Categories: Market Tips

Market Summary 02/02/2024

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે તીવ્ર વધ-ધટ વચ્ચે નિફ્ટીએ 21800 પાર કર્યું
ચાઈનીઝ માર્કેટે વર્ષનું તળું લો બનાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.6 ટકા વધી 14.69ના સ્તરે બંધ
નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે પહોંચ્યો
એનર્જી, મેટલ, આઈટી, ફાર્મા, પીએસઈમાં મજબૂતી
એફએમજીસી, પ્રાઈવેટ બેંકિંગમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પરત ફરતી ખરીદી
એનબીસીસી, એસજેવીએન, એનએચપીસી, બીપીસીએલ, આઈઓસી નવી ટોચે

શેરબજારમાં સપ્તાહના આખરી સત્રમાં બે બાજુની મોટી વધ-ઘટ પછી માર્કેટ મજબૂતી સાથે બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 440 પોઈન્ટ્સ ઉછળી 72086ની સપાટીએ જ્યારે નિફ્ટી 156 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 21854ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3943 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1998 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1845 નેગેટીવ બંધ સૂચવતાં હતાં. 490 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.6 ટકા વધી 14.69ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે ચીનનું બજાર તેના વાર્ષિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ત્યારે ભારતીય બજારે ગેપ-અપ કામગીરીની શરૂઆત દર્શાવી હતી. શરૂઆતી બે કલાક પછી બજારમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને જોત-જોતામાં બેન્ચમાર્ક નિફ્ટી સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે મધ્યાહને 22126.80ની ટોચ દર્શાવી હતી. જોકે, ત્યાંથી ઝડપી પ્રોફિટ બુકિંગ પાછળ તે 21805.55ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થઈ તેની નજીક બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 105 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 21959ની સપાટીએ બંધ જોવા મળતો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 44 પોઈન્ટ્સના પ્રિમિયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિ થયાનો સંકેત છે. જે આગામી સમયગાળામાં સુધારાની દિશા જાળવી શકે છે. લોંગ ટ્રેડર્સ 21450ના સ્ટોપલોસ સાથે તેમની લોંગ પોઝીશન જાળવી શકે છે.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, કાકા કન્ઝ્યૂમર, ટીસીએસ, તાતા સ્ટીલ, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિંદાલ્કોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આઈશર મોટર્સ, એક્સિસ બેંક, એચડીએફસી લાઈફ, એચડીએફસી બેંક, એચયૂએલ, લાર્સન, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેંક, ટાઈટન કંપની, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સ જોઈએ તો નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, એનર્જી, મેટલ, આઈટી, ફાર્મા, પીએસઈમાં પણ મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમજીસી, પ્રાઈવેટ બેંકિંગ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.22 ટકા વૃદ્ધિ સાથે 6610ની ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક 20 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈઓબી, પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, યૂકો બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 3.4 ટકા ઉછળી 9005ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએચપીસી 10 ટકા ઉછળી રૂ. 100ની સપાટી પાર કરી ગયો હતો. આ ઉપરાંત, બીપીસીએલ, આઈઓસી, સેઈલ, એચપીસીએલ, એનએમડીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનએમડીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, નાલ્કો, ઓએનજીસી, એનટીપીસી, કોલ ઈન્ડિયા, ભેલ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સમાં ભારે ખરીદી નીકળી હતી.
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 2.4 ટકા ઉછળી 8000ની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં સેઈલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, નાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, મોઈલ, વેદાંત, વેલસ્પન કોર્પ, હિંદુસ્તાન ઝીંકમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં કોફોર્જ, ટીસીએસ, વિપ્રો, પર્સિસ્ટન્ટ, એલટીઆઈમાઈન્ડટ્રી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ટેક્નોલોજી પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી ફાર્મા પણ પોણો ટકા મજબૂતી સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, આલ્કેમ લેબ, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા અને ઝાયડસ લાઈફમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્ઝ પ્લેટફોર્મની વાત કરીએ તો બીપીસીએલ 10 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, આઈઓસી, અબોટ ઈન્ડિયા, એબી કેપિટલ, જીએમઆર એરપોર્ટ્સ, સેઈલ, એમસીએક્સ ઈન્ડિયા, પીએનબી, એચપીસીએલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, કેન ફિન હોમ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, નાલ્કો, કોફોર્જ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, કોલ ઈન્ડિયામાં ઊંચી ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, સિટી યુનિયન બેંક 4.6 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, શ્રી સિમેન્ટ્સ, આઈશર મોટર્સ, ડો. લાલ પેથલેબ્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, ડાબર ઈન્ડિયા, તાતા કેમિકલ્સ, ગોદરેજ રિઅલ્ટી, એક્સિસ બેંક, એમ્ફેસિસમાં ભારે નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એનબીસીસી, એસજેવીએન, એન્જિનીયર્સ ઈન્ડિયા, એનએચપીસી, બીપીસીએલ, આઈઓસી, અબોટ ઈન્ડિયા, આઈઓબી, સેઈલ, એમઆરપીએલ, એમસીએક્સ ઈન્ડિયા, સ્વાન એનર્જી, પીએનબી, એચપીસીએલ, કેસ્ટ્રોલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, બેંક ઓફ ઈન્ડિયા, ગ્લોબલ હેલ્થનો સમાવેશ થતો હતો. બીજી બાજુ વન 97 પેટીએમ, શારદા કોર્પ અને વેદાંત ફેશન્સ નવા તળિયે બંધ જોવા મળ્યાં હતાં.

