માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે મિશ્ર ટોન વચ્ચે એશિયામાં પણ તળિયેથી સુધારો
યુએસ ખાતે બજારોમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી રહી છે. સોમવારે ડાઉ જોન્સ એક તબક્કે 600 પોઈન્ટસથી વધુના સુધારે 32000ની સપાટી કૂદાવી ગયો હતો. જોકે તે 50 ટકા સુધારો ગુમાવી 300થી વધુ પોઈન્ટ્સના સુધારે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક તો બે બાજુ વધ-ઘટ વચ્ચે 311 પોઈન્ટ્સ તૂટ્યો હતો. એશિયન બજારો નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવતાં હતાં. જોકે તેમણે પાછળથી બાઉન્સ દર્શાવ્યું છે. હોંગ કોંગ બજાર એક ટકાથી વધુ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યું છે. જાપાનનો નિક્કાઈ પણ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. તાઈવાન -0.5 ટકા, કોરિયા -1.0 ટકા અને ચીન 0.9 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. સિંગાપુર બજાર 1.22 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ક્રૂડ પ્રોફિટ બુકિંગ પાછળ થોડું પાછળ પડ્યું
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઉછળીને 71 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી ગયા બાદ 3 ડોલર જેટલા પાછા પડ્યાં છે. આ જે સવારે તે 0.75 ટકાના સુધારે 68.75 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. ક્રૂડ ઓવરબોટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. સાઉદી અરેબિયાની ઓઈલ પ્રોપર્ટીઝ પર હુમલા છતાં ક્રૂડના ભાવમાં ઓર ભડકો નથી જોવાયો. જે સૂચવે છે કે આગામી દિવસોમાં ક્રૂડમાં એક કરેક્શન આવી રહ્યું છે.
ગોલ્ડ-સિલ્વરમાં સાધારણ મજબૂતી
વૈશ્વિક બજારમાં આજે સવારે ગોલ્ડ 9 ડોલર મજબૂતી સાથે 1687 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.74 ટકાના સુધારે 25.45 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે સોમવારે રાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 468 અથવા 1 ટકાના ઘટાડે રૂ. 44215 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર માર્ચ વાયદો રૂ. 253ના સુધારે રૂ. 65856 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
- એક અભ્યાસ મુજબ તાઈવાન, ભારત અને બ્રાઝિલમાં ફુગાવાએ ટોચ બનાવી લીધી છે.
- દેશમાં હોર્ટિકલ્ચર ઉત્પાદનમાં 2020-21માં 1.8 ટકા વૃદ્ધિ નોંધાઈ.
- બ્લેકસ્ટોને વેલ્યુએશન્સને મુદ્દે એમ્ફેસિસના હિસ્સા વેચાણને મુલત્વી રાખ્યું.
- હેલ્થ ચેઈન એસ્ટર ભારતમાં વિસ્તરણ માટે 40 કરોડ ડોલરના બોન્ડ્સ ઈસ્યુ કરશે. કંપની દેશમાં હોસ્પિટલ્સ અને ફાર્મસીનું વિસ્તરણ કરશે.
- ફિચના મતે ઈન્ડિયન બેંકની બેલેન્સ શીટમાં હજુ પણ મહામારી પૂરી ડિસ્કાઉન્ટ નથી થઈ.
- ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ ઈન્વેસ્ટર્સ બોન્ડ્સમાંથી બહાર નીકળી ઈક્વિટીઝમાં પ્રવેશ્યાં. સતત 18મા સપ્તાહે ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સ 30.3 અબજ ડોલર ઊભા કર્યાં હતાં.
- આરબીઆઈએ વાલચંદનગર સહકારી બેંક પર મોનેટરી પેનલ્ટી લાદી છે.
- સોમવારે વૈશ્વિક રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 1490 કરોડ ડોલરની વેચવાલી નોંધાવી હતી.
- સ્થાનિક રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 500 કરોડની ખરીદી કરી હતી.
- કોલ ઈન્યાએ જાન્યુઆરી સુધીમાં 32 માઈનીંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી.
- ફેબ્રુઆરીમાં ભારતના ડોમેસ્ટીક એર ટ્રાફિકમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો હતો.