લોકોને ઘર ખરીદવા અને બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે. તેમણે કહ્યું કે સરકાર મધ્યમ વર્ગના લોકો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખરીદવા અને બાંધવામાં મદદ કરવા માટે એક યોજના લાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નવા સંસદ ભવનમાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ ચૂંટણીનું વર્ષ હોવાથી આ વચગાળાનું બજેટ છે.


બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે મોટી જાહેરાત, 11 ટકા વધુ ખર્ચ કરાશે
આજે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પણ મોટી જાહેરાત કરી છે. તેમજ પીએમ આવાસ યોજનાને લઈને પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિલાઓના વિકાસને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. નાણાપ્રધાને બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ જાહેર કરી હતી. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટીયર 2 અને ટીયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

6 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

6 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

6 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

6 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

6 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

6 months ago

This website uses cookies.