તાતા મોટર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7025 કરોડનો નેટ પ્રોફિટ નોઁધાવ્યો
તાતા જૂથની ઓટોમોબાઈલ કંપની તાતા મોટર્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7025 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે બમણાથી પણ ઊંચી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની માલિકીની બ્રિટીશ લક્ઝરી કાર જગુઆર લેન્ડ રોવરના ઊંચા વેચાણ પાછળ કંપનીનો નફો ઉછળ્યો હતો. એનાલિસ્ટ્સ રૂ. 4451 કરોડના નફાનો અંદાજ રાખી રહ્યાં હતાં. જેની સામે કંપનીનો નફો ખૂબ ઊંચો જોવા મળ્યો હતો. મોંઘી અને ઊંચું માર્જિન ધરાવતી જીએલઆર તાતા મોટર્સની આવકમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં જેએલઆરનું વેચાણ 27 ટકા વધ્યું હતું. જેને કારણે તાતા મોટર્સની ત્રિમાસિક આવક 25 ટકા વધી રૂ. 1.11 લાખ કરોડ રહી હતી. જેણે એનાલિસ્ટ્સની અપેક્ષાઓને પાછળ રાખી દીધી હતી. જોકે, ભારતીય બજારમાં કંપનીના વેચાણ વોલ્યુમમાં માત્ર 3 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.



ઈન્ડિગોનો નેટ પ્રોફિટ બમણો વધી રૂ. 2998 કરોડ રહ્યો
કંપની પાસે ભારતીય માર્કેટનો 62 ટકા હિસ્સો
સ્થાનિક ઉડ્ડયન લીડર ઈન્ડિગોની માલિક ઈન્ટરગ્લોબ એવિએશને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2998 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1418 કરોડનો નફો દર્શાવ્યો હતો. ઈન્ડિગો 358 વિમાનો સાથે કુલ માર્કેટ હિસ્સાનો 62 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીને તહેવારો અને લગ્નગાળાની સિઝનનો લાભ મળ્યો હતો. ઉપરાંત, ક્રિકેટ વર્લ્ડ કપનો પણ લાભ મળ્યો હતો એમ એનાલિસ્ટ્સ જણાવે છે. કંપનીની રેવન્યૂ 30 ટકા ઉછળી રૂ. 19,452 કરોડ રહી હતી. જેમાં ભાડા વૃદ્ધિએ પણ ભૂમિકા ભજવી હતી. જ્યારે તેનો ખર્ચ 22 ટકા વધ્યો હતો. તેના બળતણના ખર્ચમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ઈન્ડિગોનો લોડ ફેક્ટર ગયા વર્ષના 85.1 ટકા સામે સુધરી 85.8 ટકા પર જોવા મળ્યું હતું. પ્રતિ પેસેન્જર કિલોમીટર સરેરાશ રેવન્યૂ 2 ટકા વધી રૂ. 5.48 ટકા પર જોવા મળી હતી.


