બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજાર નવી ટોચ પર, એશિયા મક્કમ
યુએસ ખાતે ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 238 પોઈન્ટ્સ સુધરી 31386ની નવી ટોચ પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં સુધારો આગળ વધ્યો છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને ચીન જેવા તમામ બજારો 0.3થી 0.6 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટી 31 પોઈન્ટ્સના સુધારે 17173 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તરે જ ખૂલશે. નિફ્ટીએ 15000ના મહત્વના સ્તરને પાર કર્યુ છે. જો તે આ સ્તર પર બે-ત્રણ સત્રો માટે ટકી રહેશે તો 15500-16000ના સ્તરો સુધીના સુધારાની સંભાવના છે. જોકે ટ્રેડર્સે વર્તમાન સ્તરે નવી પોઝીશન બનાવવામાં ખૂબ જ સાવચેતી જાળવવી જરૂરી છે. કેમકે માર્કેટ સ્પષ્ટપણે ઓવરબોટ છે.
ક્રૂડમાં 60 ડોલર પાર
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 60 ડોલરની સપાટી પાર કરીને વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જેની પાછળ સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ દૈનિક ધોરણે વૃદ્ધિ જોવા મળી રહી છે. મહત્વના શહેરોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ. 85-95ની રેંજમાં જોવા મળી રહ્યાં છે.
ગોલ્ડ-સિલ્વરમાં સોમવાર બપોર બાદ સુધારો
કિંમતી ધાતુઓના ભાવ સોમવારે બપોર બાદ ઝડપથી સુધર્યાં હતાં. જેનું એક મહત્વનું કારણ ઈવી ઉત્પાદક ટેસ્લાએ અમેરિકી માર્કેટ રેગ્યુલેટર સમક્ષ ફાઈલીગમાં કંપનીના ક્રિપ્ટો કરન્સી ઉપરાંત ગોલ્ડ-સિલ્વરમાં પણ રોકાણની કરેલી રજૂઆત છે. કંપનીએ જણાવ્યું છે કે તે ગોલ્ડ તેમજ ગોલ્ડ ઈટીએફ્સમાં પણ રોકાણ કરશે. જેની પાછળ બે સપ્તાહ બાદ ગોલ્ડમાં એક ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સવારે ગોલ્ડ વાયદો 9 ડોલર મજબૂતી સાથે 1843 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.03ના સામાન્ય ઘટાડે 27.56 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે સોમવારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 70 હજારની સપાટી કૂદાવી ગયો હતો. ગોલ્ડમાં રૂ. 600ના સુધારા છતાં તે હજુ રૂ. 47855 પર રૂ. 48000ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
· દિલ્હી હાઈકોર્ટે 3.4 અબજ ડોલરના રિલાયન્સ-ફ્યુચર ડિલ પરનો સ્ટે ઉઠાવી લીધો છે.
· એમેઝોન કોર્ટના આ ઓર્ડર સામે દેશની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
· આરબીઆઈનું 41 અબજ ડોલરના બોન્ડની ખરીદી કરવાનું આયોજન
· ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં સતત 14મા સપ્તાહે વૃદ્ધિ. વિતેલા સપ્તાહે 25.5 અબજ ડોલરનો ઈનફ્લો.
· ભારતે વોડાફોન આર્બિટ્રેશનને સિંગાપુરમાં પડકાર્યો.
· સોમવારે વૈશ્વિક ફંડ્સે રૂ. 1900 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.
· સોમવારે સ્થાનિક ફંડ્સે રૂ. 505 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· વિદેશી સંસ્થાઓએ ડેરિવેટિલ્સમાં રૂ. 1360 કરોડનું વેચાણ કર્યું હતું.
· યુએસ ખાતે બ્રેકઈવન રેટ્સમાં વૃદ્ધિ પાછળ 30-વર્ષ માટેના યિલ્ડ્સમાં સતત વૃદ્ધિ.
· ભારત ઈલેક્ટ્રોનિક્સે સંરક્ષણ મંત્રાલય સાથે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો માટે રૂ. 1000 કરોડનો કોન્ટ્રેક્ટ કર્યો.
· ભારત પેટ્રોલિયમે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 2780 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 1260 કરોડ હતો. કંપનીએ રૂ. 86580 કરોડની આવક દર્શાવી હતી. તેણે પ્રતિ શેર રૂ. 16નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
· એનએમડીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2110 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1380 કરોડ હતો. કંપનીની આવક રૂ. 4360 કરોડ જોવા મળી છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.