JSW ઈન્ફ્રાએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. 251 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
દેશમાં બીજા ક્રમની પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 251 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 115 કરોડ પર જોવા મળતો હતો. દેશની અંદર તથા દેશની બહાર કાર્ગોની મૂવમેન્ટમાં ઊંચી વૃદ્ધિને કારણે કંપનીને લાભ મળ્યો હતો. ઉપરાંત, ઊંચા ટ્રાન્ઝિટ ખર્ચને ગ્રાહકો પર પસાર કરવામાં આવતાં કંપનીને લાભ મળ્યો હતો. ઓક્ટોબરમાં ઘટાડા પછી નવેમ્બરમાં વૈશ્વિક ફ્રેઈટ રેટ્સમાં 7 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીની કામકાજી આવક 18 ટકા ઉછળી રૂ. 940 કરોડ પર રહી હતી. જ્યારે તેના વોલ્યુમ 17 ટકા વૃદ્ધિ સાથે 2.810 કરોડ ટન પર જોવા મળ્યાં હતાં. જેનું મુખ્ય કારણ પારાદિપ અને મેંગલોર ખાતે આયર્ન ઓરમાં ઊંચો ક્ષમતા વપરાશ હતો.



સરકાર SBI, ONGCના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ખૂલ્લું મન ધરાવે છેઃ નાણાપ્રધાન
એસબીઆઈમાં 57.49 ટકા સરકારી હિસ્સો જ્યારે ઓએનજીસીમાં સરકાર 58.89 ટકા હિસ્સો ધરાવે છે
કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું છે કે તેમની સરકાર બ્લ્યૂ-ચિપ પીએસયૂ જેવાકે એસબીઆઈ અને ઓએનજીસીના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ખૂલ્લું મન ધરાવે છે. સરકાર વ્યૂહાત્મક પીએસયૂમાં લઘુમતી હિસ્સો(50 ટકાથી નીચો) ધરાવવાના વિરોધમાં નથી એમ તેમણે ઉમેર્યું હતું.
હાલમાં સરકાર એસબીઆઈમાં 57.49 ટકા સરકારી હિસ્સો જ્યારે ઓએનજીસીમાં સરકાર 58.89 ટકા હિસ્સો ધરાવે છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે પીએસયૂ કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની કામગીરી સંભાળી રહેલા દિપમે ધીમે-ધીમે ઘણી કંપનીઓમાં હિસ્સો છૂટો કર્યો છે. જેથી કરીને ખાનગી માલિકી પ્રવેશે અને તેઓ કંપનીના શેર્સ જાળવી શકે. સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક લિસ્ટેડ પીએસયૂમાં શેર્સ વેચી રહી છે. જોકે, તેણે એર ઈન્ડિયામાં પ્રથમવાર બહુમતી હિસ્સાનું વેચાણ કર્યું હતું. જેને તાતા જૂથે ખરીદ્યો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર પીએસયૂ કંપનીઓના વેલ્યૂએશન્સ વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકારી કંપનીઓ ઐતિહાસિક રીતે તેમના ખાનગી હરિફોની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ટ્રેડ દર્શાવતી હતી. જોકે, છેલ્લાં બે-એક વર્ષોથી ખાનગી હરિફ સાથે વેલ્યૂએશન્સનો ગાળો ઘટ્યો છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Effwa Infra & Research Limited IPO : Important Dates

Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…

6 months ago

Ambey Laboratories Limited IPO : Key Information

Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…

6 months ago

Bansal Wire Industries Limited IPO : Key Updates

Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…

6 months ago

Emcure Pharmaceuticals Limited IPO : Company Information

Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…

6 months ago

Nephro Care India Limited IPO : Key Information

Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…

6 months ago

Diensten Tech Limited IPO : Important Dates

Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…

6 months ago

This website uses cookies.